૬૫ વર્ષથી વધુ વયના લોકો પણ હવે અંગદાન માટે અરજી કરી શકશે !!
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે અંગ પ્રત્યારોપણ માટેની વય મર્યાદા હટાવી દીધી છે. હવે ૬૫ વર્ષ અને તેથી વધુ ઉંમરના દર્દીઓ પણ અંગ પ્રત્યારોપણ માટે નોંધણી કરાવી શકે છે. સત્તાવાર સૂત્રોએ ગુરુવારે જણાવ્યું હતું કે ૬૫ વર્ષ અને તેથી વધુ ઉંમરના દર્દીઓ પણ મૃત દાતાઓ પાસેથી અંગો મેળવવા માટે નોંધણી કરાવી શકે છે કારણ કે કેન્દ્ર સરકારે નિયમોમાં જરૂરી ફેરફારો કર્યા છે.
તેમણે એમ પણ કહ્યું હતું કે, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તમામ રાજ્યોને ફરજિયાત શરતોમાંથી રહેઠાણનો પુરાવો દૂર કરવાની ભલામણ કરી છે જેથી કરીને જરૂરિયાતમંદ દર્દીઓ અંગ મેળવવા માટે કોઈપણ રાજ્યમાં પોતાની નોંધણી કરાવી શકે.
સૂત્રોએ જણાવ્યું હતું કે મંત્રાલયે રાજ્યોને કહ્યું છે કે આવી નોંધણી કરાવવા માંગતા દર્દીઓ પાસેથી કોઈ ફી વસૂલવામાં ન આવે. આ ટ્રાન્સપ્લાન્ટ નિયમો, ૨૦૧૪ની જોગવાઈઓ વિરુદ્ધ છે. એક અધિકારીએ જણાવ્યું કે, તેલંગાણા, મહારાષ્ટ્ર, ગુજરાત અને કેરળ જેવા રાજ્યો ૫૦૦૦ થી ૧૦,૦૦૦ રૂપિયા સુધીની ફી વસૂલી રહ્યા છે.
નેશનલ ઓર્ગન એન્ડ ટીશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન (નોટો)એ માર્ગદર્શિકામાં જરૂરી ફેરફારો કર્યા છે જે હવે ૬૫ વર્ષ અને તેથી વધુ ઉંમરના દર્દીઓને મૃત દાતા પાસેથી અંગ મેળવવા માટે નોંધણી કરવાની મંજૂરી આપે છે.
આ ઉપરાંત કેટલાક રાજ્યોમાં ફક્ત તે દર્દીઓને નોંધણી કરવાની મંજૂરી છે જેઓ તે રાજ્યના વતની છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે હવે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તમામ રાજ્યોને આવા નિયંત્રણો દૂર કરવાની ભલામણ કરી છે જેથી કરીને જરૂરિયાતમંદ દર્દીઓ અંગ મેળવવા માટે કોઈપણ રાજ્યમાં પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકે.
સત્તાવાર આંકડાઓ અનુસાર અંગ પ્રત્યારોપણની સંખ્યા ૨૦૧૩ માં ૪૯૯૦ થી વધીને ૨૦૨૨ માં ૧૫,૫૬૧ થઈ ગઈ છે, જ્યારે જીવંત દાતાઓ તરફથી કિડની ટ્રાન્સપ્લાન્ટની સંખ્યા ૨૦૧૩ માં ૩૫૯૫ થી વધીને ૨૦૨૨ માં ૯૮૩૪ થઈ ગઈ છે. આ સિવાય મૃત દાતાઓના ટ્રાન્સપ્લાન્ટની સંખ્યા ૫૪૨ થી વધીને ૧૫૮૯ થઈ ગઈ છે.
જીવંત દાતાઓ તરફથી લિવર ટ્રાન્સપ્લાન્ટની સંખ્યા ૨૦૧૩ માં ૬૫૮ થી વધીને ૨૦૨૨ માં ૨૯૫૭ થઈ ગઈ છે અને ૨૦૨૨ માં મૃત દાતાઓ તરફથી ટ્રાન્સપ્લાન્ટની સંખ્યા ૨૪૦ થી વધીને ૭૬૧ થઈ ગઈ છે. તે જ સમયે, ૨૦૨૨ માં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની સંખ્યા ૩૦ થી વધીને ૨૫૦ થઈ ગઈ છે, જ્યારે ફેફસાના ટ્રાન્સપ્લાન્ટની સંખ્યા ૨૩ થી વધીને ૧૩૮ થઈ ગઈ છે.
હવે રહેઠાણના પુરાવો ‘મરજિયાત’ !!
હાલ સુધી અમુક રાજ્યોમાં ફક્ત તે રાજ્યના વતની એટલે કે તે રાજ્યનો રહેઠાણનો પુરાવો ધરાવતા હોય તે જ વ્યક્તિ અંગ પ્રત્યારોપણ માટે અરજ કરી શકતા હતા પરંતુ નવા સુધારા હેઠળ અંગ પ્રત્યારોપણની અરજી કરતી વેળાએ રહેઠાણનો પુરાવો ફરજિયાતપણે આપવામાંથી મુક્તિ આપવામાં આવનાર છે. જેથી કોઈ પણ વ્યક્તિ કોઈ ઓણ રાજ્યમાંથી અંગ મેળવવા માટે હકદાર બની જશે.
અંગદાન મહાદાન: એક દાયકામાં અંગ પ્રત્યારોપણમાં ત્રણ ગણો ઉછાળો !!
સત્તાવાર આંકડાઓ અનુસાર અંગ પ્રત્યારોપણની સંખ્યા ૨૦૧૩ માં ૪૯૯૦ થી વધીને ૨૦૨૨ માં ૧૫,૫૬૧ થઈ ગઈ છે, જ્યારે જીવંત દાતાઓ તરફથી કિડની ટ્રાન્સપ્લાન્ટની સંખ્યા ૨૦૧૩ માં ૩૫૯૫ થી વધીને ૨૦૨૨ માં ૯૮૩૪ થઈ ગઈ છે. આ સિવાય મૃત દાતાઓના ટ્રાન્સપ્લાન્ટની સંખ્યા ૫૪૨ થી વધીને ૧૫૮૯ થઈ ગઈ છે.જીવંત દાતાઓ તરફથી લિવર ટ્રાન્સપ્લાન્ટની સંખ્યા ૨૦૧૩ માં ૬૫૮ થી વધીને ૨૦૨૨ માં ૨૯૫૭ થઈ ગઈ છે અને ૨૦૨૨ માં મૃત દાતાઓ તરફથી ટ્રાન્સપ્લાન્ટની સંખ્યા ૨૪૦ થી વધીને ૭૬૧ થઈ ગઈ છે. તે જ સમયે, ૨૦૨૨ માં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની સંખ્યા ૩૦ થી વધીને ૨૫૦ થઈ ગઈ છે, જ્યારે ફેફસાના ટ્રાન્સપ્લાન્ટની સંખ્યા ૨૩ થી વધીને ૧૩૮ થઈ ગઈ છે.