લઘુ અને મધ્યમ ઉદ્યોગો દ્વારા આશરે 6,000થી વધુ વસ્તુઓ બની રહી છે: રાજકોટના આંગણે એમએસએમઈ કોન્કલેવનું કાલે જાજરમાન આયોજન: નેવી, એરફોર્સના અધિકારીઓ રહેશે ઉપસ્થિત
- રાજકોટમાં યોજાઇ રહેલા એમએસએમઈ કોન્ટ્લેવમાં સરકારની અનેક સંસ્થાઓ સહભાગી બનશે
- લઘુ અને મધ્યમ ઉદ્યોગો ને લગતી અને સરકાર દ્વારા અપાતી વિવિધ સહાય અંગે પણ માર્ગદર્શન આપવામાં આવશે
- ગુણવત્તા યુક્ત ચીજ વસ્તુઓ બનાવવા માટે ઉદ્યોગકારોને પ્રોત્સાહિત કરાશે
- ગુજરાતમાં લઘુ અને મધ્યમ ઉદ્યોગો ની સંખ્યામાં દિનપ્રતિદિન અને ઉતરોતર વધારો થાય તે માટે સરકાર કાર્યશીલ.
- એમએસએમઈ કોનકલેવમાં 20 થી વધુ સ્ટોલનું કરાયું આયોજન સરકારની વિવિધ સંસ્થાઓને કયા પ્રકારની ચીજ વસ્તુઓની જરૂરિયાત છે તે અંગેની યાદી આપવમાં આવશે.
કોઈપણ ઉદ્યોગના વિકાસ માટે લઘુ અને મધ્યમ ઉદ્યોગો અત્યંત કારણભૂત સાબિત થતા હોય છે આપણે એમ કહી શકીએ કે ઉદ્યોગની કરોડરજ્જુ છે લઘુ અને મધ્યમ ઉદ્યોગો. આ વાતની ગંભીરતાને ધ્યાને લઈ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પણ લઘુ ઉદ્યોગોને બેઠા કરવા માટે અનેકવિધ યોજનાઓની અમલવારી શરૂ કરી છે. સરકાર પણ માને છે કે, લોકોને જો વિકસિત કરવો હોય તો દેશના જે નાના ઉદ્યોગો છે તેને ઓર્ગેનાઇઝડ સેક્ટરમાં લાવવા ખૂબ જ જરૂરી છે. હાલ આ ઉદ્યોગમાં ઘણું સાહસ છુપાયેલું છે પરંતુ આ ઉદ્યોગ અન-ઓર્ગેનાઈઝ્ડ હોવાના કારણે જે વેગ મળવો જોઈએ તે મળી શક્યો નથી. એ વાતને ધ્યાને લઈ સરકાર દ્વારા સમગ્ર દેશભરમાં વિવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે અને આ ક્ષેત્ર સાથે જોડાયેલા ઉદ્યોગકારોને પણ વિવિધ યોજનાઓ અંગે માહિતગાર કરવામાં આવે છે. રાજકોટના આંગણે લઘુ અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા એમએસએમીઇ કોનકલેવનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કોન્કલેવ મુખ્યત્વે ડિફેન્સ અને એરોસ્પેસ ક્ષેત્ર સાથેનો છે ત્યારે આ કાર્યક્રમમાં 20 જેટલા સ્ટોલ પણ રાખવામાં આવ્યા છે જેમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ, ઇન્ડિયન નેવી, ઇન્ડિયન એરફોર્સ સહિત અનેક કંપનીઓ સહભાગી થશે એટલું જ નહીં મુંબઈથી એક નાના ઉદ્યોગ સાહસિક ને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે કે જેની પ્રોડક્ટ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના 16 દેશોમાં તેનો નિકાસ થઈ રહ્યો છે. સરકાર અને લઘુ અને મધ્યમ ઉદ્યોગોનું માનવું છે કે કેન્દ્ર સરકાર દ્વારા જે અમૃતકાળ બજેટ રજૂ કરવામાં આવ્યું અને તેમાં પણ જ્યારે લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે જે યોજનાઓ અને જે ફાળવણી કરવામાં આવી છે તેનાથી આ ઉદ્યોગને ઘણો બુસ્ટર ડોઝ મળશે અને નવા આયામો પણ સર કરશે.
