રાયપુરના કોંગ્રેસ અધિવેશનમાં સોનિયા ગાંધીએ સંબોધનમાં કહ્યું કે ભારત જોડો યાત્રા મારા રાજકીય દાવનો છેલ્લો મુકામ હતી
પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ રાયપુરના કોંગ્રેસ અધિવેશનમાં સંકેત આપ્યો છે કે હવે તેઓ રાજકારણમાંથી સન્યાસ લેશે. તેમને પોતાના સંબોધનમાં એવું કહ્યુ કે ભારત જોડો યાત્રા તેના રાજકીય દાવનો છેલ્લો મુકામ હતી.
સોનિયા ગાંધીએ પોતાની રાજકીય ઇનિંગ્સના અંતનો સંકેત આપતા કહ્યું કે તેમની રાજકીય ઇનિંગ્સનો અંત ભારત જોડો યાત્રા સાથે થઇ શકે છે. યુપીએ અધ્યક્ષે કહ્યું, “2004 અને 2009માં અમારી જીત તેમજ ડો. મનમોહન સિંહના સક્ષમ નેતૃત્વએ મને વ્યક્તિગત સંતોષ આપ્યો, પરંતુ મને સૌથી વધુ ખુશી એ છે કે મારી ઇનિંગ્સનો અંત ભારત જોડો યાત્રા સાથે થયો.
પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારત જોડો યાત્રા સફળ રહી છે. રાહુલ ગાંધીએ મુશ્કેલ પ્રવાસને શક્ય બનાવ્યો. તેણે લોકો સાથે કોંગ્રેસના જોડાણને જીવંત કર્યું છે. કોંગ્રેસે મન બનાવી લીધું છે કે તે દેશને બચાવવા માટે લડશે. કોંગ્રેસ દેશના હિત માટે લડશે. મજબૂત કાર્યકરો કોંગ્રેસની તાકાત છે. આપણે શિસ્ત સાથે કામ કરવાની જરૂર છે. અમારે અમારો સંદેશ જનતા સુધી પહોંચાડવાનો છે. સોનિયાએ અપીલ કરી છે કે વ્યક્તિગત હિતોને બાજુ પર રાખીને બલિદાનની જરૂર છે. પાર્ટીની જીત દેશની જીત હશે અને અમે મલ્લિકાર્જુન ખડગેના નેતૃત્વમાં સફળ થઈશું.
ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે સરકાર બંધારણીય મૂલ્યોને કચડી રહી છે અને બંધારણીય સંસ્થાઓ આરએસએસ-ભાજપના નિયંત્રણમાં છે. આ દરમિયાન સોનિયાએ ભારત જોડો યાત્રાનો ઉલ્લેખ કરતા કહ્યું કે તેનાથી કોંગ્રેસ સાથે જનતાનું જોડાણ જીવંત બન્યું છે.
તે જ સમયે, કોંગ્રેસે તેના બંધારણમાં કેટલાક સુધારા કર્યા છે. જે બાદ હવે કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં 35 સભ્યો હશે, જેમાંથી 50% મહિલાઓ, ઓબીસી, લઘુમતીઓ હશે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ, સાંસદ, પૂર્વ વડાપ્રધાન સીઈસીનો ભાગ હશે. અગાઉ સિડબ્લ્યુસીમા 23 સભ્યો હતા. આ સિવાય 50 ટકા પોસ્ટ 50 વર્ષથી ઓછી ઉંમરના લોકોને આપવામાં આવશે. આ સિવાય હવે કોંગ્રેસ પાર્ટીની સદસ્યતા માત્ર ડિજિટલ રીતે જ ઉપલબ્ધ થશે. બૂથ પર ફોકસ રહેશે. ટ્રાન્સજેન્ડર્સને પાર્ટીમાં સ્થાન મળશે અને ફોર્મ પર માતા અને પત્ની માટે એક કોલમ હશે.