ગુજરાતના 1500 લોકોનું 600 કરોડનું ફુલેકું ફેરવનાર રાજકોટના અકરમ અંસારીને CID ક્રાઈમેં ધરપકડ કરી હતી. રાજકોટ, જૂનાગઢ, સુરેન્દ્રનગર સહિતના ગુજરાતના તમામ શહેરોમાં વિશ્વામિત્ર ક્રેડિટ સોસાયટી નામે ‘દુકાન’ ખોલી નાખી લોકોને કરોડોમાં નવડાવ્યા હતા. ત્યારે CID ક્રાઇમ દ્વારા પકડી પાડવામાં આવ્યો હતો. અકરમની ધરપકડ કરીને તેને રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કર્યો હતો.
રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ફ્રોડની ઘટનાઓ સામે આવી રહી છે જેમાં ક્રેડિટ સોસાયટીના નામે ગ્રાહકોને રોકાણ કરવામાં માટે આકર્ષવા આવે છે અને આકર્ષક વ્યાજ આપવાની લાલચમાં મોટી રકમ વસૂલીને થોડા જ સમયમાં રફુચક્કર થઈ જતાં હોય છે ત્યારે આવા જ એક આરોપીની અક્રમ અન્સારીની CID ક્રાઇમે ધરપકડ કરી હતી. તેની સાથે સાથે આ કૌભાંડમાં કોણ કોણ સામેલ હતું અને કૌભાંડનો મુખ્ય સૂત્રધાર કોણ તે સહિતના મુદ્દે આકરી પૂછપરછ શરૂ કરવામાં આવી છે.
અકરમની અન્સારી સહિતની ટોળકીય વર્ષ 2018 ની સાલમાં વિશ્વામિત્ર ક્રેડિટ સોસાયટીના નામે એક દુકાન ખોલી હતી. આ ટોળકી એ ગુજરાતના 1500 લોકોનું 600 કરોડનું ફૂલેકું ફેરવી નાખી ફરાર થઈ ગયા હતા. આ મામલે ફરિયાદ નોંધાતાં અકરમ સહિતના શખ્સોએ સુપ્રીમ કોર્ટ સમક્ષ પોતાની ધરપકડ સામે સ્ટે મેળવી લીધો હતો જે કેસ ચાલી જતાં કોર્ટે સ્ટે હટાવતાંની સાથે જ સીઆઈડી ક્રાઈમ (ગ્રામ્ય)ના પીઆઈ ચૌહાણ સહિતના સ્ટાફે અકરમની ધરપકડ કરીને તેને રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કર્યો હતો.