જસદણના જુના શાક માર્કેટમાં આવેલ રઘુવીર કોમ્પલેક્ષમાં વેપારી દ્વારા બીજા વેપારી ઉપર ખૂની હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે વેપારીને ગંભીર ઈજા થતા તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યારે જસદણ પોલીસને જાણ થતા તાત્કાલિક સિવિલ હોસ્પિટલે પહોંચી અને ફરિયાદીનું નિવેદન લઈ ચાર વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
શું બની હતી ઘટના ??
જસદણના જુના શાક માર્કેટમાં આવેલ રઘુવીર કોમ્પલેક્ષમાં એક જ કોમના બે જૂથના લોકો બાજુ બાજુમાં કટલેરીની દુકાન ધરાવે છે. ત્યારે એકબીજાના ગ્રાહકના હિસાબે બન્નેએ ઝઘડો થવાનું કારણ બહાર આવ્યું છે. ફરિયાદીના માતા પિતા દ્વારા જણાવવામાં આવ્યું છે કે મારો પુત્ર અશ્વિન જ્યારે દુકાન હતો ત્યારે મિલન, સાગર, ઉપમા અને ભારતી આ 4 વ્યક્તિ દ્વારા લાકડી લોખંડની પાઇપ અને હાથમાં પહેરવાના કડાથી હુમલો કરવામાં આવ્યો હતો મારા છોકરાને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી છે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરેલ છે.
મળતી માહિતી મુજબ જસદણમાં એક જ કોમના બે વ્યક્તિઓ બાજુ બાજુમાં દુકાન ધરાવે છે ત્યારે એક બીજાના ગ્રાહક બાબતે વારંવાર ઝઘડો થતો હોય છે ત્યારે ફરિયાદીના માતા-પિતાના જણાવ્યા અનુસાર આરોપી મિલન અને સાગર રાત્રે બાર વાગ્યે પણ તેમના ઘરે મારવા આવ્યા હતા. 15 દિવસ પહેલા પણ મારવા આવેલા હતા
આજે અશ્વિન જ્યારે દુકાને એકલો હતો ત્યારે ચાર વ્યક્તિએ મળે અને ખુલી હુમલો કર્યો હતો. અશ્વિનને માથા ના ભાગે ઈજા થતા તાત્કાલિક સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવેલ હતો જસદણ પોલીસને ઘટનાની જાણ થતા તાત્કાલિક સિવિલ હોસ્પિટલે પહોંચી અને ફરિયાદીનું નિવેદન લઈ ચાર વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરશે