એક માસ પહેલા ભિંડોરા ગામેથી ભાગેલા પ્રેમી યુગલનો છકડો રિક્ષામા કોહવાઈ ગયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસમાં દોડધામ
જૂનાગઢની સિવિલ હોસ્પિટલના પાસેના પાર્કિંગ એરિયામાં એક છકડો રીક્ષામાં કોહવાયેલી હાલતમાં યુગલની લાશ મળી આવી હતી. જેને લઈ ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાને પગલે પોલીસે સ્ટાફમાં દોડધામ મચી જવા પામી છે. માણાવદર તાલુકાના ભીંડોરા ગામના યુવક અને યુવતી હોવાનું અને એક માસ પહેલા જ બંને સાથે ભાગ્યા હોવાનું હાલ સામે આવ્યું છે.
વિગતો મુજબ એક મહિના પહેલા જ ભિંડોરા ગામમાં રહેતી અપરણિત યુવતી તેના જ ગામના પારઘી રાજેશ દેસાભાઈ નામનો પરણીત શખ્સ લઈને ભાગ્યો હતો.બાદ આજે આ પ્રેમી યુગલની લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. જે છકડો રિક્ષામાં લાશ મળી આવી છે તે રિક્ષામાં ગેસનો ચૂલો અને કપડાંના થેલા સહિત ઘરવખરી પણ જોવા મળી છે. સિવિલ હોસ્પિટલના સામેના પાર્કિંગમાં છકડો રીક્ષામાં સજોડે પ્રેમી યુગલની લાશ મળી આવતા ચકચાર મળી છે. આ ઘટનાને લઈ પોલીસે પણ અલગ-અલગ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. હાલ તો આ બંને મૃતદેહોને પોસ્ટમાર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં છે.