નાકરાવાડીની આજુબાજુની જમીન, પાણી અને વાતાવરણ પ્રદુષિત થતુ અટકશે
ભારત સરકાર દ્વારા “સ્વચ્છ ભારત મિશન-2.0” ચાલુ વર્ષથી લોન્ચ કરવામાં આવી છે. આ મિશન હેઠળ જુના કચરાનાં નિકાલને ખાસ મહત્વ આપવામાં આવ્યુ છે અને તે મિશન અંતર્ગત ખાસ 41% શેરની સ્વચ્છ ભારત મિશન-2નાં બજેટમાં જોગવાઈ થયેલ છે અને બાકીના 59% ખર્ચની જોગવાઈ 15માં નાણાપંચ બજેટ હેડ હેઠળ થયેલ છે. આ જોગવાઈ અન્વયે દ્વિતીય ફેઈઝ્ની કામગીરી હાથ પર લેવામાં આવેલ છે.
આ કામગીરી માટેની જરૂરી ટેન્ડર પ્રકિયા પુર્ણ થઇ છે. સ્ટેન્ડીંગ કમિટી દ્વારા મંજુરી પણ આપી દેવામાં આવી છે. આ કામગીરી માટે બે એજન્સીઓને 3-3 લાખ મે.ટન મળી કુલ છ લાખ મે.ટન વેસ્ટ પ્રોસેસીંગ માટે પ્લાન્ટ સેટઅપ વર્ક-ઓર્ડર ઇશ્યુ કરી દેવામાં આવેલ છે. પ્લાન્ટ સેટઅપની કામગીરી આશરે બે મહિનામાં પૂર્ણ થયે આ ફેઇઝ-2ની આ કામગીરી એપ્રિલ થી શરૂ કરવામાં આવશે.
શહેરમાંથી ઉત્પન્ન થતાં ઘન કચરાનો નિકાલ કરવાની કામગીરી રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની નાકરાવાડી સર્વે નં.222/પી ખાતે કરવામાં આવે છે.
આ જમા થતા જથ્થાનો પ્રથમ ફેઇઝમાં ચાર લાખ મે.ટનના નિકાલ કરવાની કામગીરી ચાલુ છે. અત્યાર સુધીમાં 75% જેટલું કામ પુર્ણ થયેલ છે. જયારે દ્વિતીય ફેઈઝ્માં છ લાખ મે.ટન જુના કચરાનાં નિકાલ કરવાની કામગીરી આગામી 2 માસમાં ચાલુ થશે.
કામગીરી પુર્ણ થવાથી શહેરમાં તેમજ નાકરાવાડી આજુબાજુની જમીન, પાણી અને વાતાવરણ પ્રદુષિત થતુ અટકશે તેમજ વધારામાં નાકારવાડી ખાતે વેસ્ટથી રોકાયેલ આશરે 25 એકર જમીન ખુલ્લી થશે. આ ખુલ્લી થયેલ જમીનનો સાયન્ટીફીક લેન્ડફીલ તથા ગ્રીન ફિલ્ડ તરીકે ડેવલપ કરવામાં આવશે.