હાઇફા અદાણી માટે ‘સુવર્ણપુષ્ટ’ લખી આપશે !!!

આફ્રિકાની સાથોસાથ યુરોપિયન દેશોમાં પણ ભારત વ્યાપારિક ક્ષેત્રે હાઈફા બંદરથી આગળ વધી શકશે.

ભારત-ઈઝરાયેલ ભાગીદારી માટે સારા સમાચાર આવ્યા છે. અદાણી ગ્રુપે હાઇફા પોર્ટ માટે બિડ જીતી લીધી હતી.” આ વાત ભારતમાં ઈઝરાયલના રાજદૂત નાઓર ગિલોને કહી હતી. અદાણી પોર્ટે ઐતિહાસિક હાઇફા બંદરનો વિકાસ કરવા માટે પણ તૈયાર થયું છે જેનું મુખ્ય કારણ એ છે કે, આ બંદર ભારતના ઉદ્યોગને અને નિકાસ માટે અત્યંત ઉપયોગી નીવડશે. એટલુંજ નહીં હવે આ પોર્ટનું સંચાલન અદાણી ગ્રુપ કરશે. ઈઝરાયેલની કંપની ગેડોટને પણ થોડો હિસ્સો મળ્યો છે. અદાણી અને ગેડોટ સંયુક્ત રીતે આ પોર્ટનું ખાનગીકરણ કરશે. હાઇફા ઈઝરાયેલના સૌથી મોટા દરિયાઈ બંદરોમાંનું એક છે.

ઇઝરાયેલનું આ મહત્ત્વનું બંદર ભૂમધ્ય સમુદ્ર કોસ્ટ પર આવેલું છે અને તેનું ખૂબ જ ઐતિહાસિક મહત્વ છે. હાલમાં, ભૂમધ્ય સમુદ્રના કિનારે આવેલું આ બંદર વેપારના સૌથી મોટા કેન્દ્રોમાંનું એક છે. ઈઝરાયેલે જણાવ્યું કે ભારતીય કંપની અદાણી પોર્ટ્સ અને સ્થાનિક કેમિકલ અને લોજિસ્ટિક્સ કંપની ગેડોટ સાથે મળીને આ પોર્ટે ખરીદ્યો છે. આ કરાર હેઠળ અદાણી પોર્ટ્સ પાસે આ પોર્ટમાં 70 ટકા હિસ્સો હશે. તે જ સમયે, સ્થાનિક કંપની હાઈફા પાસે બાકીનો 30 ટકા હિસ્સો હશે. આ પોર્ટની માલિકી મળ્યા બાદ અદાણી ચીન સાથે સીધી હરીફાઈ કરશે.

એટલું જ નહીં અદાણી હાઇફા બંદરનો વિકાસ અનેકવિધ રીતે કરશે અને એ વાતની પણ સ્પષ્ટતા થઈ છે કે આ બંદર અદાણી અને ભારત દેશની આવક વધારશે. હાયફા બંદર ટુરિસ્ટ ક્રુઝ નું હબ માનવામાં આવે છે ત્યારે અહીં ટુરિસ્ટ વ્યવસ્થા પણ વધુ વિકસિત કરવામાં આવશે સાથોસાત જે દરિયાઈ પરિવહન ક્ષેત્રે સ્ટાર્ટઅપ ઉભા કરી રહ્યા છે તેમના માટે પણ હાઈફા બંદર આશીર્વાદરૂપ નિવડશે. સાતો સાત અદાણી હાઇફા બંદરની શકલ જ બદલી નાખશે અને કન્વેન્શન હોલનું પણ નિર્માણ કરશે. એટલું જ નહીં સીટી સાઈડ ડેવલપમેન્ટ સાથે પણ અદાણીએ બેઠક યોજી છે અને માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે કે શહેરનો વિકાસ કઈ રીતે કરી શકાય.

