અબતકની મુલાકાતમાં આયોજકોએ સંતો મહંતો શ્રેષ્ઠી જનોની ઉપસ્થિતિમાં યોજાનારા સમૂહ લગ્ન અંગે આપી રોચક વિગતો
રાજકોટ ખાતે ગુર્જર ક્ષત્રિય કડિયા કાઠીયાવાડ યુવા સંગઠન દ્વારા સમૂહ લગ્ન સહિતના આયોજનો થકી સામાજિક ઉત્કર્ષ વિકાસ અને કુરિવાજોને તિલાંજલિ આપવાના અભિયાનના ભાગરૂપે સંસ્થા દ્વારા રાજકોટ ખાતે પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે, સમાજની છ દીકરીઓને 135 થી વધુ આઈટમો સાથેનું કરિયાવર અને સંતો મહંતોના આશીર્વાદ સાથે વળાવવાના આ પ્રથમ સમૂહ લગ્ન ઉત્સવ અંગે ’અબતક’ની મુલાકાતમાં શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા કાઠીયાવાડી યુવા સંગઠન ના પ્રમુખ હાર્દિકભાઈ ટાંક, ઉપપ્રમુખ રોહિતભાઈ ટાંક, વિક્રમભાઈ કાચા, પ્રતિકભાઇ ચૌહાણ, અજયભાઈ ચાવડા, કમલેશભાઈ ભાણીયા, વિશાલભાઈ ચાવડા, ગૌતમભાઈ ચાવડા, સાગરભાઇ કાચા, સાગરભાઇ જેઠવા, વિરલભાઈ મોરી, નિખિલભાઇ બારડ, મિલનભાઈ ચોટલીયા અને ભાવિનભાઈ ચોટલીયાએ કાર્યક્રમની વિગતો આપતા જણાવ્યું હતું કે સંસ્થા દ્વારા તારીખ 26 ફેબ્રુઆરી 2023 પ્રથમ સમૂહ લગ્ન ઉત્સવમાં સેલિબ્રેશન ટ્રી પાર્ટી પ્લોટ ખાતે સમાજની છ દીકરીઓને ધામધૂમથી વળાવવામાં આવશે
સતાધાર આપાગીગા ધામના મહંત વિજય બાપુ ગુરુ શ્રી જીવરાજબાપુ ના આશીર્વાદ તળે યોજાનારા આ સમૂહ લગ્ન મહોત્સવમાં આશીર્વાદ આપવા મહંત વિજય બાપુ, મહંત મુક્તાનંદ બાપુ ચાપરડા, મહંત શેરનાથ બાપુ, મહંત જેરામ બાપુ (આપાગીગા ગાદી મંદિર જગ્યા બગસરા) મહંત બળદેવબાપુ( દેવાનંદ શ્રમ આશ્રમ ઠાસા) ભરતબાપુ (વાલા રામ આશ્રમ ભરૂચ )મહંત સના રામ બાપુ (રણજીત મંદિર હનુમાનજી મેસણકા ગારીયાધાર) મહંત લવજી બાપુ (ખોડીયાર મંદિર બાપુ સતાપર ) મહંતત્રીભવનદાસ બાપુ, (સીતારામ આશ્રમ સતાપર )સંત મોહનદાસ બાપા સાવરકુંડલા ગૌતમ સ્વામી પ્રમુખ અખિલ ભારતીય સંત સમિતિ વિવેક સાગર સ્વામી રાજકોટ કોઠારી રાધા રમણ સ્વામી રાજકોટ દેવ કૃષ્ણદાસજી સ્વામી રાજકોટ અપૂર્વમુની દાસ સ્વામી રાજકોટ સ્વામી મહંત શ્રી ભનુભગત મામાપીર ની જગ્યા વિશિષ્ટ નાથ બાપુ ભાયાસર અને ખોડીયાર ટેકરી ગુંદાળાના મહંત વિષ્ણુનાથ રવિનાથ સહિતના સંતો મહોત્સવની શોભામાં અભિવૃદ્ધિ કરશે છ યુગલોને શાસ્ત્રી શ્રી મયુરભાઈ એમ પંડ્યા પ્રભુતામાં પગલા પડાવશે આ મહોત્સવમાં સામાજિક રાજકીય આગેવાનો મા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા સાંસદ મોહનભાઈ કુંડારીયા રામભાઈ મોકરીયા ભાજપ અગ્રણી ભરતભાઈ બોઘરા કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા ધારાસભ્ય કુંવરજીભાઈ બાબરીયા ઉદયભાઇ કાનગોર રમેશભાઈ જયેશભાઈ રાદડિયા ગીતાબા જાડેજા કૌશિકભાઇ વેકરીયા શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ વિરાણી મૈયર પ્રદીપભાઈ દવ પુષ્કરભાઇ પટેલ વિનુભાઈ ધવા સુરેન્દ્રસિંહ વાળા નીતિનભાઈ ભારદ્વાજ ધનસુખભાઈ ભંડેરી કશ્યપભાઈ શુકલ કિશોરભાઈ રાઠોડ જીતુભાઈ કોઠારી નરેન્દ્ર ભાઈ ઠાકોર કિરણબેન માકડીયા જયેશભાઈ બોઘરા ભુપતભાઈ બોદર મનસુખભાઈ ખાચરિયા રાજુભાઈ ડાંગર કિશનભાઇ કુલદીપ સિંહ જાડેજા હેમાંગભાઈ પીપળીયા પૂર્વ મયર જુનાગઢ મહાનગરપાલિકા ધીરુભાઈ ગોહેલ, દક્ષાબેન વાઘેલા, રવજીભાઈ મકવાણા, જે કે ચાવડા, ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા સહિતના પદાધિકારીઓ અને કલેકટર અરુણ મહેશ બાબુ, કમિશનર અમિત અરોરા ,જિલ્લા વિકાસ અધિકારી દેવ કુમાર ચૌધરી ,વરુણકુમાર આઇપીએસ અધિકારી રાજુભાઈ ભાર્ગવ, સૌરભભાઈ તોલંબિયા અશોકકુમાર યાદવ, જયપાલસિંહ રાઠોડ ,વિવેકભાઈ ટાંક, આર આર સોલંકી, વીએન મોરવાડિયા, શ્રીમતી ચોટલીયા કિશનભાઇ અજગરિયા શ્રદ્ધાબેન પરમાર, દીપભાઈ ટાંક, શિક્ષણ વિધ ડોક્ટર શારદાબેન રાઠોડ ,પ્રાથમિક શિક્ષક અધિકારી મનીષભાઈ , એકતાબેન અજાગિયા અજયભાઈ વેગડ સાગરભાઇ ભોરિંગ સાગરભાઇ રાઠોડ સાગરભાઇ ટાંક અને રવિભાઈ રાઠોડ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહેશે તારીખ 26 ફેબ્રુઆરી રવિવારે સાંજે ચાર વાગે સંતો મહંતો મહેમાનોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય સાથે મહોત્સવ નો પ્રારંભ કરવામાં આવશે ત્યારબાદ ચાર વાગે જાન આગમન 5:45 કલાકે 6:30 વાગે ભોજન સમારંભ અને રાત્રે 10:00 વાગે ક્ધયાઓને વિદાય અપાશે આ મહોત્સવ નો લાભ લેવા જ્ઞાતિજનો સમાજ ટ્રસ્ટીજનોને ગુર્જર ક્ષત્રિય કડિયા કાઠીયાવાડી યુવા સંગઠન રાજકોટ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે