જીવનમાં સફળતા મેળવવી હોય તો પર્સનાલિટીની સાથે સાથે સમય સાથે અપડેટ થતા રહેવાની જરૂર

અબતક ચાય પે ચર્ચામાં દર્શકો વાચકોને સતત નવા વિષયોથી અવગત કરાવવામાં આવે છે આ શૃંખલા માં નીત નવા વિષયો સાથે આવતા કાર્યક્રમો દર્શકો અને વાચકો માટે ખરા અર્થમાં પથ દર્શક બને છે આજે આજનો જે વિષય છે આજે આર યુ ઓકે વિષય પર મોટીવેશનલ સ્પીકર ડોક્ટર જીતેન્દ્ર અઢિયા ડોક્ટર અમિત મારુ દ્વારા કરવામાં આવેલી જીવનમાં સ્વસ્થ મનોસ્થિતિનું નિર્માણ કેવી રીતે કરવું અને તેના લાભ શું છે તેના પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી અબ તક મીડિયાના પત્રકાર મારુ ત્રિવેદી અને પ્રતિપાલસિંહ જાડેજા સાથે બંને નિષ્ણાતોએ ખૂબ જ વિસ્તૃત પૂર્વક ચર્ચા કરી હતી.

પ્રશ્ન:- આર યુ ઓકે? આ સેમિનાર શું છે અને અને આ વિષય ને તમે કેવી રીતે મૂલવો છો?

ડોક્ટર જીતેન્દ્ર અઢિયા: ઓ યસ આઈ એમ ઓકે આર યુ ઓકે ?માઈન્ડ ટ્રેનર તરીકે બધા મને ઓળખે છે પરંતુ મારો ખરો રસનો વિષય હોય તો આર યુ ઓકે છે મને આ વિશે ખૂબ જ ગમે છે મેં 40 વર્ષ પહેલાં એક પુસ્તક વાંચ્યું હતું એ પુસ્તકનું નામ હતું આઈ એમ ઓકે યુ આર ઓકે અમેરિકન લેખકનું આ પુસ્તક હતું અને ત્યારે હું આ વિષય થી અવગત થયો મને અનુભૂતિ થઈ અરે યાર આ તો જબરજસ્ત વિષય છે દરેકને સ્પષ્ટ તો મહત્વનો મુદ્દો છે હું ડોક્ટર થયો હતો પરંતુ આ વિષય પર ધ્યાન ન આવ્યું. મને થયું કે આ વિષય ખૂબ જ ઉપયોગી છે અને તેને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવો જોઈએ સુધી પહોંચાડવો જોઈએ વર્ષો સુધી મેં માઈન્ડ પાવરની પ્રવૃત્તિમાં કામ કરી પછી મને એક બે વિદ્યાર્થીઓ એવા મળ્યા કે જેને આ વિષયમાં રસ દેખાયો કે સાહેબ અમે આમાં મદદ કરીએ અને સાથે મળીને એક અભિયાન શરૂ કરીએ તેમાંથી એક તમારી સામે જ બેઠા છે ડોક્ટર હિર પટેલ અને સંકેત પટેલ મળીને અમે નક્કી કર્યું કે આર યુ ઓકે વિષય પર કામ કરીએ આપણી સાથે કોઈ રહેતા વ્યક્તિનું વર્તન બરોબર ન હોય તો આપણે તેના સુધારવાના પ્રયત્નો કરીએ છીએ પરંતુ આપણને તેમાં પરિણામ મળતું નથી કેમ પરિણામ મળતું નથી બીજું ઘણા તમને સુધારવાના પ્રયત્નો કરતા હશે પરંતુ તમે સુધરતા નથી ઘણીવાર તમે પોતાની જાતને સુધારવાની કોશિશ કરી હશે પરંતુ તમે તેમાં સફળ નથી થતા ઘણી એવી પોતાની નબળાઈઓ હોય છે કે જે સુધારવાનો પ્રયત્ન થાય છે પરંતુ થતો નથી આવું કેમ થાય છે આપણું વર્તન ક્યાંથી કંટ્રોલ થાય છે મિત્રો આપણા જીવનમાં જે મળે છે તે આપણા વર્તનમાંથી મળે છે આપણું સારું વર્તન હોય તો બધા સાથે મિત્રતા થાય ખરાબ વર્તન હોય તો બધા દુશ્મન બને છે વર્તન નું મૂળ શોધીને આપણે તેને બદલવાનો પ્રયાસ કર્યો છે આ વિષય એટલે ટ્રાન્ઝેક્શનલ એનાલિસિસ આજ વિષય પર મેં ગુજરાતીમાં બુક લખી છે આર યુ ઓકે અને આ બુક પર જ હું ભારત સહિત સમગ્ર વિશ્વમાં કાર્યક્રમ કરવાનો છે હમણાં અમેરિકા પણ આવ્યું ઓકે માટે જઈ રહ્યો છું આ વિષય મારે કરોડો લોકો સુધી પહોંચાડવાની ઈચ્છા છે આપણે આપણું વર્તન સુધારીને જીવન સુધારવું હોય તે માટે આ વિશે ખૂબ જ અગત્યનો છે જીવન બદલવા માટે આ પુસ્તક મારા સેમિનાર તમને મદદરૂપ થશે આ વિષય પર હું દસ દિવસ તમને માર્ગદર્શન આપી શકું તેટલો ડોક્ટર  હું નોલેજ ધરાવું છું તમને ખરેખર આ વિષયમાં રસ પડે તો તમે અબ તક ચેનલનો કોન્ટેક્ટ કરજો

પ્રશ્ન:- ડોક્ટર અમિત જી આપ જણાવો કે તમને આ વિષય પર કામ કરવાનો વિચાર કેવી રીતે આવ્યો ખાસ આ સેમિનાર વિશે માહિતી આપશો?

ડોક્ટર અમિત મારુ; હું મેડિકલ ફિલ્ડ સાથે જોડાયેલો છું 21 વર્ષ પહેલા ડોક્ટર અઢિયા સાહેબનો અમદાવાદ ટાઉનહોલમાં સેમિનાર એટેન્ડ કર્યો હતો તે પછી એ પછી મારા જીવનમાં ઘણા બદલાવ આવ્યા અને પછી અઢિયા સાહેબના સંપર્ક આપમાં આવ્યું અને મેં તાલીમ લીધી પછી મારી પ્રેક્ટિસ દરમિયાન ઘણા એવા માનસિક તકલીફ વાળા દર્દીઓ આવતા હતા કે જેમને દવાની સાથે સાથે હું અને સાત્વનાની જરૂર હોય આવા દર્દીઓને જોઈને મને એક એવા પ્રોગ્રામની રચનાની જરૂરિયાત દેખાણી જેમાં દર્દીઓને વ્યવહારના હિસાબેથી આવતી તકલીફો માંથી મુક્તિ આપવામાં આવે છે દવાની સાથે સાથે આજુબાજુનું વાતા?વરણ બદલવાની જરૂર હોય સાત્વના આપવા માટે એક પ્રોગ્રામ બનાવ્યો છે આ પ્રોગ્રામમાંથી લોકોને હું અને સાત્વના મળશે

પ્રશ્ન:- અહીં ઉપસ્થિત ગુરુ શિષ્યને મારે એક પ્રશ્ન પૂછવો છે અત્યાર સુધી લોકોને જસ મેળવવાની ઝંખના હતી પરંતુ હવે અબજસ મળે તેનો ડર સતાવે છે? અફસોસ મળશે તો, ની સમસ્યા નો ગુરુ શિષ્ય શું જવાબ આપશે?

ડોક્ટર જીતેન્દ્ર અઢિયા; આપણી ચર્ચામાં આ તો ની સમસ્યાનો ઉત્તર મળી જશે અત્યારે તમે આ અંગે ડોક્ટર અમિતજીને પૂછો

ડોક્ટર અમિત મારુ: ઘણીવાર મને પણ તો ના પ્રશ્ન આવતા મને પણ પૂછવામાં આવતું કે તમે મેડિકલ ફિલ્ડમાં છો તો તમે કોચિંગ કેમ કરો છો પરંતુ સાહેબના માર્ગદર્શન હેઠળ મારા જીવનમાં ઘણું બદલાણું અને પોઝિટિવિટી આવી ઘણા બધા ઘણા લોકોના જીવનમાંથી આ તો નાબૂદ કરવા જ મેં આ અભિયાન ઉપાડ્યું છે અમારે તો પછીની સફળતા બધાને અપાવી છે અને આ સફળતા કેવી રીતે મેળવી શકાય તે માટે મારા ગુરુ ની પ્રેરણા દરેક માટે ઉપયોગી બને છે

પ્રશ્ન:- આજની યુવા પેઢીમાં સફળતાની ટકાવારી કેટલી ?

ડોક્ટર જીતેન્દ્ર અઢિયા: આજની યુવા પેઢીમાં સફળતાની તકો વિશાળ પ્રમાણમાં રહેલી છે હા માર્ગદર્શન નું પ્રમાણ ઘટે છે ખરેખર શું થઈ શકે અને કેવી રીતે થઈ શકે હું મારા એક પ્રોગ્રામમાં શીખવું છું કે શું થઈ શકે કેવી રીતે થઈ શકે સૌથી પહેલા તમારા મોટા સપનાને સાચવજો તેને ખોવવા ન દેતા દિલમાં રાખજો તમારા સપના પૂરા થશે હું રાજકોટમાં જ મોટો થયો છું નાનપણમાં મેં રાજકોટમાં જે સપના જોયા હતા તેનાથી દસ ગણા સપના મારા પૂરા થયા છે હું ગરીબીમાં જન્મ્યો હતો સાંકળવામાં મારું જૂનું ઘર છે પતરાના દેશી નડીયાણા ઘરમાં અમે નવું જણા રહેતા હતા વરસાદ આવે તો ચૂક થાય આખી રાત બેઠું રહેવું પડે એવા જીવનમાં હું મોટો થયો અને મારા દરેક સપના પૂરા થયા સપના એ જ મને જીવનમાં બધું આપ્યું છે ઈશ્વરે દરેકને ખૂબ શક્તિ આપી છે સપના પૂરા કરવાની દરેકે સપના જોવા જોઈએ અને તે દિશામાં કામ કરવું જોઈએ તો સફળતાવશ્ય મળશે મને એક વાર પરદેશ જવાનું સપનું હતું હું 50 વાર પરદેશ ગયો 20 વાર તું અમેરિકા ફરી આવ્યો વિચાર કરો મારે જેટલા પૈસા કમાવવા હતા તેનાથી અનેક ગણા કમાયો અમદાવાદ અત્યારે અમદાવાદમાં હું સારા ઘરમાં રહું છું સપના દરેકમાં હોય પરંતુ તેના માટે જરૂરી ગાઈડ મળવો જોઈએ હું એક પુસ્તક પણ લખી રહ્યો છું કે સપનામાંથી સિદ્ધિ કેવી રીતે મેળવવી વાતો અહીં કરતા રહેશો ફક્ત મારા ઘર જેવું છે અને ચેનલના માધ્યમથી હું સતત લોકોને માર્ગદર્શન આપતો રહું તેવી ઈચ્છા છે.

પ્રશ્ન:- તમારું વધુ એક ખૂબ જ ચર્ચામાં રહેલું પુસ્તક પરાક્રમી પાટીદાર નો વિચાર કેવી રીતે આવ્યો અને પુસ્તક અંગે થોડું જણાવશો?

