ઇલેક્ટ્રોનિક કંપની સોનીએ ભારતમાં પોતાની ફ્લેગશિપ Xperia સીરિઝના 2 સ્માર્ટફોન મોડેલ લોન્ચ કરી રહ્યું છે. આ ફોનની ખાસિયત એ છે કે તે બંને મોડેલ મેડ ઈન ઇન્ડિયા છે. આગમી 10 નવેમ્બરથી ભારતીય માર્કેટમાં સોની Xperia R1 અને Xperia R1 Plus ઓનલાઈન અને ઓફલાઇન લોન્ચ કરવામાં આવશે. જાણો આ ફોનના ફીચર.
આ સ્માર્ટફોનમાં સ્માર્ટફોનમાં 5.2 ઇંચની HD ડિસ્પ્લે, 13 મેગાપિક્સલ કેમેરા, ડ્યુઅલ સીમ, ક્વાલકોમ સ્નેપડ્રેગન 430 પ્રોસેસર અને એન્ડ્રોઇડ નૂગટ સહિતના ફીચર જોવા મળશે. Xperia R1 Plusમાં 3GB રેમ અને 32GB ઇંન્ટરનેલ મેમરી સાથે ફોનની કિંમત રૂ. 14990 રાખવામાં આવી છે. જ્યારે Xperia R1માં 2GB રેમ અને 16GB ઇન્ટરનલ મેમરી સાથે ફોનની કિંમત રૂ. 12,990 રાખવામાં આવી છે.
આ સ્માર્ટફોનમાં 2620mAhની બેટરી આપવામાં આવી છે. આ બંને ફોન 4G VoLTE ટેક્નોલોજીને સપોર્ટ કરે છે. એમેઝોન પર તમે ફોન ખરીદવા માટે પ્રી રજિસ્ટ્રેશન પણ કરાવી શકો છો.કંપનીના સૂત્રોએ કહ્યું કે ડિજિટલ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા પ્રત્યે કંપનીની પ્રતિબદ્ધતા છે અને તેના માટે જ ભારતમાં જ બનાવાયેલ સ્માર્ટફોન બજારમાં લાવવામાં આવ્યા છે. આ સાથે જ કંપનીએ કહ્યું કે મેડ ઇન ઇન્ડિયાવાલા મીડ રેન્જ ફોનથી કંપની ભારતના સ્માર્ટફોન માર્કેટમાં સૌથી વધુ માર્કેટ શેર ધરાવતા મીડ રેન્જમાં પોતાની પકડ વધુ મજબૂત બનાવશે.