બાલભવન ઓપન એર થીયેટરમાં અભિષેક મહારાજ, અક્ષયકુમાર સહિતના મહાનુભાવો રહેશે ઉપસ્થિત: વૈષ્ણવોને ઉ5સ્થિત રહેવા હાંકલ
રાજકોટ શહેરમાં ગોસ્વામી અભિષેકલાલજી મહારાજ દ્વારા હોલી કે રસીયા ફુલફાગ મહોત્સવ આવતીકાલે ને શનિવારે ઉજવાય રહ્યો છે તથા સાથે ગોસ્વામી અક્ષયકુમારજી મહારા, દ્વારકેશકુમારજી અને રમણેશકુમારજી પણ ઉ5સ્થિત રહેશે.હોળી ધુળેટી પહેલા 4પ દિવસો ફુલફાગના દિવસો તરીકે ઓળખાય છે અને આ દિવસોમાં ફાગણ સુદ બીજના દિવસે હોલી રસિયા ફુલફાગ મહોત્સવ ઉજવાય છે. જેમાં કિર્તન,, વચનામૃત, અને તે બાદ કેશર સ્નાન પણ યોજાય છે. આ મહોત્સવમાં મોટી સંખ્યામાં વૈષ્ણવ ભાઇઓ-બહેનો ઉ5સ્થિત રહે છે.
તથા શ્રીનાથજીની ઝાંખી, એક અનોખી ભાવવંદના જે વૈષ્ણવોને ખુબ પ્રિય છે સ્વ. ભુપેન્દ્રભાઇ ખખ્ખરને તેમનો જ પોતાનો જ સર્જન કરેલો સત્સંગ ઠાકોરજી પધાર્યા મારે ઘેર જેમાં આઠ સમાના દર્શનની ઝાંખી, ધોળ, પદ, કીર્તન, રાસની રમઝટ કરેલ છે. શ્રીજી પુર્ણીમા સત્સંગ મંડળ દ્વારા સંચાલીત શ્રીનાથજીની ઝાંખીનો આ સત્સંગ સ્વ. ભુપેન્દ્રભાઇ ખખ્ખર અને સ્વ. પ્રકાશ વસંત તેમના મિત્રો દ્વારા આજથી 18 વર્ષ પૂર્વે શરુ કરાયો હતો. અત્યાર સુધી 415 સત્સંગ કોઇપણ જાતની ટીકીટ શો વગર યોજાય ચુકયા છે. નાથદ્વારથી શરુ કરીને દ્વારકા, દિલ્હી, ચંપારણ, મુંબઇ સહીત અનેક સ્થળે આ સત્સઁગ થઇ ચુકયો છે. જેમાં 36 જેટલા આટિસ્ટ દ્વારા ભુજન, કિર્તન ધોળ, પદ, રાસ, મઁગળાથી શયન સુધીના આઠ સમાના દર્શન, ફુલડોલ સહીતની ઝાંખી કરવામાં આવે છે.
વૈષ્ણવો દ્વારા સંચાલીત શ્રીનાથજીના સત્સંગની વધારે માહીતી માટે પ્રમુખ કિશનભાઇ સુરાણી મો. નં. 98250 79876 બુકીંગ માટે ગોપાલભાઇ ગાંધી મો. નં. 84909 33255 નો સંપર્ક કરવો. આજે રાજકોટ હોલી સરીયા મહોત્સવની વિગત આપવા ‘અબતક’ ની મુલાત લીધી આ કાર્યક્રમ માટે પ્રમુખ કિશનભાઇ સુરાણી, મુકેશ પારેખ, મુકેશ જનાણી, કિશોર મોરઝરીયા, કમલેશ લાલ, ગોપાલ ગાંધી, નૈમિ ખખ્ખર, દિપક પટેલ જહેમત ઉઠાવી રહ્યા છે.