ધારાસભ્ય સંજય કોરડીયાએ શાળાની મુલાકાત લઈ સ્થિતિનું નિરીક્ષણ કર્યું
1984 માં બોમ્બેના ગવર્નર જેમ્સ ફરગુસન ના હસ્તે પાયો નખાયેલ, એક વખતની જૂનાગઢની મહોબત મદ્રેસા અને બાદમાં સીટી હાઈસ્કૂલ તથા સિટી મિડલ સ્કૂલ તરીકે નામાંકિત થઈ અને 1960 ના જૂનાગઢ નગરપાલિકાના પ્રમુખ દિવ્યકાન્તભાઈ નાણાવતીએ ભક્ત કવિ નરસિંહ મહેતાની સ્મૃતિમાં નામાંકરણ કરેલ તથા હાલમાં નરસિંહ વિદ્યા મંદિર નામે ઓળખાતી શાળાને હેરિટેજ લુક આપવા મનપાના બજેટમાં રૂ. 50 લાખની જોગવાઈ કરવામાં આવેલી છે. ત્યારે અંગ્રેજોના વખતની 135 વર્ષ જૂની આ નરસિંહ વિદ્યા મંદિર શાળાને ડેવલોપ કરાશે. આ માટે જૂનાગઢના ધારાસભ્યએ શાળાની રૂબરૂ મુલાકાત લઈ સ્થિતિનું નિરીક્ષણ કરી માહિતી પણ મેળવી છે.
સને 1960 થી નરસિંહ વિદ્યામંદિર તરીકે ઓળખાતી અને અહીંથી જુનાગઢના લાખો વિદ્યાર્થીઓને શિક્ષણ સુવિધા આપી નામાંકિત તબીબ, ઇજનેર, ધારાશાસ્ત્રી, કવિ, લેખકો અને ઉદ્યોગપતિ બનાવનાર 23 નવેમ્બર 1884 ના રોજ બોમ્બેના ગવર્નર જેમ્સ ફર્ગ્યુશન ના હાથે પાયો નખાયેલ અને બાદમાં 1947 માં સીટી હાઈસ્કૂલ અને 1952 માં સીટી મિડલ સ્કૂલ તરીકે ઓળખાતી શહેરની મધ્યમાં આવેલા નરસિંહ મહેતા હાઈસ્કૂલમાં હાલ ધોરણ 9 થી 12 એમ 4 વર્ગો ચાલે છે. તથા 200 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. પરંતુ આ શાળાની હાલત હાલમાં દયનીય છે શાળાના મોટાભાગનો વિસ્તાર અવાવરું જેવો ભાસી રહ્યો છે, શાળાની બારી દરવાજા તૂટી ગયા છે અને બિલ્ડીંગની લોબીમાં અને રૂમમાં ઝાડ ઊગી નીકળ્યા છે. જેના કારણે તમામ ઓરડાને તાળા મારીને હાલમાં બંધ કરી દેવામાં આવ્યા છે. ત્યારે ખંડેર હાલતમાં ઊભેલી જુનાગઢની નરસિંહ વિદ્યામંદિરને હેરિટેજ લુક આપવા મહાનગરપાલિકાએ બજેટમાં રૂ. 50 લાખની જોગવાઈ કરી છે. ત્યારે જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયા એ આ શાળાની મુલાકાત લઈ સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.
આ દરમિયાન જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયા એ જણાવ્યું હતું કે, અંગ્રેજોના વખતની 135 વર્ષ જૂની નરસિંહ વિદ્યામંદિર શાળા ને હવે ડેવલોપ કરાશે. અનેહેરિટેજ લુકમાં લાવવામાં આવશે. આ માટે મહાનગરપાલિકાએ બજેટમાં રૂ. 50 લાખની જોગવાઈ કરી છે. આ શાળાનું બાંધકામ પૌરાણિક શૈલીનું છે ત્યારે શાળાને હેરિટેજ શાળા તરીકે ડેવલોપ કરવા માટે શાસકોએ કમર કશી છે.