ડ્રાય આંખો અથવા આંખ સંબંધી બીજી સમસ્યાઓ સામે લડી રહેલા લોકો આ વાત બરોબર જાણે છે કે આંખોમાં આઇ ડ્રોપ નાંખવા સરળ વાત નથી પરંતુ આ એક આર્ટ છે. સામાન્ય રીતે આઇ ડ્રોપ નાંખતી વખતે વધારે પડતું લિક્વિડ નિકળી જાય છે જે આંકોમાં ઓછું જાય છે અને મોઢા પર વધારે ફેલાય છે. પરંતુ વધારે પડતા આઇ ડ્રોપનો ઉપયોગ કરનાર લોકો આ વાતને નહીં જાણતા હોય કે આઇ ડ્રોપ બોટલને એવી રીતે ડિઝાઇન કરવામાં આવે છે એમાંથી નિકળતું લિક્વિડ બરબાદ થાય.
એક રિપોર્ટ અનુસાર આઇ ડ્રોપ આપણી આંખોમાંથી ઓવરફ્લો થવા લાગે છે કારણ કે ડ્રોપની સાઇઝ મોટી હોવાને કારણે માણસની આંખો એક વખતમાં જેટલી દવા સંભાળી શકે છે એનાથી વધારે દવા આંખોમાં પહોંચી જાય છે. પરિણામ દવા બરબાદ થાય છે અને ઓવરફ્લો થઇને ચહેરા પર ફેલાય છે. હકીકતમાં દવાની કંપનીઓ જાણી જોઇને ડ્રોપ મોટા બનાવે છે કારણ કે દવા બરબાદ થાય અને દર્દીઓ પોતાની જરૂરીયાત કરતાં વધારે દવા ખરીદે.
ફાઇઝર મેમો 2011 પ્રમાણે વ્યક્તિની આંખો 7ul દવાને સૂકવી શકે છે. 2006 ના એક અભ્યાસમાં એ વાત સામે આવી હતી કે આંખો માટે મેડિસિન ડ્રોપની સાચી સાઇઝ 15ul હોવી જોઇએ. હકીકતમાં આઇડ્રોપની સાઇઝ 25ul થી 56ul સુધી હોય છે.