પ્રિકોશન ઇઝ બેટર ધેન ક્યોર
આપણે સૌ કેન્સરના લક્ષણોથી સજાગ છીએ. સામાન્ય રીતે કેન્સરના બે પ્રકાર હોય છે. સોલિડ અને બ્લડ કેન્સર. વ્યક્તિને જે પ્રકારના કેન્સર થયા હોય તેવા સંકેતો દર્દીનું શરીર આપતુ હોય છે કેન્સરના ઘણા લક્ષ્ણો છે જેમાંનું એક લક્ષણ દર્દીને તાવ આવવવાનું પણ છે. પણ દરેક વખતે તાવ આવવો એટલે શું એ કેન્સરનું જ લક્ષણ ગણાય? તાવ આવવો એ કેન્સરનું ઘાતક લક્ષણ છે કે સામન્ય અને શું તેનાથી શરીરના અન્ય ભાગોમાં કેન્સર ફેલાય છે ખરું?
બ્લડ કેન્સર શું છે?
આપણા શરીરમાં ત્રણ પ્રકારના કણો હોય છે – રક્ત કણો, શ્વેત કણો અને ત્રાક કણો. જયારે શરીરમાં કણોનું કોઈ કારણથી તેમાં અનિયંત્રણ થઈ જાય છે અને લોહીના કોષો વધારે પ્રમાણમાં બનવા લાગે અને શરીરમાં અમુક પ્રકારના ફેરફાર થાય છે ત્યારે તે બ્લડ કેન્સરનું સ્વરૂપ ધારણ કરે છે.
આપણા શરીરમાં કણો શું ભાગ ભજવે છે?
1) રક્ત કણો શરીરના બધા જ અવયવોને ઑક્સિજન પુરુ પાડે છે.
2) શ્વેતકણો શરીરમાં કોઈપણ પ્રકારનું ઇન્ફેક્શનના થાય તે માટે રક્ષણ પુરુ પાડે છે.
3) ત્રાક કણો ખાસ આપણા શરીર માંથી બ્લિડિંગ ન થાય તેનું ધ્યાન રાખે છે એટલે કે રક્તસ્ત્રાવ અટકાવવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે.
આપણા શરીરના કયા ભાગમાં લોહીના કેન્સર થઈ શકે?
જયારે લોહીના કેન્સરમાં લ્યુકેમિયા પ્રકારનો કેન્સર હોય તો શરીરના દરેક ભાગમાં લોહીનું પરિભ્રમણ થતુ હોય છે જેથી કરીને શરીરના કોઈ પણ અંગમાં લોહીના કેન્સર થઈ શકે પરંતુ લોહીની ગાંઠના કેન્સર એટલે કે લીમ્ફનોટ ની ગાંઠ ગળા, બગલ અને છાતીમાં તેમજ પેટમાં જોવા મળે છે.જ્યારે મલ્ટીપલ માઈલોમાં લોહીના કેન્સરના પ્રકારમાં હાડકાને નબળા કરે છે જેથી હાડકામાં દુખાવો કે ફ્રેકચર પણ થઈ શકે તેમજ કિડનીને સંલગ્ન સમસ્યાઓ સર્જાય શકે.
ટિસ્યુ ડાયાગ્નોસિસ શું છે?
જયારે શરીરના કોઈ ભાગમાં કેન્સર થયુ હોય ત્યારે શરીરના જે ભાગનુ અને લોહીના કેન્સરમાં લોહીના સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવે છે.કે જેમાં શરીરમાં કેન્સરના કોષોની ઓળખ કરવામાં આવે છે.
તાવ કોઈ બીમારી નહી, શરીર માટે ડિફેન્સ મેકેનીઝમ છે: ડૉ કેતન કાલેરીયા (રેડીયેશન ઓનકોલોજિસ્ટ -સ્ટર્લિંગ હોસ્પિટલ)
સ્ટર્લિંગ હોસ્પિટલના રેડીયેશન ઓનકોલોજિસ્ટ ડૉ કેતન કાલેરીયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે
તાવ એ કોઈ બીમારી પણ શરીરનું ડિફેન્સ મિકેનીઝમ છે જો શરીરમાં કોઈ પ્રજીવો, બેક્ટેરિયા, કે વાઇરસનું આક્રમણ થાય ત્યારે શરીર પોતાનું તાપમાન વધારે છે જેને આપણે તાવ કહીએ છીએ. શરીર એવું વિચારે છે કે શરીર નું જો તાપમાન વધારવામાં આવે તો શરીર માં રહેલા વાઇરસ કે બેક્ટેરિયા નાશ પામે છે આમ તાવ શરીર નું રક્ષણ કરે છે. તાવ એવો સંકેત આપે છે કે શરીરમાં કંઇક અજુગતું થઈ રહ્યુ છે જેમકે ઇન્ફેક્શન, કે કેન્સર નો ફેલાવો. પરંતુ સામન્ય તાવથી તુરંત જ કોઈ બીમારીના લક્ષણો દર્શાવતું નથી.