ડોક્ટર જીતેન્દ્ર અઢિયા: ખુબ સરસ અત્યાર સુધીનું મારું બેસ્ટ શેલર પુસ્તક કરતાં પણ પરાક્રમી પાટીદારો પુસ્તક વધુ વેચાશે અને લોકોના ગમશે આ વિષય મારા દિમાગમાંથી નહીં પરંતુ દિલથી આવેલો છે તેની પાછળ મેં લખેલું છે કે હું છ મહિના પહેલા અમેરિકા ગયો હતો હું પટેલ નથી પરંતુ અમદાવાદ ઉમિયા ધામ વાળા મારા પટેલ મિત્રો મને લઈ ગયા હતા દસ દિવસમાં ત્રણ કાર્યક્રમમાં આપ્યા હું જ્યાં રોકાણો હતો ત્યાં રાત્રે વાતો થતી તે સાંભળીને હું રોમાંચિત થયો મેં જાણ્યું કે પટેલ લોકો કેટલા પરાક્રમી છે અમેરિકામાંથી સાંભળેલી વાતો મેં પુસ્તકમાં લખી છે અમેરિકામાં વિઝા વગર જવું ત્યાં સેટ થવું પૈસા વાપર્યા હોય જોખમ હોય ઓછું ભણેલા બે બે વર્ષે અમેરિકા પહોંચે ત્યાં જઈ વર્ષો સુધી સંઘર્ષ કરે કરોડો કમાય પછી કોકના નામે ધંધો કરી લે ફિલ્મોમાં બતાવતી ઘટના કરતા તો અનેક ઘણા વધારે સાહસ વાળી વાતો મેં સાંભળી રહ્યા છે વર્ષો વર્ષો પહેલા ગુણવતલાલ આચાર્યએ દરિયાલાલ નામના પુસ્તકમાં કચ્છી લોકોએ આફ્રિકા જઈને આફ્રિકા વરસાવ્યું તે અંગે નું વર્ણન હતું તે જોઈને મને પરાક્રમી પાટીદાર લખવાનું પ્રેરણા મળી ને મેં નક્કી કર્યું કે મારે દરિયાલાલ નું બીજું વર્ઝન લખવું છે તેમાં કચ્છીઓનું હતું હું પાટીદારોનું સાહસ ગાથા લખીશ પેરેલ કપડે અમેરિકા જાય અને 500 કરોડનું બિઝનેસ ઊભો કરી દે મને આવી ગમી અને મેં આ પુસ્તક લખ્યું આ પુસ્તક એમાં ઝોન પર અવેલેબલ છે મોટીવેશનલ પુસ્તક તરીકે દરેકે વાંચવું જોઈએ ક્રોસવડ થી માંડી દરેક પુસ્તકાલયમાં ઈ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે અને ના મળે તો મોબાઈલ નંબર9825925947 નંબર પરથી બુક મળી શકશે પરાક્રમી પાટીદાર તમને મોટીવેટ કરશે અને ગિફ્ટ દેવા માટે પણ આ પુસ્તક ઉત્તમ છે આવું લુક વાળું પુસ્તક ગુજરાતી તમને ક્યાંય ન મળે માત્ર લુક જ નહીં અંદરનું ક્ધટેન્ટ પણ સારું છે જેને મોટીવેટ થવું હોય તે પ્રેરણાનું ઝરણું પછીનું મારું પરાક્રમી પાટીદાર પુસ્તક વાંચજો

પ્રશ્ન:- આર યુ ઓકે માં ’તો” ને કેવી રીતે વણી લેવામાં આવ્યો છે?

