‘અબતક’ની મુલાકાત દરમિયાન પત્રકાર ભવનના અધ્યક્ષ નીતાબેન ઉદાણીએ મહોત્સવની આપી વિગતો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એડીસેટ પત્રકારત્વ ભવનને 50 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે પત્રકારકો ભવનના સુવર્ણ જયંતી વર્ષ મહોત્સવ ની ઉજવણી અંતર્ગત તારીખ 26 ને રવિવારે સૌરાષ્ટ્ર હાઈસ્કૂલના સભાખંડમાં વિશ્વ વંદનીય પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અબ તકની મુલાકાતે આવેલા પત્રકાર ભવનના અધ્યક્ષ નીતાબેન ઉદાણી તુષારભાઈ ચંદારાણા હિતેન્દ્રભાઈ રાદડિયા અને તૃપ્તિબેન વ્યાસે આ કાર્યક્રમની વિગતો આપતા જણાવ્યું હતું કે ગુજરાતના પ્રથમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એ.ડી.શેઠ પત્રકારત્વ ભવનને 50 વર્ષ પૂર્ણ થઇ રહયા હોવાથી પૂ.મોરારીબાપુ ના આર્શીવચન સાથે પત્રકારત્વ ભવનનો સુવર્ણજયંતિ મહોત્સવ ભવ્ય કાર્યક્રમ સાથે ઉજવાઇ રહયો છે. જે અંતર્ગત તા.26મી ફેબ્રુઆરીને રવિવારે બપોરે 3.30 કલાકે સૌરાષ્ટ્ર હાઇસ્કુલ સભાખંડ, સૌરાષ્ટ્ર હાઇસ્કુલ ખાતે યોજાશે.

એ.ડી.શેઠ પત્રકારત્વ ભવન સુવર્ણજયંતિ મહોત્સવ કાર્યક્રમમાં મુખ્ય વકતા તરીકે શ્રી કુંદનભાઇ વ્યાસ(સીઇઓ તંત્રી-જન્મભૂમિ જૂથ), વિશેષ વકતા તરીકે શ્રી રાજુલ દવે(વરિષ્ઠ પત્રકાર અને લખક), અતિથિ વિશેષ તરીકે અમૃતલાલ શેઠના સ્વજન સુ પૂર્ણાબેન જતીનભાઈ શેઠ, અધ્યક્ષ સ્થાને ડો.ગિરીશ ભીમાણી (કુલપતિશ્રી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી) સહિતના પત્રકારત્વ જગતના મહાનુભવો ઉપસ્થિત રહેશે.સુવર્ણજયંતી મહોત્સવ કાર્યક્રમ શૃંખલા હેઠળ ઝવેરચંદ મેઘાણીનું પત્રકારત્વ અને લોકસાહિત્ય, ભવનના ભૂતપૂર્વ વિધાર્થીઓનું સ્નેહમિલન, ત્રણ દિવસની ફિલ્મમેકીંગની વર્કશોપ જેવા કાર્યક્રમો યોજાઇ ગયા છે.

ગુજરાતના આ પ્રથમ પત્રકારત્વ ભવનની શરૂઆત 1971માં ફૂલછાબ દૈનિકના સુવર્ણ જયંતિ વર્ષની ઉજવણી નિમિત્તે સૌરાષ્ટ્ર ટ્રસ્ટ દ્વારા જન્મભૂમિ જૂથના સ્થાપક અને વરિષ્ઠ પત્રકાર અમૃતલાલ શેઠની સ્મૃતિને સજીવન રાખવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને પત્રકારત્વનો અભ્યાસક્રમ શરુ કરવા માટે રૂ. 1 લાખનું અનુદાન આપવામાં આવ્યું અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ એ.ડી.શેઠના નામનું પત્રકારત્વ ભવન વર્ષ 1973માં શરુ કરીને 10 બેઠક સાથે પત્રકારત્વનો ડીપ્લોમા અભ્યાસક્રમ શરુ કર્યો.

