નવા ટીવી ઇનબિલ્ટ સેટેલાઇટ ટ્યુનર લગાવવાની વિચારણા, ઇન્ટરનેટ અને કેબલ ટીવીની સુવિધા ન હોય તેવા વિસ્તારોમાં થશે મોટો ફાયદો
ટૂંક સમયમાં દેશમાં 200 થી વધુ ફ્રી ટુ એર સેટેલાઇટ ચેનલો ટીવી પર સેટ ટોપ બોક્સ વિના ચાલશે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે મંત્રાલય ટીવીની અંદર જ સેટેલાઇટ ટ્યુનર લગાવવાની સિસ્ટમ શરૂ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે.
ઠાકુરે કહ્યું, દેશમાં ફ્રી ટીવી ચેનલોનો વિસ્તાર કરવામાં આવી રહ્યો છે. ટીવીમાં ઇનબિલ્ટ ટ્યુનરની દરખાસ્ત વિચારણા હેઠળ છે. જો સરકાર નિર્ણય લેશે તો કરોડો લોકોને ફાયદો થશે. બધા નવા ટીવી ઇનબિલ્ટ સેટેલાઇટ ટ્યુનર સાથે આવવાનું શરૂ થશે. તેનો મહત્તમ ફાયદો તે દૂરના વિસ્તારોમાં થશે, જ્યાં ઇન્ટરનેટ અને કેબલ ટીવીની સુવિધા નથી.
માહિતી અને પ્રસારણ પ્રધાન અનુરાગ ઠાકુરે સોમવારે જણાવ્યું હતું કે 200 થી વધુ ચેનલોની ઍક્સેસ પ્રદાન કરવા માટે ટેલિવિઝન સેટમાં બિલ્ટ-ઇન સેટેલાઇટ ટ્યુનર રાખવાના પ્રયાસો ચાલુ છે, જે દર્શકોને સેટ-ટોપ બોક્સ વિના કાર્યક્રમો જોવાની મંજૂરી આપશે. બિલ્ટ-ઇન સેટેલાઇટ ટ્યુનર સાથેના ટેલિવિઝન સેટ, મકાનની છત અથવા બાજુની દિવાલ જેવી યોગ્ય જગ્યાએ નાના એન્ટેના લગાવીને ફ્રી-ટુ-એર ટેલિવિઝન અને રેડિયો ચેનલોને જોવા સક્ષમ બનાવશે.
કેપીએમજીના એક રિપોર્ટ અનુસાર, 2015માં ફ્રી ડિશના દેશભરમાં 20 મિલિયન સબસ્ક્રાઇબર્સ હતા. જે માર્ચ 2021માં વધીને 4.3 કરોડથી વધુ થઈ ગઈ છે. 25 ટકા ઘરોમાં ફ્રી ડીશનો ઉપયોગ થઈ રહ્યો છે.
વડાપ્રધાને કોરોના દરમિયાન રેકોર્ડ સમયમાં 12મા ધોરણ સુધી શૈક્ષણિક ચેનલ શરૂ કરી. જેનો લાખો વિદ્યાર્થીઓને લાભ મળી રહ્યો છે. આજે આવી 55 ચેનલો છે.