અપડાઉન કરનાર મુસાફરોએ મુશ્કેલીની વ્યથા ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીને પત્ર લખી ઠાલવી

સુરેન્દ્રનગર બસ ડેપોમાં વારંવાર બસ બ્રેકડાઉનની સમસ્યાથી દૈનિક અપડાઉન કરનાર અને તમામ મુસાફરોને વ્યાપક હાલાકી ઉઠાવવી પડતી હોવાની સમસ્યા સાથે અપડાઉન કરનાર મુસાફરોએ ગૃહ મંત્રી હર્ષભાઇ સંઘવીને પત્ર પાઠવી રજૂઆત કરી છે કે સુરેન્દ્રનગર ડેપો ખાતે તારીખ 18/2/2023 ના સવારના 5 વાગ્યા થી 8 વાગ્યા સુધીમાં અંદાજીત 4 બસો રદ થઈ હતી અને 4 બસો બ્રેક ડાઉન થઈ હતી. વધુમાં જણાવ્યું છે કે આ રીતે બસો રદ થવી અને બ્રેક ડાઉન થવી તે છેલ્લા 7 દિવસ થી ચાલે છે.

સવારના ડેપોમા 7:30 ની બસ સ્ટેન્ડ ઉપર મુકવામાં આવી ને ત્યાર બાદ તેને પરત વર્ક શોપ મા લઈ ગયા હવા પૂરવા માટે પણ ત્યાં જતાં ત્યાં કોઈ પણ કર્મચારી હાજર ન હતા અને બસ ના ટાયરમાં હવા ભરવાં માટે ડ્રાઈવર દ્વારા ઘણી મેહનત કરવામાં આવી પણ વાલ ખરાબ હોવાના કારણ થી હવા ભરાઈ ન હતી. ત્યાર બાદ ડ્રાઈવર દ્વારા ફોન કરેલ કર્મચારી ને તો કોઇ પણ કર્મચારી સરખો જવાબ ના આપેલ અને ડેપો મેનેજરને મુસાફર દ્વારા જાણકારી આપી કીધું તો ત્યારે ડેપો મેનેજર દ્વારા પણ મન ફાવે તેવા જવાબ આપવામાં આવેલ હતા અને ત્યાર બાદ બસ ના અંદાજીત 70 જેટલા મુસાફરો દ્વારા હોબાળો કરતા ટીસી પોઈંટ માંથી 1 બસ આશરે 45 મિનિટ પછી ફાળવણી કરવામાં આવી હતી.

18/2/2023 સવાર થી 4 બસો નું આવું થયું હતું અને આખા દિવસ દરમ્યાન બીજા ઘણા રૂટમાં આજ પરિસ્થિતિ હતી.

  1. સુરેન્દ્રનગર જામનગર 2. સુરેન્દ્રનગર અમદાવાદ, 3. સુરેન્દ્રનગર અમદાવાદ 4. સુરેન્દ્રનગર અમદાવાદ આવું બ્રેક ડાઉન લાઇન રોજના રોજ બસો બગડે છે તો પછી વર્કશોપ કર્મચારી કામ શું કરે છે તેના ઉપર પ્રશ્ર્ન છે.

સુરેન્દ્રનગર ડેપો ખાતે વર્કશોપમાં અને લાઇન ઉપર કેટલાક વ્યક્તિ નોકરી ઉપર સમય સર આવે છે તેની પણ માહિતી મંગાવશે અને સાથે સાથે કેટલી બસો બ્રેક ડાઉન થઇ તેની પણ યાદી તમારા ઉચ્ચ અધિકારીઓને મોકલી ખાનગી તપાસ કરાવશો તેવી માંગણી કરાઇ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.