લગ્નના 17 વર્ષે જન્મેલા જોડીયા બાળકની સારવાર એક-એક આંખ ગુમાવતા તબીબ સામે દાદ માંગી તી

બન્ને બાળકના ભવિષ્ય માટે 7.50 લાખ લોંગ ટર્મ પ્લાનમાં મુકવા: બે માસમાં વળતર નહી ચુકવે તો 12 ટકા વ્યાજ ચુકવવું પડશે

શહેરમાં રહેતા લોહાણા દંપતિને લગ્નના 17 વર્ષ બાદ અધુરા મહિને જોડીયા બાળકનો જન્મ થયેલો હોવાથી કાચની પેટીમાં રાખ્યો હતો. બાદ બન્ને બાળકોની એક – એક આંખની રોશની કાયમ માટે જતી રહેલી અને બીજી આંખમાં 30 ટકા વિઝન હોવાથી ચાઇલ્ડ સ્પેશ્યાલીસ્ટ સામે વળતર મેળવવા કરેલી ફરીયાદ ગ્રાહક તકરારે નિવારણે મંજુર કરી તબીબે રૂ. 24 લાખ 10 ટકા વ્યાજ સાથે ચુકવવા હુકમ કર્યો છે.

વધુ વિગત મુજબ શહેરમાં રહેતા યોગેશ કોટકના  લગ્નના 17 વર્ષ બાદ 2013માં સંતાન સુખ મળ્યું હતું. જોડિયા બાળકોના જન્મ થયા હતા પણ અધૂરા મહિને જન્મ હોવાથી કાચની પેટીમાં મુકવાની જરૂર પડી હતી. જેથી ડો. પ્રિતેશ પંડ્યાની કલરવ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.દાખલ કરાયા બાદ રજા અપાઈ હતી પણ ઘરે પહોંચ્યા બાદ બાળકોની આંખમાં ખામી જણાતા આંખના ડોક્ટર પાસે લઈ જવાયા હતા જ્યાં નિદાન કરાયું કે બંને બાળકોની એક એક આંખની રોશની ગઈ છે અને બીજી આંખમાં ફક્ત 30 ટકા જ વિઝન છે!

આ મામલે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે બાળકોને કાચની પેટીમાં રાખે એટલે તેમની આંખોમાં અલ્ટ્રા વાયોલેટ લાઈટ ન જાય તે માટે આંખ પર પ્રોટેક્શન રાખવાનું હોય છે તેમજડો. પંડ્યાએ આંખ પર કશું ઢાંક્યું ન હતું તેમજ ઓક્સિજનનું પ્રમાણ વધી જતા નસો ફુલાઈ હતી અને તેથી આંખની કિકી ફાટી ગઈ હતી. જેથી તેમણે ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં ફરિયાદ કરી હતી. આખરે પુરાવાઓના આધારે ડો. પ્રિતેશ પંડ્યાની બેદરકારી સાબિત થતા કમિશનના પ્રિસાઈડિંગ સભ્ય આર. એન. મહેતાએ  બાળક 12 લાખ ગણી કુલ 24 લાખ વળતર ફરિયાદની તારીખથી 10 ટકાના વ્યાજ સાથે ચૂકવવા આદેશ કર્યો છે. આ વળતરમાંથી બંને બાળકોના નામે 7.50 લાખ રૂપિયા બાળકોના ભવિષ્ય માટે લોંગ ટર્મ પ્લાનમાં મુકવાના રહેશે. જો 60 દિવસમાં આ વળતર નહિ અપાય તો  12 ટકા વ્યાજ ચુકવવું પડશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.