સોની શખ્સે અન્ય વેપારીઓ સાથે ઠગાઈ કરી ભૂગર્ભમાં ઉતરી ગયો
રાજ્યમાં દીન પ્રતિદિન છેતરપિંડીની અનેક ફરિયાદો પોલીસ ચોપડે નોંધાઈ રહી છે ત્યારે વધુ એક ફરિયાદ સામે આવી છે જેમાં અમદાવાદના એલિસબ્રિજમાં જૈન સોસાયટી સામે વસુંધરા એપાર્ટમેન્ટમાં રહેતા અને દર્પણ જ્વેલટેક નામની સોનાના દાગીનાની પેઢી ધરાવતા શખ્સે રૂા.૫૯.૩૫ લાખના દાગીના રાજકોટના લક્ષ્મીવાડીમાં આવેલા અમૃત ઓર્નામેન્ટનોએ ઓળવી લેતા તેમને ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
અમદાવાદ ખાતે રહેતા વીરલભાઈ મહેન્દ્રભાઈ શાહે પોતાની ફરિયાદમાં આરોપીમાં રાજકોટના દિવ્યેશ આડેસરાનું નામ આપ્યું હતું જેમાં તેને જણાવ્યું હતી કે તે ગુજરાત અને રાજસ્થાન, મહારાષ્ટ્ર ઉપરાંત દિલ્હીમાં સોનાના દાગીના વેચે છે. રાજકોટના વેપારીઓ સાથે પણ ધંધો કરે છે. પાંચેક વર્ષથી દિવ્યેશ સાથે ધંધો કરે છે. જેને તેના શોરૂમના માણસો સોનાના દાગીના બતાવી જતા હતા.
દિવ્યેશતેમાંથી જે દાગીના પસંદ પડે તે રાખી લઈ ૧૫ દિવસમાં તેનું પેમેન્ટ કરી આપતો હતો.ગઈ તા.૯ જાન્યુઆરીના રોજ તેના માણસો હર્ષિલ શાહ અને મનોજ બોડાણા દાગીના બતાવવા માટે દિવ્યેશને મળ્યા હતા. જેણે સોના નવ સેટ બુટ્ટી સાથેના રાખી લીધા હતા. આ દાગીના મળી ગયા બદલ એપ્રુવલ વાઉચર ઉપર સહી પણ કરી આપી હતી. સાથોસાથ એમ પણ કહ્યું હતું કે કાલે સવારે ગ્રાહકને બતાવીને જો દાગીના પસંદ પડશે તો રાખી લેશે. જેનું પેમેન્ટ ૧૫થી ૨૦ દિવસમાં મોકલી આપશે.
જો કે બીજા દિવસે તેના શોરૂમના માણસોએ કોલ કરતા દિવ્યેશે રિસિવ કર્યો ન હતો. તેણે પોતે પણ કોલ કરી ન જોયો હતો. પરંતુ વાત થઈ ન હતી. થોડા સમય બાદ દિવ્યેશનો મોબાઈલ સ્વીચ ઓફ થઈ ગયો હતો. જેથી તેના શોરૂમના માણસો રાજકોટમાં તેની પેઢીએ આવતા ત્યાં હાજર મળ્યો ન હતો.સરનામું મેળવી ઘરે જતા ત્યાં પણ મળ્યો ન હતો. તેના પિતાએ કહ્યું કે મારો દીકરો ક્યાંક જતો રહ્યો છે, હાલમાં ઘરે તમારી જેમ બીજા ઘણા વેપારીઓ પણ ઉઘરાણી કરવા આવે છે. મારા દીકરાએ બીજા પાસેથી પણ સોનાના ઘરેણા લીધા છે. ઘરે આવશે ત્યારે જાણ કરીશ.આજદિવસ સુધી પેમેન્ટની રાહ જોતા હતા. પરંતુ પેમેન્ટ નહીં આવતા અંતે ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.