ગુજરાતમાં પત્રકારત્વ શરુ કરનારી આ પ્રથમ યુનિવર્સિટી હતી અને કોઇ માધ્યમના અનુદાનથી પત્રકારત્વનો અભ્યાસ શરુ થયો હોય એવો આ એકમાત્ર કિસ્સો હતો. ભવનમાં પત્રકારત્વના ડિપ્લોમા પછી બેચલર, પી.જી.ડિપ્લોમા, માસ્ટર, એમ.ફિલ. અને પીએચ.ડી.ના અભ્યાસક્રમો પણ શરુ થયા જેમાંથી હવે પી.જી.ડી.એમ.સી., એમ.જે.એમ.સી. અને પીએચ.ડી.ના અભ્યાસક્રમો ચાલુ છે. અત્યારસુધીમાં ભવનમાંથી 2000 જેટલા પત્રકારોએ પદવી અને 17 જેટલા સંશોધકોએ પીએચ.ડી.ની ડિગ્રી મેળવી છે. એમ.જે.એમ.સીમાં પ્રથમ આવનાર વિધાર્થીને વિક્રમકિશોર બૂચ પારિતોષિક તથા સ્વ.વેલજીભાઇ ગણાત્રા સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવે છે. દર વર્ષે વિવિધ માધ્યમોની મુલાકાત તથા શૈક્ષણિક પ્રવાસનું પણ આયોજન કરવામાં આવે છે.

આજના યુગમાં યુવા વર્ગ માટે પત્રકારત્વ ક્ષેત્રે તકોનો મહાસાગર અને જીવન ઘડતરનું માધ્યમ બન્યું છે: નીતાબેન ઉદાણી

પત્રકાર ભવનના અધ્યક્ષ નીતાબેન ઉદાણીએ અબતકની મુલાકાત દરમિયાન આજના યુગમાં પત્રકારત્વ અંગે યુવા વર્ગને સંદેશો આપતા જણાવ્યું હતું કે આજના ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઇન્ટેલિજન્સીના યુગમાં પત્રકારત્વ યુવા વર્ગ માટે રોજગારીની વિશાળ તકોની સાથે સાથે જીવન ઘડતર માટે મહત્વનું અધ્યાય બની રહ્યો છે. ડોક્ટર અને એન્જિનિયરિંગ જેવા વ્યવસ્થાયીલક્ષીની દોડ વચ્ચે યુવાનો માટે પત્રકારત્વ ક્ષેત્રે વ્યવસાય અને જીવન ઘડતરની તકોનો મહાસાગર સર્જાયો છે.

પત્રકારત્વમાં કારકિર્દીની તકો

  • અખબાર અને સામયિકોમાં રિપોર્ટર, કટાર લેખક, વાર્તાલેખક
  • રેડિયોમાં પત્રકાર, ન્યુઝ રીડર, કાર્યક્રમ નિર્માતા તરીકે
  • ટીવીમાં પત્રકાર ન્યુઝ રીડર, કાર્યક્રમ નિર્માતા કે સંચાલક તરીકે
  • વેબ પત્રકાર તરીકે
  • સિનેમામાં દિગ્દર્શક કલાકાર કે અન્ય વિવિધ વિભાગોમાં
  • માહિતી ખાતું કે અન્ય સંસ્થામાં પી.આર.ઓ. તરીકે
  • વિજ્ઞાનપન ક્ષેત્રે

ભવનની સિધ્ધિઓ

  • વર્ષ 2014માં ડી.એન.એ. દ્વારા એનાયત થયેલો બી-સ્કૂલ લિડરશીપ એવોર્ડ
  • વર્ષ-2022માં લંડનના શોર્ટ ફિલ્મ ફેસ્ટીવલમાં વિદ્યાર્થીઓ દ્વારા નિર્મિત શોર્ટ ફિલ્મ ‘ઓફ ટ્રે’નું નોમિનેશન
  • વર્ષ-2009માં વિદ્યાર્થીઓએ બનાવેલી ‘ભીખારી બન્યા બિઝનેશમેન’ અને ‘ખારવા સમાજનો ન્યાય’ ડોક્યુમેન્ટરીઓને બેંગ્લોર ખાતે ધર્પણ ફિલ્મ ફેસ્ટીવલમાં બેસ્ટ વીડિયોગ્રાફીનો એવોર્ડ અને રૂ.5000નું રોકડ પુરસ્કાર મળ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.