‘સુઝ’ અને ‘પીછાણ અસલી જ્ઞાની તણી’ વિષયો પર પ્રશ્ર્નોતરી સત્સંગ યોજાશે
પોતાના સાચા સ્વરૂપની ઓળખાણ થકી જીવનના મુખ અને દુ:ખમાંથી કાયમી મુક્તિનો અનુભવ કરાવતો સત્સંગ અને જ્ઞાનવિધિનો કાર્યક્રમ, રાજકોટમાં 150 ફૂટ રીંગ રોડ ઉપર સ્થિત ઓપન ગ્રાઉન્ડ, બાલાજી હોલની પાછળ, ધોળકિયા સ્કૂલની સામે, 150 ફૂટ રિંગ રોડ, પર 18 થી 20 ફેબ્રુઆરી ના રોજ યોજવામાં આવશે.આ દુષમકાળ માં મનુષ્યની શાશ્વત સુખ માટેની શોધ મૃગજળ સમાન રહે છે.
ત્યાં દુ:ખોની પરંપરા જીવનમાં ચાલ્યા જ કરે છે. અનંત કાળથી ભટકતાં જીવને ક્યાંય કોઈ વસ્તુમાં, કોઈ વ્યક્તિમાં એ સુખની પ્રાપ્તિ થતી નથી અને આ કાળચક માં સપડાઈ જન્મ – મરણના ફેરામાં અટવાયેલો રહે છે. આ કળીકાલ ના કળયુગી જીવો માટે રણમાં મીઠી વીરડી સમાન અક્રમ વિજ્ઞાની દાદા ભગવાન પ્રગટ્યાં અને લાખો લોકોને આત્મજ્ઞાન પ્રમાડી આત્યંતિક મુક્તિનો સ્વાદ ચખાડ્યો . આ આત્મજ્ઞાન મળ્યા પછી દેહ અને આત્માનો છુટાપો વર્તાય છે, પોતાના દોષો દેખાય છે અને સમતાપૂર્વક પોતાના કર્મો ખપાવી ને આત્માનંદ વર્તાયા કરે છે.
પૂજ્ય દીપકભાઈ દેસાઈ સાથે અનુક્રમે “સૂઝ – કોમન સેન્સ” અને ” પિછાણ અસલી જ્ઞાની તણી” વિષયો ઉપર પ્રશ્ર્નોત્તરી સત્સંગ યોજવામાં આવશે જેમાં આ વિષયોની ઊંડી છણાવટ સાથે વ્યવહાર અને અધ્યાત્મને લાગતા મૂંઝવતા પ્રશ્ર્નોનું સમાધાન મેળવી શકાશે. જ્ઞાનવિધિ એ આત્મસાક્ષાત્કાર માટેનો બે કલાકનો અદભુત વૈજ્ઞાનિક પ્રયોગ છે . જેમાં સંસાર વ્યવહારની ફરજો બજાવવા છતાં એકપણ ચિંતા કે દુ:ખ સ્પર્શે નહીં તે રીતે જીવન જીવવાની ઉમદા સમજણ પ્રદાન થાય છે . દેશ વિદેશના લાખો લોકો આ સમજણ પ્રાપ્ત કરીને જીવનને સુખમય બનાવી શક્યા છે .
એટલું જ નહીં , આપ ઘેર બેઠા જ્ઞાનગંગા માણી શકો તે માટે દૂરદર્શન, અરિહત, આસ્થા, રિશ્તે , ટીવી એશિયા વગેરે ટીવી ચેનલો ઉપર પૂજ્ય નીરુમા અને પૂજ્ય દીપકભાઈના પ્રશ્ર્નોેત્તરી સત્સંગનું ગુજરાતી અને હિન્દી ભાષામાં નિયમિત પ્રસારણ કરવામાં આવે છે. અક્રમ વિજ્ઞાન અને જ્ઞાનવિધિની વધુ વિગત www.dada bhag wan.org વેબસાઈટ ઉપર મેળવી શકાશે. પરમ પૂજ્ય દાદા ભગવાન દીક્ષિત તથા પૂજ્ય ડો. નીરૂમાના સહાધ્યાયી આત્મજ્ઞાની પુજ્ય દીપકભાઈ દેસાઈ થકી આધ્યાત્મ અને વ્યવહાર સંબંધી ઊંડી સમજણ અને આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાનો અમુલ્ય અવસર આપણા સૌના પુણ્યોદયથી આવી રહ્યો છે.
આ સુવર્ણ તકનો લાભ લેવા ભાવભર્યુ આમંત્રણ છે.પ્રશ્ર્નોતરી સત્સંગ 18 અને 20 ફેબ્રુઆરી સાંજે 7 થી 10, અને જ્ઞાનવિધિ કાર્યક્રમ 19 ફેબ્રુઆરી સાંજે 5:30 થી 9 કલાકે, ઓપન ગ્રાઉન્ડ , બાલાજી હોલની પાછળ ધોળકિયા સ્કૂલની સામે, 150 ફૂટ રિંગ રોડ, રાજકોટના આંગણે યોજવામા આવલે છે. વધુ માહિતી માટે મો. 9879137971 ઉપર સંપર્ક કરવો.