કિશોર ગુપ્તા મહેસાણા
પ્રી-પ્લાનિંગ બધી જ બાબતમાં સારી કહેવાય જેનાથી તમારું કાર્ય તમે વધુ સારી રીતે કરી શકો ત્યારે હવે ગુન્હેગારો પોતાના કામમાં પ્રી-પ્લાનીંગ અપનાવીને ગુન્હાહિત પ્રવૃત્તિ કરવા લાગ્યા છે ત્યારે રાજયમાં આવી જ એક ઘટના સામે આવી છે જેમાં પતિએ પત્નીના પ્રેમીનું પ્રી પ્લાનિંગથી મોતને ઘાટ ઉતાર્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના મહેસાણા જીલ્લાના કડી તાલુકાની જ્યાં પતિએ પત્નીના પ્રેમીની હત્યા કરી નાખી હતી. આરોપી ગમે તેટલો શાતિર હોય પરંતુ કાયદાની નજર માંથી બચી શકતો નથી. કડીના થોળ ગામના વતની સુરેશ ઠાકોરનું ચક્કર અનિલની પત્ની સાથે ચાલતું હતું અને આ વાતની જાણ અનિલને થતા તેને સુરેશને મોતને ઘાટ ઉતારવાનો પ્લાન બનાવ્યો હતો.
અનિલના મગજની અંદર એક જ ભ્રમણા ચાલી રહી હતી કે બસ હવે તો સુરેશનું કાસણ કાઢી નાખું જ છે. તેઓએ સુરેશનો પીછો કરીને થોળ ચોકડી તરફ પીકઅપ ડાલુ લઈને પહોંચીને સુરેશને પાછળથી ધડાકા ભેર ટક્કર મારી હતી. અનિલે પિકઅપ ડાલાવાડે જ્યાં ટક્કર વાગતા સુરેશ પીકપ ડાલાના બોનટ પર પડ્યો હતો.
ત્યારે ડાલાના બોનેટ પરથી રીવર્સ લઈને સુરેશની બેરહેમીથી હત્યા કરીને ફરાર થઇ ગયો હતો. સુરેશ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.
પોલીસે હત્યાનો ભેદ ઉકેલ નાખ્યો હતો અને અલગ અલગ દિશામાં તપાસ કરતા આરોપી સુધી પહોંચીને ધરપકડ કરી હતી તેમજ આરોપીની સઘન પૂછતાછમાં હત્યાનો ભેદ ઉકેલાયો હતો.