લોહીના કેન્સરને કારણે હાડકા નબળા પડે કે ફ્રેકચર પણ થઇ શકે:ડૉ નિસર્ગ ઠક્કર (હિમેટોઓન્કોલોજિસ્ટ -વોકહાર્ટ હોસ્પિટલ)
વોકહાર્ટ હોસ્પિટલના હિમેટોઓન્કોલોજિસ્ટ નિસર્ગ ઠક્કરે અબતક સાથે વાતચીત કરતા જણાવ્યુ હતુ કે લોહીના કેન્સરના મુખ્ય ત્રણ પ્રકાર છે. લ્યુકેમિયા, ( એક્યુટ અને ક્રોનિક) લીમ્ફોમા( હાઈ ગ્રેડ અને લો ગ્રેડ અને મલ્ટીપલ માઈલોમાં. બ્લડ કેન્સરના પ્રકારને આધારે દર્દીનું પરીક્ષણ કરવામાં આવે છે. જેનાં માટે બાયોપ્સી એટલે કે હાડકાની તપાસ તેમજ લોહીના રિપોર્ટ કરવામાં આવે છે. લોહીના કેન્સર માં દર્દીના શરીરમાં હિમોગ્લોબિન ઘટી જાય છે જેથી થાક લાગવો, ચક્કર આવવા, શ્વાસ ચઢવો વગેરે લક્ષણો જોવા મળે છે. તેમજ વારંવાર ઇન્ફેક્શન થવાથી ન્યૂમોનિયા, ડાયીરીયા અને રક્ત સ્ત્રાવ વગેરે જેવી સમસ્યા સર્જાય શકે છે
સોલિડ કેન્સર જો શરીરમાં ખૂબ જ પ્રસરી ગયુ હોય તો તાવ આવે છે: ડૉ અમિત જેતાણી(મેડીકલ ઓન્કોલોજિસ્ટ-સેન્ચ્યુરી હોસ્પિટલ)
સેન્ચ્યુરી હોસ્પિટલના મેડીકલ ઓન્કોલોજિસ્ટ ડૉ અમિત જેતાણી એ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યુ હતુ કે શરીરમાં ચાઠા આવવા, હિમોગ્લોબિન ઘટવું, લોહીની ગાંઠો કે હાડકામાં દુઃખવો થવો ,તાવ આવવો વગેરે લોહીના કેન્સરના કારણો છે. લોહીના કેન્સરમાં સામન્ય રીતે તાવ જોવા મળે છે જ્યારે સોલીડ કેન્સર જો શરીરના ભાગોમાં ફેલાયેલું હોય તો તાવ આવે છે આ સિવાય બ્લડ સેલ્સ નું પ્રમાણ ઓછું હોય તો પણ તાવ આવે છે.
કેન્સરના તાવ એ સારવાર દરમ્યાનની આડઅસર પણ હોઈ શકે: ડૉ મનોહર ચાઈ ( જી. ટી. શેઠ કેન્સર હોસ્પિટલ)
મેડીકલ ઓનકોલોજિસ્ટ ડૉ મનોહર ચાઈએ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યુ હતુ કે તેઓ છેલ્લા 20 વર્ષથી જી . ટી. શેઠ કેન્સર હોસ્પિટલમાં સેવા આપી રહ્યા છે જેમાં તેણે 8 થી 10 હજાર જેટલા દર્દીઓને કિમો થેરાપી આપી છે.આ દરમ્યાન એવી ઘટના બને છે કે દર્દીને તાવ આવી જાય છે. મોટાભાગે તાવ આવવાનુ મુખ્ય કારણ કેન્સરની સારવારથી જો આડ અસર થતી હોય એ છે. કેન્સરની સારવાર દરમિયાન કીમો થેરાપી, રેડિયો થેરાપી અને સર્જરી દરમિયાન શરીરમાં શ્વેતકણો ઘટી જતા હોતા હોય છે જેથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ ઓછી થઈ જાય છે તેમજ શરીરમાં ઇન્ફેક્શન પણ થાય છે.