મહાપાલિકાના સફાઇ કર્મચારીના ભેદી રીતે મોત થયું: હત્યા કે આત્મહત્યા અંગે તપાસ
શહેરના જામનગર રોડ પર આવેલા સંતોષીનગર અવધ પાર્કના યુવક ઘરેથી કોઇને કહ્યા વિના જતા રહયા બાદ સંતોષીનગર વિસ્તારમાં આવેલા ખુલ્લા પટ્ટમાંથી મૃતદેહ મળી આવતા કોર્પોરેશનના સફાઇ કામદારનું ભેદી રીતે મોત નીપજતા બનાવ હત્યા કે આત્મહત્યાનો છે તે અંગે પોલીસે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આ્રવ્યા બાદ બહાર આવે તેમ હોવાનું જણાવી રહ્યા છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સંતોષીનગરમાં રહેતા અને મહા પાલિકામાં સફાઇ કામદાર તરીકે ફરજ બજાવતા રવિભાઇ ધનુભાઇ લઢેર નામના 35 વર્ષના યુવાન વહેલી સવારે પાંચ વાગે ઘરે કોઇને કહ્યા વિના જતા રહેતા પરિવારજનો તેની શોધખોળ કરી રહ્યા હતા તે દરમિયાન રવિભાઇ લઢેરનો મૃતદેહ સંતોષીનગરના ખુલ્લા પટ્ટમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. રવિભાઇ લઢેરના મોઢામાંથી લોહી નીકળેલી હાલતમાં લાશ મળી છે. તેમની હત્યા થઇ છે કે આત્મહત્યા થઇ તે અંગે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ બહાર આવે તેમ હોવાનું પ્ર.નગર પી.આઇ. વસાવા અને પી.એસ.આઇ.એ.એ.ખોખરે જણાવ્યું છે.
મૃતક રવિભાઇ લઢેર બે ભાઇ અને એક બેનના સૌથી નાના હોવાનું અને તેમને એક પુત્રી અને એક પુત્ર હોવાનું જાણવા મળે છે.