શા માટે ભારતની અન્ય સત્તાવાર ભાષા તરીકે સંસ્કૃતનો ઉપયોગ થતો નથી? પ્રબુદ્ધ ચર્ચામાં ભૂતપૂર્વ CJI શરદ બોબડે હિન્દીની સાથે સંસ્કૃતને ભારતની સત્તાવાર ભાષા બનાવવાના પ્રબળ હિમાયતી
આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજીના કોમ્પ્યુટર યુગમાં કોડિંગ લેંગ્વેજ માટે સંસ્કૃતને સૌથી આદર્શ ભાષા તરીકે સ્વીકૃતિ આપવી જ પડશે
આજે વિશ્વભરમાં માતૃભાષા દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે માનવ સભ્ય સંસ્કૃતિમાં માતૃભાષાનું મહત્વ ગૌરવ અને આવશ્યકતા રહી છે દરેક વ્યક્તિ બાળપણથી લઈને વિધ્વતા સુધીની પ્રવૃત્તિ સફરમાં માતૃભાષા ને આધીન રહે છે ત્યારે વિશ્વમાં ડગલેને પગલે બદલતી ભાષા સંસ્કૃતિમાં હજારો ભાષાઓ બોલાય છે અલબત્ત ભાષાઓની માતૃભાષા તરીકે હવે વિશ્વના વિદ્વાનો સંસ્કૃતને સન્માન આપવા મળ્યા છે સંસ્કૃત એક એવી ભાષા છે કે જે ઉચ્ચારણ અને અર્થમાં સમાનતા રાખે છે અત્યારે કોમ્પ્યુટર યુગમાં અંગ્રેજીને કોમ્પ્યુટર કોડિંગ ભાષા તરીકે વાપરવામાં આવે છે પરંતુ અંગ્રેજી ભાષા સંપૂર્ણપણે કોમ્પ્યુટર કોડિંગ માટે ફીટ નથી એક નાના ઉદાહરણ તરીકે જોઈએ તો અંગ્રેજીમાં કે એન ઓ ડબલ્યુ નો અર્થ જ્ઞાન થાય જ્યારે એનો અર્થ ના થાય કોમ્પ્યુટર ભાષામાં “નો” ઉચ્ચારણ ના બે અર્થ થવાથી કોડિંગ ભાષામાં અંગ્રેજીનો ઉપયોગ સંપૂર્ણ ફિટ નથી
આ જ રીતે સંસ્કૃત ભાષામાં દરેક ઉચ્ચાર અને શબ્દોનો અર્થ એક જ હોવાથી વિશ્વના વિજ્ઞાનીકો વિશ્વની સૌથી પ્રાચીન ભારતીય સંસ્કૃતિની અસ્મિતા એવી સંસ્કૃત ભાષાને કોમ્પ્યુટર કોડિંગ ભાષા તરીકે ઉપયોગમાં લેવાની તરફેણ કરી રહ્યા છે સંસ્કૃતના હિમાયત વર્ગમાં સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ સરદ બોબડે પણ જોડાયા છે તેમણે જણાવ્યું હતું કેટ્રાયલ કોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધીના વકીલ અને જજ તરીકેના બહોળા અનુભવમાંથી ભાષા પ્રત્યે મારો પ્રેમ વિકસ્યો છે. મને હિન્દી સિવાય દેશભરમાં સમજાય તેવી સામાન્ય ભાષાની જરૂરિયાતનો અહેસાસ થયો. અંગ્રેજી અમારી બીજી સત્તાવાર ભાષા બની ગઈ છે, જોકે બિનસત્તાવાર રીતે. તેમ છતાં, તાજેતરના સર્વેક્ષણ મુજબ, ભાગ્યે જ 2-3% ભારતીયો અંગ્રેજી બોલતા હોય છે.
પૂર્વ ન્યાયાધીશ શરદ બોબડે જણાવ્યું હતું કેમને અદાલતોમાં સંસ્કૃતનો ઉપયોગ કરવાની કોઈ માંગ મળી નથી, પરંતુ વકીલોના સંગઠનો અને સમગ્ર દેશમાંથી કેટલાક ન્યાયાધીશોના જૂથો દ્વારા તેમના કેસ અને ચુકાદાઓ પોતપોતાની પ્રાદેશિક ભાષાઓમાં લખી શકાય તે માટે ઘણી રજૂઆતો મળી છે. સંસ્કૃત ભાષાને કોમ્પ્યુટર કોડિંગ ની સાથે સાથે અદાલતોમાં પણ સ્વીકાર્ય બનાવવાની હવે વિચારણા થઈ રહી છે સંસ્કૃતને સમગ્ર સંસ્કૃતિના જનક માનવામાં આવે છે સંસ્કૃત માત્ર ધર્મપૂર્તિ મર્યાદિત નથી સંસ્કૃતમાં ધાર્મિક ગ્રંથો ઉપરાંત અનેક વિગતો પણ મળે છે સંસ્કૃત ને ધર્મ સાથે કોઈ લેવાદેવા નથી તેને સમગ્ર વિશ્વની બિનસાંપ્રદાયિક ભાષા તરીકે અધિક્રુત ગણી શકાય સંસ્કૃતને તમામ ભારતીય યુરોપિયન ભાષાની જનક ગણવામાં આવે છે હવે સંસ્કૃતનો વૈજ્ઞાનિક ઉપયોગ કરવાનો સમય આવી ગયો છે ભારતનું બંધારણ ઘડનારાઓ ના મગજમાં પણ સંસ્કૃત ભાષા અંગે એક વિશિષ્ટ સન્માન હતું
ભારત જેવા વિશ્વની સૌથી મોટી લોકશાહી અને પ્રાચીન સંસ્કૃતિના ધરોહર જેવા જેવા વિવિધતાવાળા દેશમાં આપણે એવી ભાષાનો ઉપયોગ કરવાની જરૂર છે જે બધા લોકો સમજી શકે. સંસ્કૃત ખૂબ જ યોગ્ય છે કારણ કે ભારતીયો જ્યારે તેમની પ્રાદેશિક ભાષાનો ઉપયોગ કરે છે ત્યારે મોટી સંખ્યામાં સંસ્કૃત શબ્દોનો ઉપયોગ કરે છે.