જૂનાગઢમાં શિવરાત્રીના મેળો અને સોમનાથ મહાદેવના દર્શન કરી પરત ફરતા અમદાવાદના યુવકોની ગાડીને નડયો જીવલેણ અકસ્માત
ચોટીલા-સાયલા વચ્ચે ચાલકને ઝોકુ આવી જતા સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા સર્જાયો ગમખ્વાર અકસ્માત
ચોટીલા-સાયલા વચ્ચે અવાર નવાર સર્જાતા જીવલેણ અકસ્માતના કારણે ગોજારા હાઇવે પર પંકાયેલો છે. ત્યારે વહેલી સવાર ટાટા મેજીકના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા અમદાવાદના બે યુવાનના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નીપજતા ગોજારો હાઇવે વધુ એક વખત રકતરંજીત બન્યો છે. ગમખ્વાર અકસ્માતમાં 16 જેટલા અમવાદના યુવાનોને નાની મોટી ઇજા થતા તેઓને સારવાર માટે રાજકોટ હોસિપ્ટલમાં દાખલ કરાયા છે. તમામ યુવાનો શિવરાત્રી નિમિતે જૂનાગઢ મેળામાં આવ્યા હતા અન સોમનાથ મહાદેવના દર્શન કરીને પરત જતા સર્જાયેલા જીવલેણ અકસ્માતના કારણે વૃધ્ધ સહિત બે કાળનો કોળીયો બની જતા બંનેના પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઇ ગઇ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ અમદવાદના 18 થી 20 જેટલા યુવાનો બે દિવસ પહેલાં જી.જે.27એકસ. 3806 નંબરની ટાટા મેજીક વાહન લઇને જૂનાગઢ શિવરાત્રીના મેળવામાં આવ્યા હતા ત્યાર બાદ તમામ મિત્રો સોમનાથ મહાદૈવ મંદિરે દર્શન કરીને પરત જઇ રહ્યા હતા ત્યારે ટાટા મેજીક ચોટીલાથી થોડે દુર સાયલા તરફ બલદેવ હોટલ નજીક પહોચી વહેલી સવારે ત્યારે ટાટા મેજીકના ચાલક યુવરાજસિંહને ઉજાગરના કારણે ઝોકુ આવી જતા તેમને સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા ટાટા મેજીક રાષ્ટ્રીય ધોરી માર્ગ છોડી નીચે ઉતરી ગઇ હતી અને ખાડામાં ખાબકતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતમાં ગંભીર રીત ઘવાયેલા નંદાભાઇ મદ્રાસી નામના 30 વર્ષના યુવાન અને ગોવિંદભાઇ લાલજીભાઇ નામના 65 વર્ષના વૃધ્ધનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નીપજ્યું હતું. અકસ્માતમાં ઘવાયેલા અન્ય 16 મુસાફરોને સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં દાખલ કરાયા છે.