થોડા સમય પહેલા જુનિયર ક્લાર્ક ની પરીક્ષાઓ લેવાની હતી ત્યારે પેપર ફૂટી જતા હજારો વિદ્યાર્થીઓની મહેનત પર પાણી ફરી વળ્યું હતું ત્યારે આજરોજ હસમુખ પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે ટૂંક સમયમાં જ જુનિયર ક્લાર્ક ની પરીક્ષા લેવામાં આવશે.
લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટરની પસંદગી યાદી આજે બહાર નહીં પાડવામાં આવે, ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે.
— Hasmukh Patel (@Hasmukhpatelips) February 15, 2023
હસમુખ પટેલે ટ્વિટ કરીને માહિતી આપી હતી કે પંચાયત સેવા પસંદગી બોર્ડ જુનિયર ક્લાર્ક ની લેખિત પરીક્ષા નવ એપ્રિલના રોજ લેવાઈ શકે છે. ત્યારે પૂરતા પરીક્ષા કેન્દ્ર ઉપલબ્ધ છે કે કેમ તેની વિગતો જિલ્લાઓ પાસેથી મંગાવવામાં આવેલ છે વિગતો ઉપલબ્ધ થયા બાદ તારીખ જાહેર કરવામાં આવશે.
પંચાયત સેવા પસંદગી બોર્ડ જુનિયર ક્લાર્કની લેખિત પરીક્ષા 9 એપ્રિલના રોજ લેવા માંગે છે. ત્યારે પૂરતા પરીક્ષા કેન્દ્રો ઉપલબ્ધ છે કે કેમ તેની વિગતો જિલ્લાઓ પાસેથી મંગાવવામાં આવેલ છે. વિગતો ઉપલબ્ધ થયા બાદ તારીખ જાહેર કરવામાં આવશે.
— Hasmukh Patel (@Hasmukhpatelips) February 15, 2023