ભારતીય વિશ્વવિદ્યાલય સંઘ નવી દિલ્હી દ્વારા આયોજીત કુલપતિઓની મિટિંગમાં ઉપસ્થિત રહી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફે. ગિરીશભાઈ ભીમાણીએ ઇનોવેટિવ એસેસમેન્ટ મેથડ એન્ડ કેપેસીટી બિલ્ડીંગ ઓફ ફેકલ્ટી વિષય પર વ્યાખ્યાન આપ્યું
ભારતીય વિશ્વવિદ્યાલય સંઘ (એસોસિએશન ઓફ ઈન્ડિયન યુનિવર્સિટીઝ – AIU), નવી દિલ્હી એ ભારત સરકારશ્રીની સંસ્થા છે. આ સંસ્થામાં કુલ 913 યુનિવર્સિટીઓ જોડાએલ છે જેમાં સમગ્ર ભારતની યુનિવર્સિટીઓ તથા વિશ્વની 15 જેટલી યુનિવર્સિટીઓ સામેલ છે.ભારતીય વિશ્વવિદ્યાલય સંઘ (એસોસિએશન ઓફ ઈન્ડિયન યુનિવર્સિટીઝ – AIU), નવી દિલ્હી દ્વારા આયોજીત “નું તા. 21-22 ફેબ્રુઆરીના રોજ “”Evaluation Reforms for Transformative Higher Education”થીમ પર ડો. બાબાસાહેબ આંબેડકર મરાઠાવાળા યુનિવર્સિટી, ઔરંગાબાદ ખાતે આયોજન કરવામાં આવેલ છે. મીટમાં ઇનોવેટિવ એસેસમેન્ટ મેથડ એન્ડ કેપેસીટી બિલ્ડીંગ ઓફ ફેકલ્ટી જેવા વિષયોની સબ-થીમ પર ચર્ચા વિચારણા કરવામાં આવશે.
આ બે દિવસીય વેસ્ટ ઝોન મીટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફે. ગિરીશભાઈ ભીમાણી ઉપસ્થિત રહ્યા હતા.ભારતીય વિશ્વવિદ્યાલય સંઘ, નવી દિલ્હીના જનરલ સેક્રેટરી દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફે. ગિરીશભાઈ ભીમાણી આ મીટમાં સ્પીકર તરીકે વકતવ્ય આપવા માટે આમંત્રણ આપવામાં આવેલ હતું.સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનનીય કુલપતિ પ્રોફે. ગિરીશભાઈ ભીમાણી સાહેબે ઇનોવેટિવ એસેસમેન્ટ મેથડ એન્ડ કેપેસીટી બિલ્ડીંગ ઓફ ફેકલ્ટી વિષય પર વ્યાખ્યાન આપ્યું હતું.ગિરીશભાઈ ભીમાણીએ જણાવ્યું હતું કે રીસર્ચ એ દરેક શિક્ષક માટે મહત્વનું પરિબળ છે. રાષ્ટ્રીય શિક્ષા નીતિ-2020 થી નવા ભારતનું નિર્માણ થશે.
અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ નવી ટેકનોલોજી સાથે મિલાપ કરવો જોઈએ. અધ્યાપકો અને વિદ્યાર્થીઓ માટે તાલીમ વર્ગોનું આયોજન થવું જરુરી છે. વધુમાં જણાવ્યું હતું કે આજના સમયમાં ઓનલાઈન પરીક્ષા લેવાની દિશામાં આગળ વધવું જોઈએ. આજના સમયમાં સેલ્ફ લર્નિંગ, નોલેજ એ પાયાની આવશ્યકતા છે. વિદ્યાર્થીઓએ સેલ્ફ એસેસમેન્ટ કરવું જરુરી છે. આ મીટમાં સમગ્ર ભારતભરની વેસ્ટ ઝોનની યુનિવર્સિટીઓના 40 થી વધુ કુલપતિઓએ મીટમાં ભાગ લીધેલ છે.સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માટે આ ખુબ ગૌરવની બાબત છે.