વન-ડે વન વોર્ડ અંતર્ગત વોર્ડ નં. 9 ના વિવિધ વિસ્તારોને સ્વચ્છ બનાવાયા
જામનગર મહાનગરપાલિકા દ્વારા ’વન ડે, વન વોર્ડ’ મિશન અંતર્ગત શહેરના અલગ અલગ વોર્ડ ને સ્વચ્છ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે જામનગર મહાનગર પાલિકાના વોર્ડ નંબર 9 માં એકી સાથે 134 સફાઈ કર્મચારીઓએ સફાઈ અભિયાન હાથ ધર્યું હતું, અને વોર્ડ નંબર 9 ને સાફ સૂથરો બનાવ્યો છે.
જામનગર મહાનગર પાલિકાના કમિશનર વિજય કુમાર ખરાડીની સૂચના અનુસાર અને નાયબ કમિશનર ભાવેશભાઈ જાનીના માર્ગદર્શન મુજબ તેમજ સોલીડ વેસ્ટ વિભાગના કાર્યપાલક ઇજનેર મુકેશભાઈ વરણવાના પ્લાનિંગ મુજબ સમગ્ર શહેરને સ્વચ્છ સુંદર રાખવા માટે વન-ડે વન વોર્ડ સફાઈ ઝુંબેશ જામનગર મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી રહી છે, જે અંતર્ગત વોર્ડ નંબર 9 માં આવતા તમામ વિસ્તારોમાં સફાઈ કામગીરી કરવામાં આવી હતી.
જામનગર મહાનગર પાલિકા દ્વારા વન ડે વન વોર્ડ ની કામગીરી અંતર્ગત વોર્ડ નંબર 9 માં 134 સફાઈ કર્મચારીઓએ સાથે મળી વોર્ડ નંબર 9 ના વિસ્તારો, દીપક ટોકીઝ, ચાંદી બજાર, ભંગાર બજાર, ગૌરવ પથ, લીમડા લાઈન, મકરાણી પરા , દરબારગઢ સહિતના વિસ્તારોમાં સફાઈ કામગીરી કરી તમામ વિસ્તારોને સ્વચ્છ સુંદર બનાવ્યા હતા, અને ડી.ડી.ટી. પાવડર નો છંટકાવ કર્યો હતો, આ કામગીરીમાં 1 જેસીબી અને 2 ટ્રેક્ટર ની મદદ લઈને સમગ્ર વોર્ડ ને સ્વચ્છ બનાવ્યો હતો.