નવી રાઈફલો, નાની બંધૂકો, લાઈટ મશીનગન વસાવીને ભારતીય સૈના વધુ સક્ષમ બનશે
પાયદળને તેમજ હથીયારોને આધુનિક બનાવવા માટે ભારતીય સૈનાએ મોટી રકમ ફાળવવાનો નિર્ણય લીધો છે. જેમાં લાઈટ મશીનગન, યુધ્ધ માટે નાની બંદૂકો, ઓચિંતા હૂમલા માટેની રાઈફલો રૂ.૪૦,૦૦૦ કરોડના ખર્ચે જૂના સાધનો આપીને નવા વસાવવામાં આવશે જેમાં ૭ લાખ રાઈફલ માટે તેમજ ૪૪,૦૦૦ લાઈટ મશીન ગન, ૪૪૬૦૦ નાની બંદૂકો માટે નકકી કરાયા છે. વિશ્ર્વની બીજા ક્રમની સૌથી મોટી એવી ભારતીય સેના હવે વિવિધ શસ્ત્રો તેમજ સિસ્ટમોમાં ફેરફારો દ્વારા ભારતની સરહદ પર પાકિસ્તાન તેમજ ચીનથી વધુ સુરક્ષા મેળવવા ઉપયોગી બને માટે આ નિર્ણયો લેવાયા છે.
આ પ્રક્રિયા ઝડપથી થાય માટે સરકારે સંરક્ષણ સંશોધન અને સંસ્થા વિકાસ મંત્રીને કાર્યરત થવાનો સંદેશ પણ મોકલી દીધો છે. જેના માટે સંરક્ષણ મંત્રી ૭.૬૨ નાની બંદૂકો માટે ટેન્ડરો પાસ કરશે. આ યોજના ૧૦,૦૦૦ એલએમજીને નવા સાધનો ઉપલબ્ધ કરાવવાની છે. આ નિર્ણય સંરક્ષણ મંત્રાલયનો મોટામાં મોટો નિર્ણય છે. જૂનમાં નાની બંદૂક બનાવતી રાઈફલ ફેકટરીની બંદૂકોને નબળા પરિક્ષણ બાદ ફગાવવામાં આવી હતી. જોકે આ નિર્ણય પહેલા જ લેવાઈ ગયો હતો. પરંતુ અમુક કારણોસર રદ રહ્યો જોકે સુરક્ષા માટે ભારત અમેરિકા પાસેથી ડ્રોન પર મેળવવાનું છે.
નાની બંદૂકો તેમજ આપાતકાલીન સમયે જરૂરી હથીયારોની વધુ આવશ્યકતાને લઈને તેમાં વધારો કરીને બજેટને રૂ.૪૦,૦૦૦ કરોડનું બનાવવામાં આવ્યું. એક અધિકારીએ જણાવ્યું હતુ કે ચાલુ સપ્તાહમાં આ પ્રોજેકટ પર ચર્ચા વિચારણા કરવા બધા ભાગીદારોને બોલાવવામાં આવશે. સંરક્ષણ મંત્રી નિર્મલા સીયારામને જણાવ્યું હતુ કે સૈનાનું આધુનિકરણ સરકારની અગ્રતા હતી.
હાલ ચાલી રહેલા વિવાદથી દેશને રક્ષણ મળી શકે. માટે આ નિર્ણય જરૂરી હતો. જેથી ભારતીય સેનાની ક્ષમતા વધી શકે.