લેડીઝ કલબ ખાતે મેજીક શોનો પ્રારંભ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે કરણ જાદૂગર
આવતીકાલે તા. 1ર/0ર/ર0ર3ના રવીવાર રાત્રે 9:00 કલાકે શહેરના શાસ્ત્રી મેદાન પાસે, ગેસ્ફોર્ડ સીનેમાવાળી શેરીમાં લેડીઝ કલબ ખાતે ખ્યાતનામ જાદુગર કરણ ધ્વારા ભવ્ય મેજીક શો નો પ્રારંભ થઈ રહયો છે, ત્યારે ભારતની પ્રાચીન જાદુઈ કળા હવે લૂપ્ત થવાના આરે પહોંચી છે. છતા આ મોબાઈલ અને ઈન્ટરનેટ યુગમાં પણ લોકમાનસ ઉપર જાદુ નો જાદુ હજી અકબંધ છે.ત્યારે મુળ હિંમતનગરના જાદુગર કરણ છેલ્લા ર8 થી વર્ષોથી લોકોનું મનોરંજન કરે છે. અને પોતાના જાદુના કરતબ અને આગવી છટાથી લોકોને મંત્રમુગ્ધ કરે છે.
ત્યારે જાદુગર કરણએ જણાવેલ કે જાદુ એક કળા અને કરતબ પણ છે ત્યારે નાના બાળકોથી લઈને વડીલો સાથે બેસીને આ મેજીક શો જોઈ શકે તેવી પરંપરા અમે વર્ષોથી જાળવી રાખી છે મેજીક શો ધ્વારા લોકોને વધુને વધુ મનોરંજન થાય તેવો અમારી ટીમનો પ્રયાસ રહયો છે. ત્યારે મેજીક શો માં આકરી મહેનત બાદ દર્શકોની તાળીઓનો ગડગડાટ અમારામાં નવું જોમ પુરૂ પાડે છે. મનુષ્યનો આશ્ર્ચર્ય પામવાનો ગુણ પિરવર્તનશીલ છે ત્યારે જાદુગરીની કળા અને કરતબ આધુનિક વિશ્ર્વમાં પણ સમયની સાથે પોતાનો તાલ મીલાવી રહી છે.
‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે આવેલા કરણ જાદૂગરે જણાવ્યું હતું કે, સમગ્ર દેશ અને ગુજરાતમાં ર0 હજારથી વધુ મેજીક શો ધ્વારા લોકોમાં આકર્ષણ જમાવનાર જાદુગર કરણ ના મેજીક શોનો આવતીકાલથી રંગીલા રાજકોટમાં પ્રારંભ થઈ રહયો છે ત્યાર આ મેજીક શો ના પ્રારંભે પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં સાંસદો સર્વેશ્રી મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, મેજીક શો નું ઉદઘાટન શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મેયર ડો. પ્રદીપભાઈ ડવના હસ્તે મુખ્ય મહેમાન તરીકે રાજયના કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, ધારાસભ્ય ઉદય કાનગડ, ડો.દર્શીતાબેન શાહ રમેશભાઈ ટીલાળા, શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કીશોર રાઠોડ, નરેન્દ્રસિહ ઠાકુર, રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઈ ખાચરીયા, જીલ્લા ભાજપ મહામંત્રી મનીષભાઈ ચાંગેલા, નાગદાનભાઈ ચાવડા, મનસુખભાઈ રામાણી, સૌરાષ્ટ્ર ડોકટર સેલના ક્ન્વીનર ડો. અમિત હપાણી,મહાનગરપાલિકા વિપક્ષ્ાી નેતા ભાનુબેન સોરાણી, રાજકોટ બીલ્ડર્સ એશો. પ્રમુખ પરેશભાઈ ગજેરા, અતિથિ વિશેષ તરીકે શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઈ જોષી, રાજકોટ મહાનગરપાલિકા ભાજપ કાર્યાલય મંત્રી જયંતભાઈ ઠાકર, સરગમ કલમના ગુણવંતભાઈ ડેલાવાળા, શહેર ભાજપ કાર્યાલય મીડીયા વિભાગના ઈન્ચાર્જ રાજન ઠકકર, ડોકટર સેલના ડો ભરતભાઈ વેકરીયા, ગીરીશભાઈ દેવળીયા, બોલબાલા ટ્રસ્ટના પ્રમુખ જયેશભાઈ ઉપાધ્યાય સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.