ભારે હિમવર્ષાના લીધે જન જીવન અસ્ત-વ્યસ્ત : લાખો ઘરોમાં વીજ પુરવઠો ખોરવાયો
અમેરિકાના કેલિફોર્નિયાથી માંડી દક્ષિણ અને પૂર્વીય અમેરિકામાં ભારે બરફના તોફાનોએ જન જીવન અસ્ત વ્યસ્ત કરી નાખ્યાના અહેવાલ મળી રહ્યા છે. અમેરિકાના આ વિસ્તારોમાં હજારો ફ્લાઇટ્સ રદ્દ કરી દેવામાં આવી છે. કરોડો લોકો બરફના તોફાનમાં ફસાઈ ગયાના અહેવાલ મળી રહ્યા છે. અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ જતા લાખો પરિવારો હાલ વીજળી વગરના થઈ ગયા છે.
ઉત્તર અમેરિકામાં ઠંડા પવનોને કારણે શાળાઓ અને ઓફિસો બંધ રાખવામાં આવી હતી. આ સિવાય ઘણા ચર્ચ પણ બંધ રાખવામાં આવ્યા હતા. વ્યોમિંગમાં વાહનવ્યવહાર વિભાગે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું કે રાજ્યના મોટાભાગના દક્ષિણ ભાગમાં રસ્તાઓ ગંભીર રીતે પ્રભાવિત થયા છે.
અમેરિકાના ૨૯ રાજ્યોમાં તીવ્ર ઠંડીએ હાહાકાર મચાવી દીધો છે. ગુરુવારે ઠંડીના વાતાવરણમાં બર્ફીલા રસ્તાઓને કારણે અનેક વિસ્તારોમાં ગાડીઓ ફસાઈ ગઈ હતી. સાથે જ વીજ પુરવઠો ખોરવાઈ જવાના હજારો કિસ્સાઓ સામે આવ્યા છે. ) આ ઉપરાંત, કેલિફોર્નિયાથી ૧૬૦) થી વધુ ફ્લાઇટ્સ ઠંડી અને બરફના કારણે રદ કરવામાં આવી હતી.
હવામાનશાસ્ત્રીઓએ સિએરા નેવાડા પ્રદેશમાં ૩ થી ૫ ફૂટ હિમવર્ષાની આગાહી કરી છે. પેસિફિક કોસ્ટ સાથેના પ્રદેશમાં પણ હિમવર્ષાની અપેક્ષા છે. અમેરિકાના બે ડઝનથી વધુ રાજ્યોમાં ૬૫ મિલિયનથી વધુ લોકોને ગંભીર હવામાન માટે એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. શાળાઓ અને કચેરીઓ પણ બંધ કરી દેવામાં આવી છે.
ઉત્તર અમેરિકામાં ઠંડા પવનોને કારણે શાળાઓ અને ઓફિસો બંધ રાખવામાં આવી હતી. આ ઉપરાંત ઘણા ચર્ચ પણ બંધ રાખવામાં આવ્યા હતા. વ્યોમિંગમાં, રાજ્યના વાહનવ્યવહાર વિભાગે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું કે રાજ્યના મોટાભાગના દક્ષિણ ભાગમાં રસ્તાઓ ગંભીર રીતે પ્રભાવિત થયા છે.
પાવર આઉટેજના અહેવાલ મુજબ મિશિગનમાં ૬.૮૧ લાખથી વધુ પરિવારો વીજ પુરવઠ વગરના થઈ ગયા છે. તે જ સમયે ઇલિનોઇસમાં તેની સંખ્યા ૮૪ હજારથી વધુ છે. આ ઉપરાંત, કેલિફોર્નિયામાં લગભગ ૪૨ હજાર ઘરો અને ન્યૂ યોર્ક સ્ટેટમાં લગભગ ૩૨ હજાર ઘરો વીજળી વગરના હતા.