જામનગરમાં ફરી લુંટેરી દુલ્હન સક્રિય બની છે જેણે યુવકને છેતરીને ૧ લાખ રૂપિયા પચાવી પાડયા હતા ત્યારે આ મામલે જામનગરના સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. વામ્બે આવાસમાં રહેતા એક શખ્સ અને મહારાષ્ટ્રની એક યુવતી સામે વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે. પોલીસે ફરિયાદના આધારે લુંટેરી દુલ્હનને શોધવાની તજવીજ હાથ ધરીને આરોપીની અટકાયત કરી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ભરાણા ગામની છે જ્યાં લુંટેરી દુલ્હનનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ભરાણાના ધવલ ઉમેદભાઈ જોશી નામના ૨૩ વર્ષના વિપ્ર યુવાને પોતાની સાથે લગ્ન કરવાના બહાને રૂપિયા એક લાખની રકમ પડાવી લેવા અંગે જામનગરના અંધઆશ્રમ આવાસ કોલોનીમાં રહેતા વિમલ ઉર્ફે રાજુ તેજપાલભાઈ દામા અને મહારાષ્ટ્રની નાગપુરની યુવતી રાધા સુભાષભાઈ રાઘવ સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી ધવલભાઈ જોશી કે જેને ગત ૧૪.૧૦.૨૦૨૨ ના દિવસે આરોપી વિમલ નામના શખ્સે લગ્ન કરાવી દેવાના બહાને મૂળ નાગપુર ની રાધા સુભાષભાઈ રાઘવ નામની યુવતિ સાથે પરિચય કરાવ્યો હતો, અને ત્યારબાદ તે બંનેના લગ્ન ના ડેકલેરેશન પેપરો તૈયાર કરાવી રૂપિયા એક લાખ ની રકમ મેળવીને રાધા ત્યાંથી રઘુ ચક્કર થઈ ગઈ હતી. આ સમગ્ર મામલો સીટીસી ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયા પછી સીટી સી. ડિવિઝન પોલીસે આરોપી વિમલ તેમજ રાધાને અટકાયતમાં લઈ લીધા છે, અને તેઓ બંનેના કોબોર ટેસ્ટની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે