મોરના ઈંડા ચિતરવા ન પડે…
ઘવાયેલા પુત્રની ર્માં ની વેદનાથી જ્યોતિરાદિત્યસિંહ અને રાજભા જાડેજાનું હૃદયદ્રવી ઉઠયુ, લગ્નમાં મહેમાનોને આવકારવાને બદલે હોસ્પિટલ ખાતે સારવારમાં ખડેપગે રહયા : તબીબ વડોદરીયાએ કર્યું નિ:શુલ્ક ઓપરેશન
ગોંડલના ધારાસભ્ય શ્રીમતી ગીતાબા જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના સુપુત્ર ગણેશભાઈ (જ્યોતિરાદિત્યસિંહ)ના લગ્નની શરણાઈ ગુંજી રહી હતી.ત્યારે અકસ્માતમાં ઘવાયેલા દિવ્યાંગ પુત્રની અસહ્ય દુ:ખાવાની માં વેદનાથી દ્રવીઉઠેલા ગણેશભાઈ અને રાજભા મહેમાનોને આવકારવાને બદલે ઘવાયેલા યુવાનને હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જ્યાં સેવાભાવી તબીબ વાડોદરીયા ઓપરેશન કર્યુ હતુ. વધુ વિગત મુજબ ગણેશભાઈના લગ્નનો ગોંડલ પંથકમાં હરખનો માહોલ હતો અને મુખ્યમંત્રી પટેલ, સાંસદ, ધારાસભ્ય, પદાધિકારીઓ અને અધિકારી સહિતના મહેમાનોને આવકારવા માટે જાડેજા પરીવારજનો અને કાર્યકરો આતુર હતા સુરેશ્વર રોડ પર રહેતા વૃઘ્ધા વજીબેન સોલંકીનો દિવ્યાંગ પુત્રની સાયકલને અકસ્માત નડયો હતો જેમાં યુવાન પુત્રના પગમાં ગંભીર ઈજાથી અસહ્ય દુ:ખાવો સહન ન કરી શકતા અને પૈસાના વાંકે સારવાર કરાવી ન શકનાર માં ધારાસભ્ય ગીતાબાના બંગલે દોડી ગયા હતા. અકસ્માતમાં ઘવાયેલા પુત્રની માંની વેદના સાંભળી વરરાજા ગણેશભાઈ અને નરગપાલીકાના દંડક રાજભાનુ હૃદય દ્રવી ઉઠયુ હતુ.
પળનો વિચાર કર્યા વિના દોડી ગયા હતા અને ઘવાયેલા દિવ્યાંગને હોસ્પિટલે સારવાર માટે ખસેડયા હતા. જ્યાં ગોંડલના સેવાભાવી તબીબ દિપક વાડોદરીયા અને પોતાની ટીમ દ્વારા નિ:શુલ્ક સારવાર આપી ઓપરેશન કર્યુ હતુ. આ તકે દર્દી અને તેમના માતા વરરાજા ગણેશભાઈ અને ડોકટર વાડોદરીયાનો અંતકરણ પૂર્વક આભાર માન્યો છે.