શ્રી સીઝન સ્ટોર્સમાંથી એક્સપાયરી થયેલી ચીકીનો નાશ: મિક્સ સબ્જી અને જયશ્રી ડબલ ફિલ્ટર સિંગતેલનો નમૂનો લેવાયો
આજે વન વીક, વન રોડ ઝુંબેશ અંતર્ગત કોર્પોરેશનની અલગ-અલગ શાખાઓ દ્વારા યુનિવર્સિટી રોડ પર આરોગ્ય શાખા દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત હોમ મેઇડ ફૂડ એક્સપ્રેસમાંથી અખાદ્ય ખોરાકનો જથ્થો પકડાયો હતો. જેનો નાશ કરી હાઇજેનિંક ક્ધડીશન જાળવવા નોટિસ આપવામાંઆવી હતી. શ્રી સિઝન સ્ટોર્સમાંથી પણ એક્સપાયર થયેલી ચીકીનો જથ્થો મળી આવ્યો હતો.
આરોગ્ય શાખા દ્વારા યુનિવર્સિટી રોડ પર ખાણીપીણીની 24 દુકાનોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત 11 કિલો વાસી અને એક્સપાયર થયેલા જથ્થાનો નાશ કરી સાત આસામીઓને નોટિસ ફટકારવામાં આવી છે. હોમ મેઇડ ફૂડ એક્સપ્રેસ, શ્રી સીઝન સ્ટોર્સ, રંગોલી કોલ્ડ્રીંક્સ એન્ડ આઇસ્ક્રીમમાંથી અખાદ્ય અને એક્સપાયર થયેલી ખાદ્ય સામગ્રીનો જથ્થો પકડાયો હતો. જેનો નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત હોમ મેઇડ ફૂડ એક્સપ્રેસમાંથી મિક્સ સબ્જી અને ગોકુલ જનરલ સ્ટોર્સમાંથી ડબલ ફિલ્ટર સિંગતેલનો નમૂનો લેવાયો છે.
સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા જાહેરમાં કચરો ફેંકવા સબબ બે, ડસ્ટબીન ન રાખવા સબબ એક અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરવા સબબ 9 સહિત કુલ 12 આસામીઓને નોટિસ ફટકારવામાં આવી છે. ટેક્સ બ્રાન્ચ દ્વારા 81 મિલકતધારકોને વ્યવસાય વેરાની સુનાવણી સંદર્ભે નોટિસ અપાઇ હતી. જ્યારે 16 મિલકતોને રિક્વીસેઝન નોટિસ આપવામાં આવી હતી.