સાનિયા ભારતની સૌથી સફળ મહિલા ટેનિસ ખેલાડી રહી છે

ભારતની સ્ટાર ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાને કરિયરની છેલ્લી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ડબલ્યુટીએ દુબઈ ડ્યુટી ફ્રી ચેમ્પિયનશિપના પ્રથમ રાઉન્ડમાં સાનિયા અને તેની જોડીદાર મેડિસન કીઝને સીધા સેટમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ જોડીને વર્નોકિયા કુડેરમેટોવા અને લ્યુડમિલા સેમસોનોવાએ 4-6, 0-6થી હાર આપી હતી.

સાનિયા મિર્ઝાએ હાલમાં જ ટેનિસમાંથી નિવૃતિ લેવાની જાહેરાત કરી હતી અને આ તેના પ્રોફેશનલ કરિયરની છેલ્લી મેચ હતી.

વર્ષ 2009માં સાનિયાએ પોતાની કારકિર્દીનું પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યું હતું. તે ઓસ્ટ્રેલિયન ઓપન 2009માં મહેશ ભૂપતિ સાથે મિક્સ્ડ ડબલ્સ ચેમ્પિયન બની હતી. આ પછી, તેણે મિક્સ ડબલ્સમાં ફ્રેન્ચ ઓપન 2012 અને યુએસ ઓપન 2014માં પણ ટાઇટલ જીત્યા. આ પછી, તેણીનું વધુ ધ્યાન મહિલા ડબલ્સ પર ગયું. 2015માં, સાનિયાએ વિમ્બલ્ડન અને યુએસ ઓપનમાં મહિલા ડબલ્સનો ખિતાબ જીત્યો હતો.

2016માં તે ઓસ્ટ્રેલિયન ઓપનમાં મહિલા ડબલ્સનો ખિતાબ જીતવામાં સફળ રહી હતી. આ રીતે, તેણે તેની કારકિર્દીમાં કુલ 6 ડબલ્સ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યા. આ સિવાય, 13 એપ્રિલ, 2005 ના રોજ, સાનિયા પ્રથમ વખત મહિલા ડબલ્સમાં નંબર 1 રેન્કિંગ હાંસલ કરવામાં સફળ રહી. તમને જણાવી દઈએ કે દુબઈ ડ્યુટી ફ્રી ચેમ્પિયનશિપ સાનિયાની છેલ્લી મેચ હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.