આજના માનવી વિશે વાત કરીએ તે પોતાને તણાવગ્રસ્ત અને દુ:ખી જ બતાવશે કારણ કે લોકોની લાઈફ સ્ટાઈલ જ એવી થઈ ગઈ છે ત્યારે હવે તમામ દુ:ખોને ટાટા-બાય બાય કહેવાનો સમય આવી ગયો છે.જીવનના સુખ અને દુઃખમાંથી કાયમી મુક્તિનો અનુભવ કરાવતો પ્રશ્નોત્તરી સત્સંગ અને જ્ઞાનવિધિનો કાર્યક્રમ રાજકોટના આંગણે તારીખ 18 થી 20 ફેબ્રુઆરી ના રોજ યોજાશે.
આ દુષમકાળમાં મનુષ્ય માટે શાશ્વત સુખ માટેની શોધ મૃગજળ સમાન રહે છે. ત્યાં દુઃખોની પરંપરા જીવનમાં ચાલ્યા જ કરે છે. અનંત કાળથી ભટકતાં જીવને ક્યાંય કોઈ વસ્તુમાં, કોઈ વ્યક્તિમાં એ સુખની પ્રાપ્તિ થતી નથી અને આ કાળચક્રમાં સપડાઈ જન્મ-મરણ ના ફેરામાં અટવાયેલો રહે છે. આ કળીકાલના કળયુગી જીવો માટે રણમાં મીઠી વીરડી સમાન અક્રમ વિજ્ઞાની દાદા ભગવાન પ્રગટયાં અને લાખો લોકોને આત્મજ્ઞાન પમાડી આત્યંતિક મુક્તિનો સ્વાદ ચખાડ્યો છે ત્યારે હવે રાજકોટની જનતાને આત્મજ્ઞાન કરાવવા દાદા ભગવાનના શિષ્ય પૂજ્ય દીપકભાઈ દેસાઈ તારીખ 18 થી 20 ફેબ્રુઆરી ના રોજ દુ:ખો દુર કરશે.
પૂજ્ય દીપકભાઈ દેસાઈ સાથે અનુક્રમે “સૂઝ – કોમન સેન્સ” અને “પિછાણ અસલી જ્ઞાની તણી” વિષયો ઉપર પ્રશ્નોત્તરી સત્સંગ યોજવામાં આવ્યું છે. જેમાં આ વિષયોની ઊંડી છણાવટ સાથે વ્યવહાર અને અધ્યાત્મને લાગતા મૂંઝવતા પ્રશ્નોનું સમાધાન મેળવી શકાશે. જ્ઞાનવિધિ એ આત્મસાક્ષાત્કાર માટેનો બે કલાકનો અદભુત વૈજ્ઞાનિક પ્રયોગ છે. જેમાં સંસાર વ્યવહારની ફરજો બજાવવા છતાં એકપણ ચિંતા કે દુઃખ સ્પર્શે નહીં તે રીતે જીવન જીવવાની ઉમદા સમજણ પ્રદાન થાય છે. દેશ વિદેશના લાખો લોકો આ સમજણ પ્રાપ્ત કરીને જીવનને સુખમય બનાવી શક્યા છે.
પ્રશ્નોત્તરી સત્સંગ તારીખ 18 અને 20 ફેબ્રુઆરી સાંજે 7 થી 10, અને જ્ઞાનવિધિ કાર્યક્રમ 19 ફેબ્રુઆરી સાંજે 5:30 થી 9 કલાકે, સ્થળ: ઓપન ગ્રાઉન્ડ, બાલાજી હોલની પાછળ, ધોળકિયા સ્કૂલની સામે, 150 ફૂટ રિંગ રોડ, રાજકોટના આંગણે યોજવામા આવલે છે. વધુ માહિતી માટે સંપર્ક કરશો. મો. ૯૮૭૯૧૩૭૯૭૧ . એટલું જ નહીં, આપ ઘેર બેઠા જ્ઞાનગંગા માણી શકો તે માટે વિવિધ ટીવી ચેનલો પર નિયમિત પ્રસારણ કરવામાં આવે છે. અક્રમ વિજ્ઞાન અને જ્ઞાનવિધિની વધુ વિગત www.dadabhagwan.org વેબસાઈટ ઉપર મેળવી શકાશે.