જીવનમાં અમૂલ્ય અને પુણ્યનું ભાથુ બાંધવાનો અવસર
કાલથી 21 ફેબ્રુ. સુધી સોમયજ્ઞનો અલૌકીક લ્હાવો લેવા વૈષ્ણવો બન્યા આતુર
જીવનમાં અમૂલ્ય અને અસામાન્ય પુણ્યનું ભાથુ બાંધવાનો અવસર રાજકોટના આંગણે છે. તા.16 થી 21 ફેબ્રુઆરી સુધી પદ્મભુષણ સોમયજ્ઞ સમ્રાટ સોમયાજી દિક્ષિત પૂ.ડો.ગોકુલોત્સવજી મહારાજ પુ.ડો.વ્રજોત્સવજી મહોદયની પવિત્ર નિશ્રામાં શ્રી વિરાટ વાજપેય મહા સોમયાગ મહોત્સવ અને શ્રી વિષ્ણુ ગોપાલ મહાયાગનું અલૌકીક આયોજન કરવામાં આવ્યું છે. સોમયજ્ઞને કારણે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના વૈષ્ણવ સંપ્રદાયના આનંદનું ઘોડાપુર ઉમટ્યું છે. જેનો લ્હાવો લેવા સૌ વૈષ્ણવ આતુર બન્યા છે.
આ યજ્ઞની તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે. આ વિરાટ સોમયજ્ઞમાં સંતો-મહંતો, ધર્મ ગુરૂઓ ધાર્મિક આગેવાનોની ઉપસ્થિતિ રહેશે. દરરોજ રાત્રે સાંસ્કૃતિ તથા શાસ્ત્રીય સંગીત હવેલી કિર્તન સહિતના કાર્યક્રમો પણ યોજાશે. યજ્ઞ કરવાથી અનેક ફાયદાઓ થાય છે. તેમાંથી આપવામાં આવેલી ઔષધી આહુતીનો ધુવાડો વાતાવરણને શુધ્ધ કરે છે. મનને શાંતિ પ્રદાન કરે છે. આપણા મનને અને તનને પવિત્ર કરે છે.
તમે પરોપકારી બની જે જીવન મળ્યું તેનો સદ્ઉપયોગ કરો: ગોકુલોત્સવજી મહારાજ
રાજકોટની ભૂમી પુણ્યભૂમિ છે. અહિંયા અમે યજ્ઞ કરતા આવ્યા છીએ. અહિંયા અમે જે યજ્ઞ કરશું તેનું નામ સોમયજ્ઞ છે. સોમનો અર્થ વિષ્ણુ અને ચંદ્ર એવો થાય છે. આ યજ્ઞની વિશેષતાએ છે. યજ્ઞમાં જે સામગ્ર ઉપયોગ કરશું તે સ્થુળ રૂપમાં હશે. યજ્ઞએ પ્રાચીન વિધિ છે. જેનાથી વાતાવરણ સારૂં રહે છે. યજ્ઞ આપણને એ પ્રેરણા આપે છે કે વિવિધ પ્રકારની ઔષધીથી યજ્ઞ કરીએ ત્યારે વાતાવરણ સારૂં બની જાય છે. સૌથી પ્રાચીન યજ્ઞ સોમયજ્ઞ છે.
સોમયજ્ઞમાં વિવિધ ઔષધીનો ઉપયોગ થાય છે. ભગવાન શ્રીકૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે આજે વિશ્વમાં જે ઔષધી છે તે સોમવેલીના કારણે છે. અનેક પ્રકારના કાર્યો વેદમાંથી સિધ્ધ થાય છે. યજ્ઞનો અર્થ એ છે. જીવનને એ રીતે ઉપયોગી બનાવુ કે તે બીજાને કામ આવી શકે. યજ્ઞનો મતલબ એ પણ છે. એક ઉર્જાને એકત્રિત કરવી. સોમનો અર્થ ઘણાં લોકો શરાબ એવું ગણતા હોય છે. પરંતુ સોમવેલીનો રસ એક એવું દ્રવ્ય છે. જે આપણને ઉર્જા આપે છે. અગ્નિ છે. નિરાકાર છે. પરંતુ તેનું મંથન કરવામાં આવે તો તે સાકાર થઇ જાય છે. બધા લોકો અલગ-અલગ પ્રકારે અગ્નિ ઉત્પન્ન કરે છે. પરંતુ યજ્ઞમાં જે અગ્નિ ઉત્પન્ન થાય છે તે ઘર્ષણથી થાય છે. જેમાં ઋગવેદની રીચાઓ મંત્રનો પાઠ તથા સામવેદના મંત્રોનો પાઠ થાય છે.
વૈષ્ણવ એને કહેશું જે પ્રભુની સેવા કરતું હોય અને જેનું જીવન પરોપકારી હોય. વૈષ્ણવ ધર્મની સૌથી મોટી વાતએ છે કે તમે પરોપકાર કરો તમને જે જીવન મળ્યું તેનો સદ્ઉપયોગ કરો. સોમયજ્ઞનું ફળ છે. એ ક્યારે દેખાતુ નથી પરંતુ તે મળે છે જરૂર. સોમયજ્ઞનો ઉદ્ેશ્ય વિશ્વશાંતિ અને ભારત જે વિશ્વગુરૂ છે. તેની પ્રેરણા બધાને આપવી છે. ભારતની પ્રાચીન વસ્તુઓ પર જોઇએ તો આપણને એટલી મોટી વસ્તુઓની ભેટ આપી છે કે જેના કારણે આપણે વિશ્વગુરૂ માને છે. જેનો આપણને ગર્વ છે. જેને પર્વ મનાવીએ છીએ. જે ભારતે આપ્યુ તે અભૂતપૂર્વ દાન છે. જે ભારતમાં છે. તે ક્યાંય નથી અને ક્યાંય નથી તે ભારતમાં છે.