સૌરાષ્ટ્રના 1.50 લાખ શ્રમિકો માટે ઉભી થશે વિશેષ આરોગ્ય સેવા
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ આયોજિત બજેટ પર પરિસંવાદ કાર્યક્રમમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાની જાહેરાત
ઈએસઆઇસી હોસ્પિટલની ક્ષમતા 200 બેડની હશે : તા.19 અને 20 ફેબ્રુઆરીના રોજ ચંદીગઢ ખાતે ઇએસઆઇસીની બેઠકમાં હોસ્પિટલ માટે અપાશે મંજૂરી અપાશે
નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા વર્ષ 2023-24 નું જે અંદાજપત્ર રજુ કરવામાં આવ્યું તે દેશની અર્થવ્યવસ્થાને ઝડપભેર વિકસિત બનાવવા માટે અત્યંત કારગત નિવડશે. માત્ર સરકાર જ નહીં પરંતુ વિવિધ ક્ષેત્ર સાથે સંકળાયેલા તજજ્ઞોનું માનવું છે કે આ અમૃત કાર્ડ બજેટ દેશની દિશા અને દશા હકારાત્મક અભિગમ સાથે બદલશે. નાણામંત્રી દ્વારા ઉદ્યોગ ની સાથો સાથ દરેક ક્ષેત્રને પૂરતું ધ્યાન આપી સ્થાનિક લોકોની બચત વધે તે દિશામાં આ બજેટ રજૂ કર્યું છે. દરેક લોકોને એ વાતનો ખ્યાલ છે કે ભારત ખેતીપ્રધાન દેશ છે પરંતુ ખેતીની સાથો સાથ જો એ ક્ષેત્રમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વિકસિત કરવામાં આવે તો ખેડૂતોની આવક બમણી થઈ જાય અને ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ ખેતી ક્ષેત્રે જોવા મળે.
પરિસંવાદ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ ચેમ્બર ઓફ કોમર્સની જે માંગ છે તેને સ્વીકારી જણાવ્યું હતું કે રાજકોટ ઔદ્યોગિક હબ છે અને ત્યારે શ્રમિકો ને યોગ્ય મેડિકલ સુવિધા ઉપલબ્ધ થાય તે માટે ઈ.એસ.આઇ.સી હોસ્પિટલ નું નિર્માણ કરવામાં આવશે જેમાં હાલ જે 50 બેડની જે મંજૂરી મળી છે તેને વધારી ૨૦૦ બેડ કરાશે. એટલું જ નહીં નવી મેડિકલ કોલેજ આપવાની જાહેરાત પણ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયા દ્વારા કરવામાં આવી હતી જેને પીપીપી મોડલ ઉપર વિકસિત કરાશે. આ જાહેરાત બાદ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ વીપી વૈષ્ણવે જણાવ્યું હતું કે આ આરોગ્ય સુવિધા ઉભી થવાની સાથે જ સૌરાષ્ટ્ર રાજકોટના 1.5 લાખ શ્રમિકોને સીધો જ ફાયદો પહોંચશે.
ત્યારે બજેટ ઉપર પરી સંવાદ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા યોજવામાં આવ્યો હતો જેમાં ઉદ્યોગ સાથે સંકળાયેલી વિવિધ સંસ્થાઓ એટલું જ નહીં અન્ય સામાજિક સંસ્થાઓ પણ જોડાઈ હતી અને કાર્યક્રમના ઉદ્ઘાટક તરીકે કેન્દ્રના આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આરોગ્ય મંત્રીએ તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે આ બજેટ દેશની અર્થવ્યવસ્થાને ઝડપભેર વિકસિત બનાવવા ની સાથોસાથ આગામી દિવસોમાં ભારતની મજબૂત સ્થિતિ બનાવવા પરનું છે. દૂધ નહીં તેઓએ ઉમેર્યું હતું કે જો કોઈ પણ સરકાર ભારત નું શાસન ધરા સંભાળે તેમના માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નાણામંત્રી નિર્મલા સીતારામને રોડ મેપ તૈયાર કરી દીધો છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, આજનો દિવસ મારા માટે સુખદ અનુભવ છે . 2014થી મોદી સરકારે વર્ક કલચર બદલ્યું છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, બજેટ એટલે ભારતના વિકાસ માટે સરકારનું વિઝન છે. દેશ વિરાસતની પ્રણાલીને વળગીને આગળ વધી રહ્યું છે.એટલુંજ નહીં વિકસિત બનવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ચાવીરૂપ છે. ત્યારે સમૃદ્ધ રાષ્ટ્ર બનવા માટે હેલ્થ પણ એટલુંજ જરૂરી છે. કોઈ પણ સરકાર હોઈ દેશના વિકાસ માટે રોડમેપ તૈયાર છે. વધુમાં તેઓએ કહ્યું કે ઇકોનોમિક ફોરમે સ્વીકારી લીધું છે કે, વિશ્વમાં રોકાણ કરવા માટે ભારત ઉત્તમ સ્થાન છે.
ચાઇનાની જેમ ભારત હવે પ્રતિ દિવસ 53 કિલોમીટરનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ બનાવી રહ્યું છે જે વિકાસને ચરિતાર્થ કરી છે. ભારત 6 થી 7 ટકાના જીડીપીથી આગળ વધી રહ્યું છે. કાર્યક્રમ પૂર્ણ થતા ની સાથે જ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ આરોગ્ય મંત્રીને રજૂઆત કરી હતી કે, ઇએસઆઇસી હેઠળ જે 50 બેડની હોસ્પિટલ છે તેની ક્ષમતા 200 બેડ સુધી કરી દેવામાં આવે તો કામદારો અને કારીગરોને ખૂબ જ સરળતા રહે જે વાત ઉપર હકારાત્મક પ્રતિસાદ આરોગ્ય મંત્રી દ્વારા આપવામાં આવ્યો હતો અને તેઓએ જણાવ્યું હતું કે આરોગ્ય મંત્રાલય ચેમ્બરની માંગને ગ્રાહ્ય રાખશે જે અંગે નજીકના સમયમાં જ તેની અમલવારી શરૂ કરી દેવામાં આવશે
વિશ્વમાં રોકાણ કરવા માટે ભારત ઉત્તમ સ્થાન છે : મનસુખ માંડવીયા
અમૃતકાળ બજેટ અંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ જણાવ્યું હતું કે વર્લ્ડ ઈકોનોમિક ફોરમ પણ હવે માની રહ્યું છે કે વિશ્વમાં રોકાણ કરવા માટે જો કોઈ ઉત્તમ સ્થાન હોય તો તે ભારત છે ત્યારે નાણામંત્રી દ્વારા રજૂ કરવામાં આવેલું બજેટ દેશને નવી દિશા આપશે અને ઉદ્યોગોને વેગવંતુ બનાવવા માટે અત્યંત મદદરૂપ સાબિત થશે. રૂમમાં તેઓએ ઉમેર્યું હતું કે સરકારે આ બજેટમાં 10 લાખ કરોડ રૂપિયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ના વિકાસ માટે ફાળવ્યા છે જે સ્પષ્ટ સૂચવે છે કે આગામી વર્ષમાં ભારત વધુને વધુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ના વિકાસ માટે કાર્ય કરશે
અમૃતકાળ બજેટ ઉદ્યોગમાં પ્રાણ ફૂંકશે
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ વી.પી વૈષ્ણવે અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલું અમૃત કાર્ડ બજેટ ઉદ્યોગમાં પ્રાણ ફૂંકશે. વધુમાં તેઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર અને નાણા વિભાગને ખ્યાલ છે કે ખરા અર્થમાં ઉદ્યોગને કઈ ચીજ વસ્તુઓને ક્યાં પ્રોત્સાહનની જરૂર છે ત્યારે દર વર્ષની જેમ આરોગ્ય મંત્રી દ્વારા જે બજેટ અંગે સમીક્ષા કરવામાં આવી અને જે પરિ સંવાદ યોજવામાં આવ્યો તેનાથી રાજકોટ અને સૌરાષ્ટ્રના ઉદ્યોગકારોને જે પ્રશ્ન ઉદભવિત થયા હતા તેનું નિવારણ મળ્યું છે. અંતમાં તેઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે આ બજેટ માત્ર એક વર્ષ માટે જ નહીં પરંતુ લાંબા સમય અને દેશની જીડીપીના વૃદ્ધિદરમાં વધારો કરવા માટેનો છે.