વ્યાપારી સુરક્ષા માટે  હાઇફા બંદર ભારત માટે અત્યંત ઉપયોગી

આંતરરાષ્ટ્રીય વ્યાપાર વૃદ્ધિ માટે ભારત હર હંમેશ સુરક્ષાને પ્રાધાન્ય આપતું હોય છે ત્યારે ઇઝરાયેલના હાયફા બંદર ભારત માટે અત્યંત ઉપયોગી નીવડ છે કારણકે વ્યાપારી સુરક્ષા જે મુજબ મળવી જોઈએ તે સંપૂર્ણ રીતે ભારતને મળતી રહેશે. પૂર્વે ભારતે ઈરાનના ચાબહાર પોર્ટને પણ વિકસિત કરવાનું નક્કી કર્યું હતું અને તેને યુરોપિયન અને આફ્રિકન દેશોમાં વ્યાપાર વૃદ્ધિ માટે પ્રવેશદ્વાર પણ જણાવ્યું હતું પરંતુ રાજકીય ગતિવિધિ અને સુરક્ષાના પ્રશ્ન જે પ્લાન નિર્ધારિત કરવામાં આવ્યો હતો તેના પર પૂર્ણવિરામ લાગ્યો અને વૈકલ્પિક રસ્તો હાઇફા બંદરને સ્વીકારવામાં આવ્યો.

યુરોપિયન દેશોમાં વ્યાપાર વધારવા ઇઝરાયેલ અને ઇજિપ્ત પ્રવેશ દ્વાર સમાન

ઇઝરાયલ રાષ્ટ્ર  એક દક્ષિણપશ્ચિમ એશિયામાં સ્થિત એક દેશ છે. આ દક્ષિણપૂર્વ ભૂમધ્ય સાગર ના પૂર્વી છેડે પર સ્થિત છે. આની ઉત્તરમાં લેબનાન છે, પૂર્વ માં સિરિયા અને જૉર્ડન છે, અને દક્ષિનપશ્ચિમમાં ઇજિપ્ત છે. ઇઝરાયલ અને ઇજિપ્ત દેશની મહત્વતા વ્યાપાર ક્ષેત્રે ખૂબ જ વધુ છે કોઈપણ દેશે જો પરસ્પરસ વ્યાપાર વૃદ્ધિ કરવી હોય તો તેઓએ ઇઝરાયેલ અને એજિપ્ત નો સહારો લેવો પડે છે ત્યારે ભારતે ઇઝરાયેલના હાઇફા બંદરથી ઉદ્યોગ ને વિકસાવવાનો જે નિર્ણય લીધો છે તેનાથી યુરોપિયન દેશોની સાથો સાથ આફ્રિકન દેશો સાથેના વ્યાપારિક સંબંધો વધુ મજબૂત થશે અને પ્રવેશ દ્વાર તરીકે પણ ઊભું કરાશે.

જળ પરિવહન ઉદ્યોગો માટે અત્યંત જરૂરી

ઔદ્યોગિક ગતિવિધિ માટે માલ પરિવહન અત્યંત આવશ્યક છે તેમાંય જ્યારે જળ પરિવહનની વાત કરવામાં આવે તો તે અત્યંત જરૂરી અને ખૂબ ઉપયોગી સાબિત થતું હોય છે આ વાતની ગંભીરતાને ધ્યાને લઇ સરકાર હાજર પરિવહન ઉપર વધુને વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે અને વિવિધ બંદરોને વિકસિત પણ બનાવી રહ્યું છે. આ વાતની ગંભીરતાને ધ્યાને લઈ સરકારે અદાણી ને એ જવાબદારી સોંપી છે કે તેઓ ઇઝરાયેલના હાયફા બંદરનો વિકાસ કરે જેથી માલ પરિવહન ખૂબ સરળતાથી થઈ શકે આ પૂર્વે સુએઝ કેનાલના પ્રશ્નો પણ અનેક અંશે સતાવતા હતા જે હવે આવનારા દિવસોમાં તે ભૂતકાળ બની જશે.

સુએઝ કેનાલની સરખામણીએ હાઈફા પોર્ટ પરિવહન માટે આશીર્વાદરૂપ નિવડશે

હાલ કોઈ માલ પરિવહન દરિયાઈ માર્ગે થતું હોય અને ત્યારે જો તેને મેડિટેરિયન દરિયાઈ માર્ગથી  પસાર થવું પડે તો તે જહાજે સુએઝ કેનાલથી પસાર થવું આવશ્યક છે અને સામે જે ભાવ વસૂલવામાં આવે છે તે પણ ખૂબ જ વધુ છે ત્યારે ઇઝરાયેલના હાયફા બંદરને વિકસિત કરાતા ની સાથે જ જે પરિવહનનો સમય છે તેમાં ઘણાખરા અંશે ઘટાડવા આવશે એટલું જ નહીં જોર્ડન સાઉદી અરેબિયા યુએઈ અને યુરોપમાં પહોંચવા માટે એક વૈકલ્પિક રસ્તો પણ ઉભો થશે જે ભારત માટે ખૂબ ઉજળા સંકેતો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.