હાલ લગ્નની સીઝન ચાલી રહી છે. કોઈ પણ દીકરીના લગ્નમાં પિતાની એક જ ઈચ્છા હોય છે કે તેણી લડાક્વાઈના લગ્ન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ જાય ત્યારે અમુક સગા-વ્હાલાઓ લગ્નમાં દારૂ પીને આવતા હોય છે ત્યારે એક દીકરીના પિતાએ એક અનોખો પ્રયાસ શરુ કર્યો જેમાં કોઈએ દારૂ પીને આવવું નહિ તેવું છપાવવામાં આવ્યું હતું. આ કંકોત્રી હાલ સો.મીડિયામાં વાયરલ થઈ રહી છે.
આપણે ઘણી વખત ઘરના લોકો સાથે મથામણ કરતા હોઈ કે કંકોત્રીમાં શું છપાવવું, ટહુકો કેવો હશે ?? વગેરે વગેરે.. ત્યારે રાજકોટમાં દીકરીના પિતાની અનોખી પહેલ, કંકોત્રીમાં લખાવ્યું કે, ‘મહેરબાની કરીને કોઈએ દારૂ પીને આવવું નહીં’ પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના રાજકોટ જીલ્લાના હડાળા ગામની છે જ્યાં એક પિતાએ કંકોત્રીમાં દારૂ બાબતે છપાવ્યું હતું.
રાજકોટમાં બે દિવસ પહેલા લગ્નમાં દારૂ પાર્ટીનો વીડીયો ખુબ જ વાયરલ થઈ રહ્યો હતો ત્યારે આ બધા વચ્ચે રાજકોટના એક કોળી પરિવારે અનોખા વિચાર સાથે અનોખી કંકોત્રી છપાવી જેમાં લખ્યું હતું કે કોઈ એ દારૂ પીવો નહીં. હડાળા ગામે રહેતા મનસુખભાઈ કેશવજી સીતાપરાની દીકરી પ્રિયાના લગ્ન કલ્પેશ સાથે આજે લગ્ન હતા. ત્યારે તમને તેમને દીકરીના લગ્નમાં અનોખી પહેલ કરી છે અને દીકરીની કંકોત્રીમાં સ્પષ્ટ શબ્દમાં લખ્યું છે કે, મહેરબાની કરીને કોઈએ દારૂ પીને આવવું નહીં.