સુરેન્દ્રનગર પંથકમા સીરામીક ઉઘોગ માટે ઉપયોગમાં લેવાતા ગેસના ભાવમાં વધારાના ગુજરાત ગેસ કંપનીના નિર્ણયના વહેતા થયેલા સમાચારો બાદ તુરત જ કંપનીએ મગનું નામ મરી પાડીને આ ભાવ વધારો કંપની સાથે એમ.જી.ટી.ઓ. કરાર કરેલ હોય તેવા કારખાનાઓને લાગુ નહી પડે તેવી સ્પષ્ટતા થઇ હોવાનું જાણવા મળેલ છે.
‘અબતક’ સાથેની વાતચીતમાં સુરેન્દ્રનગર સીરામીક એશો.ના પ્રમુખ રમેશભાઇ સોનપુરાએ જણાવેલ કે, ગુજરાત ગેસ કંપનીએ ગેસના ભાવમાં વધારો કર્યાની જાહેરાત કર્યા ના અહેવાલ બાદ એવી સ્પષ્ટતા કરી હતી કે, આ ભાવ વધારો કંપની સાથે દૈનિક લધુતમ ગેસ ખરીદવાનો કરાર એમ.જી.ટી.ઓ. કરનાર એકનોને લાગુ નહી પડે ગુજરાત ગેસ કંપની ઓર્ડર મુજબ ગેસની આયાત કરી વિતરણ કરે છે.
જે એકમો ઓર્ડરથી ઓછો ગેસ વપરાશ કરે તો કંપનીએ મંગાવેલ જથ્થો વધી પડે આ સ્થીતીમાં કંપની માટે ફાજલ ગેસ ખોટનું કામરણ બનતો હોય કંપનીએ કારખાનાઓ સાથે દૈનિક લધુતમ જથ્થાના ઉપાડ ના કરાર એમ.જી.ટી.ઓ. કર્યા છે. સુરેન્દ્રનગરમાં કુલ 300 સીરામીક કારખાના છે તેમાં અલગ અલગ કારણસર 100 જેટલા કારખાના બંધ છે. ર00 કારખાના ચાલુ છે. તેમાંથી 3પ જેટલા કારખાનાઓએ એમ.જી.ટી.ઓ. કરાર કર્યા નથી. આ અ કરાર વિનાના 3પ કારખાનાઓને ગેસનો ભાવ વધારો લાગુ પડશે.
સીરામીક એશો.ના પ્રમુખ અશોકભાઇ સોનપુરા એ જણાવેલ છે કે સરકારના વાયદા મુજબ ગેસના ભાવમાં કોઇ વધારો થયો નથી તેમ કહી શકાય.