દેશમાં અત્યાર સુધીનાં સૌથી ઊંડાં જહાજ એમએસસી વોશિંગ્ટનને અદાણી બંદરે લાંગરાયું
ભારતીય પોર્ટ્સની દુનિયામાં 12મી ફેબ્રુઆરી 2023ના રોજ ગૌરવપ્રદ ઘટના બની છે. મુંદ્રા સ્થિત અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન પર અત્યાર સુધીનું સૌથી ઊંડું ક્ધટેનર જહાજ લાંગરવામાં આવ્યું છે. અદાણી પોર્ટે એમએસસી વોશિંગ્ટનને બર્થ કરીને ભારતના શીપીંગ બિઝનેસની ગૌરવગાથામાં અભિવૃદ્ધિ કરી છે. એટલું જ નહી, આ સિદ્ધિએ મુંદ્રાને અત્યાધુનિક અને સર્વાધિક વિકસિત ભારતીય બંદર તરીકે વધુ મજબૂત બનાવ્યું છે.
સૌથી ઊંડા ક્ધટેનર જહાજ એમએસસી વોશિંગ્ટનને લાંગરવામાં ખુબ જ તકેદારી રાખવામાં આવી હતી. જહાજના કેપ્ટન સાથે સતત સંપર્કમાં રહેતી પોર્ટની મરીન ટીમે આ કામ સુપેરે પાર પાડ્યું હતું. 1.9 એમટી વજન ધરાવતા જહાંજને સરળતાથી લાંગરતા પહેલા માઈક્રો પ્લાનીંગ કરવામાં આવ્યું હતું. વળી ઓપરેશનમાં કોઈપણ જાતની ભૂલચૂક ન થાય તે માટે પણ ટીમને ખડેપગે રાખવામાં આવી હતી. કેપ્ટન સચીન શ્રીવાસ્તવના વડપણ હેઠળ સમગ્ર ટીમે સફળતાપૂર્વક ઓપરેશન પાર પાડ્યું હતું.
કેપ્ટન જણાવે છે કે મુંદ્રા પોર્ટ પર બર્થ કરનારું એમએસસી વોશિંગ્ટન ભારતીય બંદરોમાં પર અત્યાર સુધીનું સૌથી ઊંડું ક્ધટેનર જહાજ છે. મરીન ટીમે જહાજને તમામ જટિલ સંજોગો અને હવામાનને ધ્યાનમાં રાખીને સુરક્ષિત બર્થ કરાવવા જરૂરી ક્લિયરન્સની કામગીરી કરી હતી. આથી હવે અમે સાબિત કર્યું છે કે અદાણી પોર્ટ મુન્દ્રા આવા ભારેખમ જહાજોને સરળતાથી અને સુરક્ષિત રીતે સમાવી શકે છે. અદાણી પોર્ટ માટે આ વધુ એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે.
એમએસસી વોશિંગ્ટન એલએનજી ડ્યુઅલ-ફ્યુઅલ 14કે ટીઈયુ અલ્ટ્રા લાર્જ ક્ધટેનર વેસલ (યુએલીવી) છે, જે સી-એલએનજી સોલ્યુશન્સ દ્વારા એલએનજી ફ્યુઅલ ગેસ સપ્લાય સિસ્ટમ (એફજીએસએસ) થી સુસજ્જ છે. ગત વર્ષે સૌથી વિશાળ જહાજોમાંનાં એક અને 17,292 ક્ધટેનર્સની ક્ષમતા ધરાવતા અઙક રેફલ્સને લાંગરવામાં આવ્યું હતું. અદાણી પોર્ટ વિવિધ કાર્ગો અને કોમોડિટીઝ માટે સમર્પિત ટર્મિનલ્સ સાથે 248.82 એમએમટી કાર્ગો હેન્ડલ કરવાની વાર્ષિક ક્ષમતા સાથે 26 બર્થ અને બે સિંગલ-પોઇન્ટ મૂરિંગની વૈશ્વિક કક્ષાની સવલતો ધરાવે છે.