મુંબઈની હવામાં શ્વાસ લ્યો 100 સિગારેટ પીવા બરાબર છે: પ્રદુષણને કંટ્રોલ કરવાનો સમય બહુ બચ્યો નથી: 10 લાખ ટન તેલની શિપિંગ તેના રૂટ દરમિયાન એક ટન તેલ સમુદ્રમાં ઢોળે છે: દર 8 સેક્ધડે એક બાળક ગંદુ પાણી પીવાથી મૃત્યુ થાય છે
ગ્લોબલ વોર્મિંગની આ સમસ્યા જો આમને આમ ચાલુ રહેશે તો 2100ની સાલમાં કે આવનારા 70 વર્ષમાં પૃથ્વી પર માનવ જીવન જીવવું અશકય થઈ જશે
દરરોજ છ અબજ ટન કચરો દરિયામાં ફેકવામાં આવે છે: ભારત દર વર્ષે પ્રદુષણને કારણે બેલાખ કરોડ રૂપિયાનું નુકશાન ઉઠાવે છે: ઔદ્યોગીક કે અન્ય પ્રદુષણે ગામ-શહેરોની હવામાં પણ પ્રદુષણ વધારી દીધું છે
સમગ્ર વિશ્વમાં પર્યાવરણ બાબતે જાગૃત થવા વિવિધ કાર્યક્રમો યોજાય પણ હવે પ્રદુષણને કંટ્રોલ કરવા માટે બહું ઓછો સમય બચ્યો છે. હવે દરેક ભારતીય એક વૃક્ષ ફરજીયાત વાવશે તોજ આપણે પૃથ્વીને બચાવી શકીશું ગ્લોબલ વોર્મિંગને કારણે આપણી આબોહવા અને ઋતુંચક્રોમાં ભયંકર બદલાવ લાવીને ઘણા ક્ષેત્રો સાથે વિવિધ રોગોને સમસ્યાને કારણે માનવજાતને મુશ્કેલીમાં મુકયો છે. આજે તો ધરતી આપણને પોકાર કરે છે. કે મને બચાવો. આપણે જ આપણાં પગ પર કુહાઠો મારીને પૃથ્વીને પ્રદુષિત કરી છે જેને કારણે પશુ પક્ષી, જીવ સૃષ્ટિ પણ લુપ્ત થવા લાગે છે જો આમ ને આમ ચાલ્યું તો પૃથ્વીને બચાવવીઅશકય થઈ જશે. આપણીજમીન તથા તેના વિવિધ સ્ત્રોતોનો વિવેક બુધ્ધિથી ઉપયોગ જરૂરી છે.
આજે આપણે શહેરીકરણ અને વિકાસના પગલે આપણી પ્રાકૃતિક સુંદરતાને નષ્ય કરી નાંખી છે. તળાવો, પર્વતો, વનસ્પતિ વિગેરે પ્રત્યે સૌ બેદરકાર રહ્યા તો ઔદ્યોગીક પ્રદુષણે જમીનીસ્તરને પાણીને પ્રદુષિત કર્યું છે. દર આઠ સેક્ધડે એક બાળક ગંદુ પાણી પીવાથી મોતને ભેટે છે. આપણે દરરોજ 6 અબજ કિલોગ્રામ કચરો દરિયામાં નાંખીને તેમાં પ્રદુષણ ફષલાવીને જળ જીવોને મુશ્કેલીમાં મૂકી દીધા છે. દરિયાના પાણીની સપાટી ઉંચી આવવાથી કાંઠે આવેલા શહેરોમાં પાણી ઘુસી જતા કે સુનામી ઘટનાથી લાખો લોકો મૃત્યુ પામી રહ્યા છે. આપણો દેશ ભારત દર વર્ષે પ્રદુષણને કારણે બે લાખ કરોઢ રૂપિયાનું નુકશાન ઉઠાવી રહ્યો છે.
