અબતકની મુલાકાતમાં સમૂહ લગ્ન સમિતિના આગેવાનોએ ભવ્ય આયોજનની આપી વિગતો
રાજ્યભરમાં વસતા ચુવાળીયા કોળી સમાજ ના સામાજિક ઉત્કર્ષ અને વિકાસ માટે કાર્યરત અગ્રણી સંસ્થા સંત શ્રી વેલનાથ સમુહ લગ્ન સમિતિ રાજકોટ દ્વારા 27 માં સમૂહ લગ્ન સૌની ઉજવણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે તારીખ 19 ફેબ્રુઆરી રવિવારે રેસકોર્સ ગ્રાઉન્ડ બહુમાળી ભવન સામે રાજકોટ ખાતે યોજાનારા આ સમૂહ લગ્નના ભવ્ય આયોજનની વિગતો અબ તકની મુલાકાતે આવેલા જ્ઞાતિ રત્નો ભરતભાઈ પંચાસરા સુભાષભાઈ અઘોલા લક્ષ્મણભાઈ વાવેસા મનસુખભાઈ વાઘેલા યોગેશભાઈ ટીંબડીયા અશોકભાઈ ઉધરેજા અને ભરતભાઈ ડાભીએ કાર્યક્રમની વિગતો આપતા જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં દીકરા દીકરીઓના લગ્ન સમયસર થઈ જાય તે માટે સામાજિક જાગૃતિની સાથે સાથે ખોટા ખર્ચા કુરિવાજોમાં માતા પિતાની સંતાનોને પરણાવવાની સામાજિક ફરજ માં ચૂક ન થઈ જાય તે માટે ચુવાળીયા કોળી સમાજ દ્વારા સમૂહ લગ્ન પ્રથા ને વધુમાં વધુ પ્રચલિત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે
સંત શ્રી વેલનાથ સમુહ લગ્ન સમિતિ દ્વારા અત્યાર સુધીમાં સફળ 26 સમૂહ લગ્ન ઉત્સવ યોજાયા છે તારીખ 19 ફેબ્રુઆરી રવિવારે રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં 27 માં સમૂહ લગ્નની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દીકરીઓને સોના ચાંદીના દાગીના સહિત ઘરવખરીની તમામ વસ્તુઓ ના કરિયાવર ભોજન સમારો અને પ્રખ્યાત ગાયક કલાકારોના લગ્ન ગીતો ના ભવ્ય અને દિવ્ય વાતાવરણમાં સાસરે વળાવવામાં આવશે આ સમૂહ લગ્ન ના કાર્યક્રમ ની વિગતો આપતા આગેવાનોએ જણાવ્યું હતું કે રેસકોર્સ ગ્રાઉન્ડમાં તારીખ 19 ફેબ્રુઆરી યોજનારા 27 માં સોનેરી સમૂહ લગ્ન માં દીકરીને ઘરના આંગણે અનેકવિધ કાર્યક્રમ સાથે વળાવવામાં આવે છે
તેવો જ રૂડો લગ્ન ઉત્સવ યોજાશે 19 મી રવિવારે સવારે સાત વાગે જાન આગમન સાડા સાત વાગે પરંપરાગત રીતે રૂડા સામૈયા સાડા આઠ વાગે દીપ પ્રાગટ્ય 10:00 વાગે હસ્તમેળાપ 11:00 વાગે આશીર્વાદ ત્યારબાદ જાતજાતના ભાવતા ભોજન નો ભોજન સમારોહ અને બપોરે બે વાગ્યે દીકરીઓને વિદાય આપવામાં આવશે જ્ઞાતિ રત્નો ઉપરાંત સામાજિક રાજકીય આગેવાનો ની ઉપસ્થિતિની સાથે સાથે મહંત રામદાસ બાપુ ,વેલનાથ બાપુ સમાધિ ખડખડના મહંત શાયર નાથ બાપુ ,સુંદર નાથ બાપુ ,ભગત મનુભાઈ, વાઘજીભાઈ સીતાપરા ની સાથે અધ્યક્ષપણે ગુજરાત ચુવાળીયા કોળી સમાજના પ્રદેશ પ્રમુખ ધર્મેશભાઈ ઝાંઝરીયા ખાસ ઉપસ્થિત રહેશે
સમૂહ લગ્નમાં ગીત કલાકાર લલીતાબેન ઘોડાદરા અને સોનલબેન ઠાકોર પોતાનો કલા રસ પીરસશે આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મહેન્દ્રભાઈ મુંજપરા ,જુનાગઢના સાંસદ રાજેશભાઈ ચુડાસમા, પ્રદેશ પ્રમુખ રમેશજી ઠાકોર કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા પૂર્વ ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા ધારાસભ્ય અલ્પેશભાઈ ઠાકોર પૂર્વ સાંસદ દેવજીભાઈ ફતેપુરા વીરજીભાઈ સનુરા જિલ્લા પંચાયતના દંડક નયનાબેન બાલોન્દ્રા ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશભાઈ ઠાકોર ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ કોર્પોરેટર બાબુભાઈ ઉઘરેજા વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડા મંત્રી પરષોત્તમભાઈ સોલંકી નગર સેવક કંકુબેન દુધરેજા દિનેશભાઈ મકવાણા પૂર્વ ધારાસભ્ય મકવાણા તાલુકા પંચાયતના સભ્ય ભરતભાઈ ડાભી સહિતના રાજકીય સામાજિક આગેવાનો ની ઉપસ્થિતિમાં યોજનાના આ સમૂહ લગ્ન માં 22 દીકરીઓને સોના ચાંદીના દાગીનાથી લઈ ઘરવખરી ની તમામ જરૂરી ચીજ વસ્તુઓ માં કબાટ પલંગ પથારી ગાદલા વાસણો ની ભેટ આપવામાં આવશે આ કાર્યક્રમ ને સફળ બનાવવા સમુહ લગ્ન સમિતિના પ્રમુખ ભરતભાઈ બાલુન્દ્રા સુભાષભાઈ અઘોલા ભરતભાઈ પંચાસરા અને હોદ્દેદારોની સાથે સાથે ચુવાડિયા કોળી વિદ્યાર્થી ભવન અને બોર્ડિંગના મંત્રી લક્ષ્મણભાઈ વાવેશા સહિતના આગેવાનો જહમત ઉઠાવી રહ્યા છે.