પંજાબ સરકાર દ્વારા પણ ગુજરાતી વિદ્યાર્થીઓને અભિનંદન  પાઠવ્યા

ગુજરાત રાજ્ય ના રમત-ગમત વિભાગ દ્વારા કલા મહાકુંભમાં શ્રેષ્ઠ દેખાવ બદલ  રાજકોટ જીલ્લાના ઉપલેટા તાલુકાની શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાનની-  શાખા ભાયાવદર ગુરુકુલના વિદ્યાર્થીઓ વાઘા બોર્ડર ખાતે ઇન્ટર સ્ટેટ યુથ એક્સચેન્જ પ્રોગ્રામમાં મોકલવામાં આવેલ. જ્યાં વિવિધ સ્પર્ધામાં વિધાર્થીઓએ ભવ્યાતિભવ્ય રાસ – ગરબા ફોક ડાન્સ , અઠીન્ગો રાસના થરકતા પગલે તાલ-લય અને ધરતીને ગજાવતા ગરબાથી હાજરો ભારતીય અને પાકિસ્તાની પ્રેક્ષકોના દિલ જીત્યા હતા. પ્રેક્ષકો આફ્રિત પોકારી જુમી ઉઠતા પંજાબ સરકાર તેમજ તથા સાંસ્કુતિક વિભાગના અધિકારીઓએ ગુજરાતનું ગૌરવ એવા વિદ્યાર્થીઓને   ખુબ ખુબ અભિનદન પાઠવ્યા.

વાઘા બોર્ડર પર ગુજરાતની સંસ્કૃતિને પ્રદર્શિત કરી ગુરુકુલનું નામ દેશ લેવલે રોશન કરવા બદલ સંસ્થાના ગુરુવર્ય મહંત   દેવકૃષ્ણદાસજી સ્વામીએ ભાયાવદર ગુરુકુલના શ્રી રામાનુજદાસજીસ્વામી, તેમજ ખુબ મહેનત લઇ બાળકોમાં કળા તૈયાર કરાવનાર   ભક્તીનંદનદાસજીસ્વામી તથા ગુરુજનોને અને ધર્મજીવનરાસ ટીમના બાળકોના માતા-પિતા તથા પરિવાર જનોને  વિશેષ પ્રગતિના આશીર્વાદ આપ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.