નારાયણ વાડી પાસે વહેલી સવારે સર્જાયો ગમખ્વાર અકસ્માત: એક બાળકની હાલત ગંભીર
સંબંધીને લગ્ન પ્રસંગમાં જતા નાયર પરિવારના દંપત્તી સહિત પાંચ કાળનો કોળીયો બનતા અરેરાટી
વડદોરાના પાદરા રોડ પર વહેલી સવારે ઓટો રિક્ષા અને કાર અથડાતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા નાયર પરિવારના ત્રણ બાળકો અને તેના માતા-પિતાના ઘટના સ્થળે જ કમકમટી ભર્યા મોત નીપજ્યા જતા છે. સંબંધીને ત્યાં લગ્ન પ્રસંગમાં જઇ રહેલા પરિવારની પાંચ વ્યક્તિ માર્ગ અકસ્માતમાં કાળનો કોળી બની જતા અરેરાટી સાથે ગમગીની છવાઇ ગઇ છે.
ગમખ્વાર અકસ્માતમાં એક બાળક ઘવાતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો છે. અકસ્માતના બનાવની જાણ પોલીસને થતા ઘટના સ્થળે પહોચી તપાસ હાથધરી છે.
વિગતો મુજબ વડોદરાના અટલાદરા-પાદરા રોડ પર નારાયણ વાડી પાસે આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત થયો હતો. રિક્ષા અને કાર વચ્ચે થયેલા અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે.આ ગમખ્વાર અકસ્માતની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ભયંકર અક્સ્માતમાં એક જ પરિવારના 3 લોકોના મોત ઘટનાસ્થળે જ થયા હતા. જ્યારે 2ના મોત હોસ્પિટલમાં સારવાર દરમિયાન થયા છે. આ તમામના મૃતદેહોને સયાજી હોસ્પિટલ ખસેડાયા હતા. તમામ લોકો વડોદરાના પાદરાના લોલા તાલુકાના છે. હાલ આર્યન અરવિંદ નાયક (8 વર્ષ) ઇજાગ્રસ્ત બાળક સારવાર હેઠળ છે. આ અકસ્માતને કારણે રીક્ષાને ભારે નુકશાન થયું હતું. આ ઘટનાને કારણે સ્થાનિક લોકો પણ એકઠા થઈ ગયા હતા.
તમામ મૃતકો પાદરાના લોલા ગામના હોવાનું બહાર આવ્યું
પરિવાર રીક્ષામાં સવારે લગ્ન પ્રસંગમાં હાજરી આપી વડોદરાથી પાદરા તરફ પરત ફરી રહ્યો હતો. ત્યારે જીજે 15 સી.એલ 3177 નંબરની કાર પાદરા તરફથી આવી રહી હતી. અને કાર સાથે રિક્ષા અથડાતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો.
ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા લુણાવાડા તાલુકાના ગડા ગામથી સાત તળાવ ગામે લગ્નની પાઘડી લઈને ટેમ્પોમાં જતા જાનૈયાઓને ગોઝારો અકસ્માત નડ્યો હતો. જેમાં
છ થી વધુમાં ઘટના સ્થળે મોત નીપજ્યા હતા.તેમજ 35 ઇજાગ્રસ્તોને સારવાર અર્થે લુણાવાડાની જનરલ હોસ્પિટલ સહિત અલગ અલગ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે.
મૃતકોના નામ
- અરવિંદ પૂનમ નાયક (28 વર્ષ)
- કાજલ અરવિંદ નાયક (25 વર્ષ)
- શિવાની અલ્પેશ નાયક (12 વર્ષ)
- ગણેશ અરવિંદ નાયક (5 વર્ષ)
- દ્રષ્ટિ અરવિંદ નાયક (6 વર્ષ)