બારેય મહિના બીજના ધર્મોત્સવમાં લોકડાયરા ગુંજી ઉઠશે, અબતકની મુલાકાતમાં આગેવાનોએ આપી વિગતો
દેશભરમાં વસ્તા ચારણ સમાજના કુળદેવી આઈશ્રી સોનલમાના 100માં જન્મોત્સવની હર્ષભેર ઉજવણી કરવાનું સમસ્ત ચારણ ગઢવી સમાજ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.અબતકની મુલાકાતમાં સમસ્ત ચારણ ગઢવી સમાજ રાજકોટના આગેવાનો પ્રમુખ પ્રકાશભા કવલ, મહિપતભા ગઢવી, પ્રવીણભા વડગામા કનુભા સાબા, અને કરણાઈ બાવડાએ મહોત્સવની વિગતો આપતા જણાવેલ કે ચારણ ગઢવી સમાજના વંદનીય આઈશ્રી સોનલ માના સોમા જન્મોત્સવ નિમિતે ખોડીયારનગર સમસ્ત ગઢવી સમાજ દ્વારા 12 બીજનું આયોજન કરેલ છે.જેમાં ગયા મહિને પ્રથમ બીજનું ઉજવણું કર્યું હતુ આગામી તા.21નેમંગળવારે વર્ષની બીજા મહિનાની બીજનું આયોજન પૂર્ણ તૈયાર થઈ ગયેલ છે.
તા.21ના રોજ સુપ્રસિધ્ધ કલાકારો ખીમજીભાઈ ભરવાડ ભજન ભેળીયા ગાયક, દેવરાજભાઈ ગઢવી ઉપલેટા લોકસાહિત્યકાર, શકિતદાન ચારણ ચરજ ભેળીયા કવીશ્રી, અજય ગઢવી (બાવડા) ચરજ ગાયકની ઉપસ્થિતિમાં સોનલ સંભારણા ડાયરામાં સાંજના 9.30 કલાકે ભાતીગળ લોક ડાયરો, 7 વાગ્યાથી 9.30 સુધી ભોજન પ્રસાદનું આયોજન સમગ્ર ગઢવી સમાજ તેમજ સોનલમાના ઉપાસકોને લાભ લેવા અનુરોધ કરાયો છે.
આ કાર્યક્રમને સફળ બનાવવા કરશનભા બુદશી, રણજીતભા હુનડા, કેતન ભાંસળીયા, હરેશભા વડગામા, અજીતભા કવલ, યોગેશભા બાવડા, ભાવેશભા ધીરૂભા હુનડા, ભાવેશભા ઉમેદભા હુનડા, સંજય પાલીયા, દેવકરણભા મધુડા, જીજ્ઞેશ કુનડા, જયેશ કુનડા, પ્રવિણ બાવડા, હેમરાજ મધુડા,દેવસુર સાઘશ, મહેશ બાવડા, દેવરાજ બાવડા, ભાવેશ ધનાભા ધાંધણીયા, સંજય બળદા, બાબભા લાખાભા હુનડા વગેરે યુવાનો જહેમત ઉઠાવી રહ્યા છે.