બમ્પર ઉત્પાદનની આશા વચ્ચે ભાવ તુટે તેવી આશંકાથી જગતના તાત ચિંતામાં
સાબરકાંઠામાં બટેટાના બમ્પર વાવેતર અને ઉત્5ાદન વધે તો ભાવ ઘટાડવાની આશંકાને પગલે ખેડુતોએ બટેટાના ટેકાના ભાવની માંગ કરી છે.
સાબરકાંઠા જીલ્લામાં આ વખતે બટાકાનુ 24661 હેક્ટર વિસ્તારમાં વાવેતર કરવામાં આવ્યુ છે ખાસ કરીને કોન્ટ્રાક્ટ પદ્ધતિ ખેડુતોએ અગાઉ જ નક્કિ કરેલ ભાવ પ્રમાણે વાવેતર કરેલ છે પરંતુ ગત સાલ ની વાત કરીએ તો વેપારીઓ 210 રૂપિયા પ્રમાણે ખેડુતો ને ભાવ આપ્યા હતા પરંતુ આ વખતે તો ગત સાલની સરખામણીએ પણ ભાવ મળે તેમ નથી કારણ કે આ વખતે વેપારીઓ ખેડુતો પાસે ખરીદી તો કરે છે પણ ભાવ હજુ નક્કિ કર્યા નથી અને જેને લઈને ખેડુતોની હાલત હાલ તો કફોડી બની છે વાત કરીએ ગાંધીપુરા કંપાની તો અહિ 1200 વિધામાં માત્ર બટાકાનુ જ વાવેતર કરેલ છે અને ખેડુતો ની પરિસ્થિતિ હાલ કફોડી છે
ગત સાલની સરખામણીએ આ વખતે ખાતર, બીયારણ,દવાઓ અને મજુરી સહિતના ભાવ બમણા થયા છે તો આ વખતે બટાકાના ભાવમાં વધારો થવો જ જોઈએ આમ તો પહેલા વેપારીઓ સામેથી ખેડુતો પાસેથી બટાકા ખરીદતા હતા પરંતુ આ વખતે તો ખેડુતો પાસે કોઈ બટાકા લેવા પહોચ્યા નથી અને જેને લઈને ખેડુતો અનામત રીતે વેપારીઓની બોલી પ્રમાણે પાક વેચી રહ્યા છે અને આમાં પણ કોઈ ભાવ નુ કંઈ નક્કિ જ નથી એટલે આ વખતે ગત સાલની સરખામણીએ પણ ભાવ મળે તેમ નથી જો સરકાર અન્ય પાકની ખરીદી ટેકાના ભાવે કરે છે તેમ બટાકાની ખરીદી પણ કરે તો ચોક્કસ ખેડુતો ને ફાયદો થાય તેમ છે.