હથીયારધારક કાકા અને ભત્રીજા વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી
ગોંડલના ભગવતપરા ખાતે રહેતા યુવાને કાકાની બાર બોરની બંદૂક સાથે સોશિયલ મીડિયામાં ફોટો અપલોડ કર્યો હોય પોલીસે ગુનો નોંધી કાકા ભત્રીજા વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ શહેરના ભગવતપરા ખાતે રહેતા દેવા બચુભાઈ ગોહિલ નામના યુવાને પોતાના શેમડા ગામે રહેતા કૌટુંબીક કાકા ભગાભાઈ દેવાભાઈ પડાસારીયા ની લાઇસન્સ પરવાના વાળી 12 બોરની બંદૂક સાથે સોશિયલ મીડિયામાં ફોટો અપલોડ કર્યો હોય જે એસઓજી શાખાને ઘ્યાને આવતા પોલીસે સમાજમાં ભય ઊભો કરવાના ઇરાદે પોતાના શોખ ખાતર 12 બોરના ફોટો સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો હોવાનું લાગતા અને લાયસન્સ નાં સરત ભંગ નું જણાતા આર્મસ એક્ટ કલમ 29 , 30 મુજબ ગુનો નથી બંને કાકા ભત્રીજા વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી