હ્રીમ ગુરુજી
આજે પ્રોમિસ ડે છે. પ્રોમિસ એટલે વચન, કમીટમેન્ટ…….. ખાસ કરીને કપલ આ દિવસે એક બીજાને પ્રેમ માટેના વચનો આપે છે. પ્રેમ એટલે માત્ર થોડા સમય સુધી સાથ દેવો એમ નઈ પરંતુ જિંદગીના અંતિમ શ્વાસ સુધી એક બીજા સાથે રેહવું એક બીજાની સાથે રેહવું માટે આ ખાસ પ્રોમિસ ડે ઉજવામાં આવે છે.તો ચાલો જાણીએ પ્રોમિસ ડે પર રાશી મુજબ શું ગીફ્ટ આપવાથી થશે લાભ
મેષ : મેષ રાશિ વાળા વ્યક્તિઓ પોતાની ગમતી વ્યક્તિ ને જેટલો બને એટલું આજ ના દિવસે ઘઉં થી બનાવેલી સ્વીટ એક બીજાને ગિફ્ટ આપવી જેનાથી ખુબજ લાભ થશે.
વૃષભ : આ રાશિના વ્યક્તિઓએ પોતાના ગમતા વ્યક્તિને ચોખાથી બનાવેલી કોઈ પણ મીઠાઈ એક બીજાને આપવી. સફેદ મીઠાઈ ગિફ્ટ આપવાથી ખુબ લાભ થશે.
મિથુન: આ રાશિ વાળા વ્યક્તિએ પોતાના ગમતા વ્યક્તિને એક બીજા ને ગ્રીન વસ્તુ ગિફ્ટ આપી તેનાથી ખુબ લાભ થશે.
કર્ક : આ રાશિના જાતકોએ પોતાના ગમતી વ્યક્તિને મોતિ નો સ્ટોન મોતી ની રિંગ આપવી તેનાથી ખુબ જ લાભ થશે.
સિંહ: આ રાશિના જાતકોએ પોતાના ગમતા વ્યક્તિને વૈભવી ગિફ્ટ આપવી. આવી ગીફ્ટથી ખુબ જ લાભ થશે
કન્યા: આ રાશિના જાતકોએ પોતાની ગમતી વ્યક્તિ ને વસ્ત્રો આપવા. આવી ગીફ્ટથી ખુબ જ લાભ થશે
તુલા: આ રાશિના જાતકોએ ગમતી વ્યક્તિને ડાયમન્ડ ગિફ્ટ આપી શકો છો. આવી ગીફ્ટથી ખુબ જ લાભ થશે
વૃશ્ચિક: આ રાશિના જાતકોએ એક બીજા ને લાલ રંગ ની વસ્તુ ગિફ્ટ આપવી આવી ગીફ્ટથી ખુબ જ લાભ થશે
ધન: આ રાશિના જાતકોએ યલો કલર ના વસ્ત્રો એક બીજા ને ગિફ્ટ આપવા. આવી ગીફ્ટથી ખુબ જ લાભ થશે
મકર: આ રાશિના જાતકોએ પોતાના ગમતા પાત્ર ને બ્લેક વસ્તુ ગિફ્ટ માં આપવી . આવી ગીફ્ટથી ખુબ જ લાભ થશે
કુંભ: આ રાશિના જાતકોએ ગમતા વ્યક્તિ ને ચાંદી નો ક્લસ ગિફ્ટમાં આપવી જોઈએ. આવી ગીફ્ટથી ખુબ જ લાભ થશે
મીન: આ રાશિના જાતકોએ પોતાની ગમતી વ્યક્તિ ને માછલીનું એક્વેરમ ગિફ્ટ આપી શકાય. આવી ગીફ્ટથી ખુબ જ લાભ થશે