ડોક્ટર જીતેન્દ્ર અઢિયા:+ આપણે કેવી રીતે વ્યવહાર કરીએ છીએ એનું જે સમજવાની કોશિશ કરીએ તેને ઈંગ્લીશમાં એનાલિસિસ કહીએ ટ્રાન્જેક્શન એટલે વહેવાર અને એનું અને નીચે લગભગ કરી શકીએ તો આની અંદર મેં  લખેલા છે સૌથી પહેલા તો વોટ ઇસ સ્ટાન્ડર્ડ એટલે શું દાખલા તરીકે તમે મને મળો અને હું પૂછું કેમ છો તમે કેમ છો હું તમને પૂછું કેમ છો કેમ છો? દરેકને કંઈકના કંઈક ભાવની જરૂર હોય છે માણસ માત્ર ખોરાકનો ભૂકો નથી હોતો ભાવનો ભૂખ્યો હોય છે દરેકને પોઝિટીવ સ્ટોક એટલે કે ટકોર આપવાનું ચાલુ કરી દો દુનિયામાં તમે રાજ કરશો નરેન્દ્ર મોદી હોય કે મુકેશ અંબાણી દરેકને પોઝીટીવ સ્ટોક ગમે છે અને આવા પોઝિટિવ સ્ટોક દેવાથી શું થાય છે કંઈ નથી થતું પરંતુ તેનો ફાયદો ખૂબ થાય છે એને પણ તમે ધનવાન બનાવો છો પૈસાથી નહીં પરંતુ માનસિક રીતે મજબૂત કરી અને તમે પણ સંબંધોમાં ધનવાન બનાવો છો મિત્રો આજથી તમે દરેકને પોઝીટીવ સ્ટોક આપવાનું ચાલુ કરી દો દુનિયા જીતી જશો ખાસ કરીને તમે નેગેટીવ સ્ટોક ના આપતા સારા ના વખાણ કરો બધાને ગમશે સ્ટોક એટલે વખાણ કરવા પત્ની પણ તમારા સારા સ્ટોકની અપેક્ષા રાખે છે લગ્ન પહેલા ખૂબ આપ્યા હશે પછી ઓછા થઈ ગયા છે હવે સાવ બંધ પણ થઈ ગયા હોય પરંતુ તેના વખાણ કરતા રહો દુનિયા પર રાજ કરવું હોય તો બધાને વખાણ કરો પોઝિટિવ સ્ટોક આપો લાઈફ પોઝીશન નો મુદ્દો પણ મહત્વનો છે જન્મથી લઈને આઠ વર્ષ સુધીના અનુભવ થી આપણે જીવનના બે અગત્યના નિર્ણયો કરીએ છીએ હું કેવો છું આઈ એમ ઓકે લોકો કેવા છે યુ આર ઓકે ઓર નોટ ઓકે આ બે મુદ્દા ચાર કોમ્બિનેશન બનાવે છે હું સારું છું તમે સારા છો હું સારો છું બીજા સારા નથી હું પણ સારા નથી કોઈ સારું નથી આઈ એમ ઓ કયું આર ઓકે હું સારો છું બધા સારા છે આ ચાર કોમ્બિનેશન જીવનમાં લાઇફ પોઝીશન કહેવાય અને આઠ વર્ષમાં જ આપણો જીવનનો આઈડિયા બની જાય છે લાઈફ પોઝીશન જીવનમાં માન્યતા બની જાય છે તેને બદલી નથી શકતા

વિચારોમાંથી જીવન બને છે જો આપણા વર્તનમાં એવું થાય કે હું દુ:ખી છું તો તેના પરિણામો સારા નથી આવતા એટલે આપણે વિચારો ને મોટીવેટ કરવા જોઈએ જીવન બદલવું હોય તો લાઇફ પોઝીશન બદલવી પડે અને તેમાં તે માટે ટ્રાન્જેક્શન એનાલીસીસ વાંચવું પડે

પ્રશ્ન:- પર્સનાલિટી એન્હંસ શું છે સમજાવશો?

ડોક્ટર અમિત મારુ પર્સનાલિટી એટલે સામેવાળો વ્યક્તિ તમારાથી અભિભૂત થઈ જાય સામેવાળા વ્યક્તિને જવાનું ગમે ઘણીવાર જોવાનું ન ગમતા હોય તેવા વ્યક્તિ સારા હોય છે એટલે જ્યાં સુધી વાણી વ્યવહાર અને વર્તન ત્રણેય વસ્તુ સારી નહીં થાય ત્યાં સુધી તમારી પ્રશ્ન ડેવલપ નહીં થાય એટલે તમારે વ્યક્તિત્વમાં વાણી વર્તન અને વ્યવહાર ત્રણેય સારા કરવા પડશે આ સેમિનારમાં એટલે જ બધું શીખવવામાં આવે છે ને બાળકોથી વૃદ્ધો સુધી આ સેમિનાર મહત્વનું બનશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.