દરિયામાં 10 લાખ ટન તેલની શિપિંગ દરમ્યાન એક ટન તેલ સમુદ્રમાં વહી જતા ભયંકર પ્રદુષણ આ પ્રાકૃતિક રચનામાં આપણે જ કરીએ છીએ. ઔદ્યોગિક કેઅન્ય પ્રદુષણો શહેરની હવામાં એટલુ પ્રદુષણ વધાર્યું છે કે મુંબઈ જેવા શહેરમાં શ્ર્વાસ લો તો 100 સિગારેટ પીવા બરાબર છે. આપણે રોજ બરોજ આપણી પૃથ્વીને બગાડી રહ્યા છીએ. આપણે વીકમાં એકવાર માંસ નહી ખાઈએ તો વર્ષમાં 30 દિવસ કાર ચલાવવાથી થતા કાર્બન ઉત્પાદનને રોકી શકીશું. કારની બદલે સાયકલ ચલાવો દર કિલોમીટરે 250 ગ્રામ કાર્બન ઉત્સર્જનથી બચી શકીએ છીએ. કાગળનો ઓછો વપરાશ કરવાથી પણ પ્રદુષણ ઘટાડી શકાય છે. તમે દરરોજ ખાવાનું ખાવ તો પ્લાસ્ટિક ના કચરાને અંકશમાં લાવીને 260 જેટલી બીજી પ્રજાતિને બચાવી શકો છો.આજે જંગલો લુપ્ત થતા જાય છે. અને માનવીનું જંગલીપણું ચરમસિમા વટાવી રહ્યું છે. આજે કેટલાય પ્રદેશો જે ભૂતકાળમાં લીલાછમ હતા તે આજે સુકાઈને કોરાકટ થઈ ગયા છે. આજના યુગમાં માનવીની પ્રદુષણ લીલાને છળકપટ લીલાના જોર જુલમ વધતો જ જાય છે. આવનારા 70 વર્ષ જો આમને આમ ચાલ્યું તો 2100માં માનવીનું જીવન જીવવું અશકય થઈ જશે.
રહેણાંક વિસ્તારમાંથી 80 ટકા પક્ષીઓ ઓછા થઈ ગયા !
શહેરમાં બહેરાશની સમસ્યા 30 ટકા વધી ગઈ છે તો રહેણાંક વિસ્તારોમાંથી 80 ટકા પક્ષીઓ ઓછા થઈ ગયા છે. પ્રદુષિત હવાને કારણે ફેફસાનો કેન્સરમાં વધારો જોવા મળ્યો છે. તમાકુને કારણે 600 મિલિયન વૃક્ષો અને 8 મિલિયન લોકો મોતને ભેટે છે.
પ્રલોભનનાં ભ્રમમાં વૃક્ષોમય સાનિધ્ય છીનવાતું જાય છે !!
પર્યાવરણ એ પછી ધરાનું હોય કે સંબંધોનું, આપણે ત્યારે જ જાગતા હોય છીએ જયારે ખોરવાઈ જાય !! જળ મગ્નતા અને લીલી લાગણીની અછત સર્જાતી જાય છે. જંગલો લુપ્ત થતા જાય છે. અને જંગલી પણું ચરમ સીમા વટાવી જાય છે. માનવ અસ્તિત્વનો લીલોછમ પ્રદેશ સુકાઈને કોરોકટ થઈ જાય છે !! આજે જયાં જોવો ત્યાં પ્રદુષણ લીલા અને છળકપટ લીલાનો જોર-જુલમ વધતો જાય છે. પ્રલોભનના ભ્રમમાં વૃક્ષોમય સાનિધ્ય છિનવાતું જાય છે. વૃક્ષોનું નિકંદન થતું જાય છે. ને સંબંધોમાં સ્પંદન ઘટતું જાય છે. વર્ષ અને સ્પર્શ સાવ કોરા થઈ ગયા, ઋષ્કતા અને શુષ્કતાની જુગલબંધક્ષ મજબૂત થતી જાય છે. હવે તો બધુ જ નેસ્ત નાબુદ થઈ જાય ત્યારે શું આપણી જાત જાગશે?