ભારત આગામી વર્ષ 2025 સુધીમાં પાંચ ટ્રિલિયન ડોલર ઈકોનોમિને પહોંચવાનો જે લક્ષ્યાંક નિર્ધારીત કર્યો છે તેમાં લઘુ અને મધ્યમ ઉધોગો અત્યંત મહત્વપૂર્ણ ભાગ ભજવશે ત્યારે રાજકોટ ખાતે જે એમએસએમઈ કોન્કલેવનું જે આયોજન થવા જઈ રહ્યું છે સ્વપ્નને ચરિતાર્થ કરવામાં પણ મદદરૂપ સાબિત થશે.
નિકાસ ક્ષેત્રે લઘુ અને મધ્યમ ઉદ્યોગોનો 45 ટકા જેટલો ફાળો: વિકાસ ગુપ્તા
કેન્દ્રિય એમએસએમઇ મંત્રાલયના ડેવલોપમેન્ટ અને ફેસીલીટેશન અધિકારી અને ગુજરાતના જોઈન્ટ ડાયરેક્ટર વિકાસ ગુપ્તાએ અબતક સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે 9,000 કરોડ રૂપિયા ફાળવ્યા છે એટલું જ નહીં જ્યારે ભારત નિકાસ તરફ હરણફાળ ભરી રહ્યું છે તેમાં પણ લઘુ અને મધ્યમ ઉદ્યોગો 45 ટકા જેટલો નિકાસ કરે છે અને 12.5 કરોડની રોજગારી પણ આપી રહ્યું છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ગુજરાતમાં 10 લાખ જેટલા લઘુ અને મધ્યમ ઉદ્યોગો આવેલા છે જેને ઝડપભેર વિકસિત બનાવવા અને બેઠા કરવા માટે સરકારની એમએસએમઇ લગતી યોજનાઓ અત્યંત કારગત નીવડશે. જ નહીં સરકારે આ ઉદ્યોગ સાથે જોડાયેલા ઉદ્યમી ઉદ્યોગકારોને એ વાતની પણ છૂટ આપી છે કે જેમની પાસે જીએસટી નંબર નહીં હોય તે પણ એમએસએમઇના ઉદ્યમમાં પોતાના ઉદ્યોગની નોંધણી કરાવી શકશે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ભારતનું લઘુ અને મધ્યમ ઉદ્યોગ વૈશ્વિક રીતે સ્વીકૃત થયેલો છે કારણ કે ભારત ગુણવત્તા આધીન ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરી તેનું નિકાસ કરે છે.
રાજકોટના આંગણે યોજાઈ રહેલો એમએસએમઇ કોન્કલેવ ઉદ્યોગકારો માટે આશિર્વાદરૂપ નિવડશે : પી.એન.સોલંકી
કેન્દ્રીય લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય ગુજરાતના ડેપ્યુટી ડાયરેક્ટર પી.એન સોલંકીએ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ભારત હાલ આત્મનિર્ભર બનવા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે ડિફેન્સ અને એરોસ્પેસ ક્ષેત્રે ખૂબ ઉજળા સંજોગો ઉભા થયા છે જેમાં ભારતનું લઘુ અને મધ્યમ ઉદ્યોગ અત્યંત નિવડશે એટલું જ નહીં સરકારે પબ્લિક પ્રોક્યોરમેન્ટ હેઠળ એ અંગે પણ નિર્ણય લીધેલો છે કે એમએસએમઇની દ્વારા જે પણ ચીજ વસ્તુઓ બનાવવામાં આવી રહી હોય તેમાંથી વિભાગ 25 ટકા જેટલી ખરીદી કરે. બીજી તરફ જે રીતે ચાઇના પરનો જે અભિશવાદ વિશ્વમાં જોવા મળી રહ્યો છે તેનો પણ ફાયદો સીધો જ ભારતીય ઉદ્યોગકારોને મળશે કારણકે અહીંના ઉદ્યમી લોકોની ગ્રહણ શક્તિ અનોખી છે અને તેઓ ઓછા ખર્ચમાં પણ ગુણવત્તા યોગ ચીજ વસ્તુઓ બનાવવા માટે સક્ષમ છે.