વધાઈ કિર્તન, વચનામૃત, સર્વોત્તમ પાઠ શાળાના બાળકો કૃતિ, કેશર સ્નાન તેમજ મહાપ્રસાદ જેવા કાર્યક્રમ
સર્વોતમ હવેલીમાં બિરાજતા પુજય ગોસ્વામી ગોપેશકુમારજી મહારાજના આત્મજ પુજય ગોસ્વામી પરાગકુમાર મહોદયના પ્રાગટય દિવસના ઉપલક્ષમાં સર્વોતમ સેવા સંસ્થાનના તત્વાવધાનમાં ફાગણ સુદ -2 ને મંગળવાર તારીખ 21-2-2023 ના રોજ હોરીરસીયા કુલફાગ મહોત્સવનું ભવ્યાતિભવ્ય સુંદર આયોજન રાખવામાં આવ્યું છે.
જેમાં વધાઇકિર્તન – સાંજે 5-30 કલાકે, વચનામૃત સાજે 6-00 કલાકે, સર્વોતમ -પાઠશાળાના બાળકો દ્વારા કૃતિ સાજે 6-30 કલાકે, કેશરસ્નાન સાંજે 7-00 કલાકે તેમજ ઉપસ્થિત વૈષ્ણવોને મહાપ્રસાદ સાંજે 7-00 કલાકે અને હોરીરસીયા કુલફાગ રાત્રે 8-00 કલાકેનુ કિષ્નાપાર્ક રીશોર્ટ , ગોંડ્લ ચોકડી પાસે, રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે.અબતકની શુભેચ્છા મુલાકાતે આવેલ વજુભાઈ લાઠીયાએ જણાવ્યુંં હતુ કે
ઉત્સવપ્રીય નગરી રાજકોટ શહેરનાઆંગણે ભવ્યાતિભવ્ય હોરીરસીયા કુલફાગનો
ઉપસ્થિત વૈષ્ણવોને વ્રજના હોરીરસીયા કુલફાગની પ્રતિતી કરાવશે જે ભગવાન શ્રીકૃષ્ણએ વ્રજભકતોને હોરી કુલફાગનો આનંદ આપયો હતો કંઇક એવોજ આનંદ રાજકોટ ના આગણે વ્રજમંડલ ખડું કરીને હજારોની સંખ્યામાં વૈષ્ણવોને આનંદ પ્રાપ્ત કરાવશે. તો આવો રાજકોટ શહેરના વલ્લભના વાલા રસીકજનો ને આ મહામહોત્સવ માં ઉપસ્થિત રેવા ભાવભર્યુ આમત્રણ પાઠયે છીએ . આ સમગ્ર કાર્યકમને સફળબનાવા સર્વોતમ સેવા સંસ્થાન ના સર્વે હોદેદારો અને કાર્યકરો જેહમત ઉઠાવી રહયા છે.
અબતકની શુભેચ્છા મુલાકાતે નયનભાઈ મકવાણા, દિનેશભાઈ ચાપાણી, વજુભાઈ લાઠીયા, રઘુરાજ સીસોદીયા, પ્રકાશભાઈ મેંદપરા, હિત મેઘપરા, ઉપસ્થિત રહયા હતા.