ઇએસઆઇસી હોસ્પિટલનું સંચાલન રાજકોટ ચેમ્બરને સોપાસે : વી.પી વૈષ્ણવ
અમૃત કાર્ડ બજેટના પરિશ્રમવાદ કાર્યક્રમમાં ઉપસ્થિત કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયા દ્વારા જે નવી ઇએસઆઈસી હોસ્પિટલ ઊભી કરવાની જે જાહેરાત કરી છે તે સંદર્ભે રાજકોટ ચેમ્બરના વી.પી વૈષ્ણવે જણાવ્યું હતું કે, જે હોસ્પિટલ નું નિર્માણ થશે તેનાથી રાજકોટ અને સૌરાષ્ટ્રના શ્રમિકોને સીધો જ ફાયદો પહોંચશે એટલું જ નહીં આ હોસ્પિટલનું સંચાલન પણ રાજકોટ ચેમ્બરને સોંપવામાં આવશે. જણાવ્યું હતું કે ઈએસઆઈસી હોસ્પિટલ ઉભી કરવા માટે બે મોડલ હોય છે જેમાં કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને આ હોસ્પિટલ ચલાવવા માટેની ગ્રાન્ટ ફાળવે છે અને તેનો ઉપયોગ હોસ્પિટલના વિકાસ માટે થાય છે અને બીજો મોડલ એ કે જેમાં સીધો જ કેન્દ્ર સરકાર આ હોસ્પિટલની દેખરેખ કરે છે જેનાથી નવા સાધનોની સાથે નવી ટેકનોલોજી પણ ઉભી થાય છે.
લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે આ બજેટ ખરા અર્થમાં અમૃત નીકળશે : પાર્થ ગણાત્રા
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના વાઈસ પ્રેસિડેન્ટ પાર્થ ગણાત્રાએ અમૃત કાર્ડ બજેટ ને લઘુ અને મધ્યમ ઉદ્યોગોના હિતાર્થે અમૃત ગણાવ્યું હતું. તેઓનું માનવું છે કે, આ પરી સંવાદ ઉદ્યોગકારો માટે અત્યંત અસર કરતા સાબિત થશે બીજી તરફ કોરોનાકાળ પણ સરકારે ગંભીરતાથી ધ્યાને લીધો છે અને તેનાથી અસર પામેલા ઉદ્યોગોને નવું જીવનદાન મળતું રહે તે માટેની અનેકવિધ નવીનતમ યોજનાઓને પણ અમલી બનાવી છે જે વાતની નોંધ આ વર્ષના બજેટમાં લેવામાં આવી છે. તેઓના જણાવ્યા મુજબ ભારત દરેક ક્ષેત્રમાં હરણફાળ ભરી રહ્યું છે.
પાંચ ટ્રીલીયન ડોલર ઇકોનોમી એ પહોંચવા માટે સરકાર દ્વારા જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે તે ખરા અર્થમાં અત્યંત ઉપયોગી નીવડશે અને રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ઉદ્યોગકારો માટે એક નવીનતમ તકનું પણ સર્જન થશે સાથોસાથ નિકાસ માટેના નવા દ્વાર પણ ખુલશે.